કેરળમાં ગર્ભવતી હાથીણીને અનાનસ ખવડાવી અને મારી નાખવાના ગુન્હા હેઠળ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, આ ઘટાને આખા દેશને હચમચાવી દીધો હતો. પલલકડ જિલ્લામાં ગયા મહિને બનેલી આ ઘટનામાં બે મુખ્ય આઇપીઓની શોધખોળ હજુ ચાલુ છે. બુધવારના રોજ અધિકારીઓ આ વિષે જાણકારી આપી હતી.
Image Sourceબંને હાથણીઓના મૃત્યુ લગભગ એક રીતે જ થયા હતા. આ હાથણીઓને ફટાકડાથી ભરેલું ફળ ખવડાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે ફટાકડામાં રહેલા વિસ્ફોટકના કારણે તેમના જબડા ક્ષતિગ્રસ્ત થઇ ગયા. જેના કારણે તે ખાવામાં અસમર્થ હોવાના કારણે તેમનું મૃત્યુ થઇ ગયું હતું, જેમાંથી એક ઘટના એપ્રિલની છે,. જેમાં કોલમ જિલ્લાના પથાનપુરમ ફોરેસ્ટ રેન્જની હાથણીનું મૃત્યુ થયું હતું.બીજી ઘટના મે મહિનાની છે જેની અંદર સાઇલેન્ટ વેલી ફોરેસ્ટની એક હાથણીનું વેલ્લીયાર નદીમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

27 મેના રોજ વેલ્લીયાર નદીમાં પોતાનો જીવ ઘુમાવનારી એ હાથણીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તે ગર્ભવતી હતી. આ સમગ્ર મામલામાં કોલ્લમ જિલ્લાના વન અધિકારીઓ દ્વારા પથાનપુરમ મામલના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. હવે પકડાયેલા ત્રણેય આરોપીઓએ પોતાના જવાબ આપતા જણાવ્યું છે કે

તેમને ફટાકડા ભરેલું ફળ હાથણ માટે નહોતું રાખ્યું, તે તો હરણ અને ભૂંડને મારવા માટે આ રીતે વિસ્ફોટક ભરેલું ફળ મૂકીને જાળ બિછાવી હતી, પરંતુ ભૂલથી આ ફળ હાથણી ખાઈ ગઈ હતી.ગર્ભવતી હાથણીની હત્યામાં એક આરોપીને પાંચ જૂને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે હજુ પણ મુખ્ય બે આરોપીઓ ફરાર છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.