...
   

BREAKING NEWS: ભારતના સૌથી વૃદ્ધ અરબપતિ મહિન્દ્રાનું થયું નિધન, આખી દુનિયામાં નામ કમાયું હતું…

ભારતના સૌથી વૃદ્ધ અરબપતિ અને આનંદ મહિન્દ્રાના કાકા કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની ઉંમરે આદે એટલે કે 12 એપ્રિલે નિધન થઇ ગયુ છે. તેમના નિધનની જાણકારી INSPACe અધ્યક્ષ પવન ગોયનકાએ ટ્વિટર હેન્ડલ પર આપી. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ વર્ષ 2023ના અબજોપતિઓની યાદીમાં કેશબ મહિન્દ્રાનું નામ પણ સામેલ હતું. 16 નવા અબજોપતિઓ સાથે તેમનું નામ આ યાદીમાં પ્રથમ વખત સામેલ થયું છે. 48 વર્ષ સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન રહ્યા બાદ તેમણે 2012માં પદ છોડ્યું હતું.

ફોર્બ્સની અબજોપતિઓની યાદી અનુસાર, કેશબ મહિન્દ્રાએ $1.2 બિલિયનની સંપત્તિ તેમની પાછળ છોડી ગયા છે. કેશબ મહિન્દ્રા યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી સ્નાતક થયા પછી જ વર્ષ 1947માં મહિન્દ્રા ગ્રુપમાં જોડાયા હતા. આ પછી વર્ષ 1963માં તેઓ આ જૂથના અધ્યક્ષ બન્યા અને તેમના નેતૃત્વમાં મહિન્દ્રા ગ્રૂપે નવી ઊંચાઈઓને સ્પર્શી અને ત્યારબાદ 48 વર્ષની સેવા બાદ વર્ષ 2012માં તેમણે મહિન્દ્રાના ચેરમેનનું પદ તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રાને સોંપ્યું.

આ સાથે તેમણે ટાટા સ્ટીલ, સેલ, ટાટા કેમિકલ્સ, ઈન્ડિયન હોટેલ્સ જેવી ઘણી કંપનીઓમાં બોર્ડ લેવલ પર પણ કામ કર્યું હતું. લગભગ 5 દાયકાના તેમના લાંબા કાર્યકાળમાં કેશબ મહિન્દ્રાએ મહિન્દ્રા ગ્રુપને માત્ર દેશની જ નહીં પરંતુ દુનિયાની એક મોટી કંપની બનાવી. કેશબ મહિન્દ્રાનો જન્મ 9 ઓક્ટોબર 1923ના રોજ શિમલામાં થયો હતો અને તેમણે 1947માં પિતાની કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. આ પછી 1963માં તેમને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા.

કેશબ મહિન્દ્રા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના કાકા હતા અને અત્યાર સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)ના ચેરમેન એમેરિટસ હતા. વર્ષ 2012માં ગ્રુપ ચેરમેન પદેથી નિવૃત્ત થયા બાદ આનંદ મહિન્દ્રાને આ જવાબદારી મળી હતી. ત્યારે હવે મહિન્દ્રા ગ્રુપના પૂર્વ ચેરમેન કેશબ મહિન્દ્રાના નિધનથી સમગ્ર કોર્પોરેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના નિધનની જાણકારી આપતા પવન ગોએન્કાએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘ઔદ્યોગિક જગતે આજે એક સૌથી મોટી હસ્તી ગુમાવી છે.

કેશબ મહિન્દ્રાનો કોઈ મુકાબલો નહોતો, શ્રેષ્ઠ માણસને મને જાણવાનો લહાવો મળ્યો. હું હંમેશા તેમને મળવા માટે ઉત્સુક હતો અને હું તેમનાથી ખૂબ જ પ્રેરિત હતો. ઓમ શાંતિ’ જણાવી દઇએ કે, તેમને 1987માં ફ્રાન્સની સરકાર દ્વારા શેવેલિયર ડી લ’ઓર્ડ્રે નેશનલ ડે લા લિજન ડી’ઓનરથી નવાજવામાં આવ્યા હતા.

Shah Jina