કેશોદ : દીકરાનું નિધન થયુ તો પુત્રવધુના લગ્ન કરાવી કર્યુ કન્યાદાન, સમાજને પૂરુ પાડ્યુ ઉત્તમ ઉદાહરણ

ગુજરાત : કેશોદના એક પરિવાર દ્વારા વિધવા બનેલી પુત્રવધુને દીકરી બનાવી કન્યાદાન કર્યુ અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યુ. કેશોદના મસવાણના મહિયા ક્ષત્રિય સમાજના કોળી પરિવારમાં લગ્નના એક વર્ષ બાદ દીકરાનું મોત થતા તેમની વહુ વિધવા બની હતી. જો કે, તેમણે તેને સારુ મળે તો લગ્ન કરાવવાનું નક્કી કર્યુ.

મેસવાણ ખાતે રહેતા હાજાભાઇ વાઢિયા અને રાંભીબેનનોા દીકરા વિજયભાઇએ બે વર્ષ પહેલાં પુરીબેન સાથે લવ મેરેજ કર્યા હતાં. લગ્નજીવનના એક વર્ષ બાદ કોઇ કારણસર તેમનુ મોત થયુ હતુ અને તેથી જ વહુના સાસુ-સસરાએ તેને બીજુ સારુ મળતા લગ્ન કરાવવાનું નક્કી કર્યુ હતુ.

કાલવાણી ખાતે રહેતાં કારાભાઈ અને ભુરીબેન વાડલિયાના દીકરા અરવિંદની તેમની વહુ માટે વાત આવતા તેને લગ્ન કરાવવાનું નક્કી કર્યુ હતું. ત્યારે 24મેના રોજ સાસુ સસરાએ વહુને દીકરી બનાવી તેનું કન્યાદાન કર્યુ અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યુ હતુ.

Shah Jina