આ ટ્રાંસજેન્ડર કપલે વેલેન્ટાઇન ડેના દિવસે કર્યા લગ્ન, એક છે મિસ્ટર બોડી બિલ્ડર તો બીજી મોડલ

જુઓ લગ્નની તસવીરો : ટ્રાંસજેન્ડર કપલે વેલેન્ટાઇન ડે પર કર્યા લગ્ન, એક છે બોડી બિલ્ડર તો એક છે મોડલ

જો પ્રેમ સાતો હોય તો તે મંઝિલ સુધી પહોંચી જ જાય છે. પ્રેમની તો હજારો મિસાલ આપવામાં આવે છે, જ્યાં લોકો જાતિ-ધર્મથી ઉપર ઉઠી પોતાના પ્રેમને પસંદ કરે છે. હાલમાં જ 14 ફેબ્રુઆરીએ પ્રેમનો દિવસ હતો. વેલેન્ટાઇન ડે પર ઘણા લોકોએ તેમના ગમતા વ્યક્તિને પ્રપોઝ કર્યુ તો ઘણા લગ્નના બંધનમાં બંધાયા.

ત્યારે કેરળના પલક્કડથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો. અહીં રહેનાર એક ટ્રાંસજેન્ડર કપલ વેલેન્ટાઇન ડેના દિવસે લગ્નના બંધનમાં બંધાઇ ગયુ. ટ્રાંસજેન્ડર પ્રવીણનાથ અને રિશાના આયશૂ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા, તેઓએ સંબંધ વિશે ખુલાસો કર્યા બાદ તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

જણાવી દઇએ કે, પ્રવીણ બોડી બિલ્ડર છે અને ટ્રાંસજેન્ડર શ્રેણીમાં મિસ્ટર કેરલાનો ખિતાબ જીતી ચૂક્યો છે. ત્યાં રિશાના મિસ માલાબારનો ખિતાબ જીતી ચૂકી છે. શરૂઆતમાં બંનેના પરિવારોએ આ સંબંધનો વિરોધ કર્યો હતો પણ બાદમાં તેઓ લગ્ન માટે રાજી થઇ ગયા હતા. પ્રવીણ અને રિશાના થ્રિસૂરની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા.

પ્રવીણ જન્મ દરમિયાન છોકરી હતો પણ તેનામાં છોકરો બનવાની ચાહત હતી. એક સમયે તે શરીરથી પરેશાન થઇ આત્મહત્યા કરવા માગતો હતો,પણ તે બાદ તેનું બોડી ટ્રાન્સફોર્મેશન થયુ અને તે છોકરો બની ગયો. તે બાદ તેણે બોડી બિલ્ડિંગમાં નામ કમાવ્યુ અને તે કેરલાનો પહેલો ટ્રાંસજેન્ડર બોડી બિલ્ડર પણ છે.આવી જ એક બીજી કહાની કેરળના તિરુવનંતપુરમની પણ છે.

જેમાં એક ટ્રાંસ પ્રેમી જોડી વેલેન્ટાઇન ડે પર જ પોતાના પ્રેમનો જશ્ન મનાવતા લગ્નના બંધનમાં બંધાઇ ગઇ. શ્યામા એસ પ્રભા અને મનુ કાર્તિકના લગ્નમાં પરિવારજનો અને મિત્રોએ મળી ચાર-ચાંદ લગાવી દીધા. ત્રિશુરનો રહેવાસી મનુ કાર્તિક ટેક્નો પાર્કમાં એક આઇટી ફર્મમાં કામ કરે છે,

તિરુવનંતપુરમની મૂળ નિવાસી શ્યામા પ્રભા કેરળ સામાજિક ન્યાય વિભાગ અંતર્ગત ટ્રાંસજેન્ડર સેલમાં કાર્યરત છે. બંને એકબીજાના પ્રતિ પ્રેમને સ્વીકાર્યા બાદ લગ્નના બંધનમાં બંધાઇ ગયા. આ કપલે પૂરા રીતિ-રિવાજો સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા.

Shah Jina