ફેસબુક પર મજાક કરવી પડી ગઇ ભારે, ત્રણ જણનાં કાળજું કંપાવનારાં મોત થયાં

સોશિયલ મીડિયા પર મજાક ઉડાવતા પહેલા સાવધાન: 3નો જીવ, સમગ્ર ઘટના જાણીને ટાંટિયા ધ્રુજવા લાગશે

ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવીને કોઈની સાથે ચેટ કરવી કેટલું જોખમી હોઈ શકે છે તે એક પરિવારની કહાની પરથી જાણવા મળે છે. ત્રણ મહિલાઓ આ સમગ્ર ઘટનાના પાત્રો હતી. ફેક પ્રોફાઈલ બનાવનારી બે મહિલાઓએ આત્મહત્યા કરી લીધી હતી. જે મહિલાની સાથે તે ફેક આઈડીથી ચેટિંગ કરી રહી હતી તેની પોલીસે તેના એક દિવસના નવજાત બાળકની હત્યાના આરોપમાં ધરપકડ કરી. આ વાસ્તવિક જીવનનું રહસ્ય શરૂ થાય છે, ગયા વર્ષે 5 જાન્યુઆરીએ, જ્યારે એક ખાડામાંથી એક દિવસના નવજાતનો મૃતદેહ મળ્યો. બાળકને ખાડામાં નાખવામાં આવ્યો અને ઉપરથી સૂકા પાંદડાઓથી ઢાંકવામાં આવ્યો.

રેશમા

પોલીસે આ મામલે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે જે ખુલાસો કર્યો છે તે ઘણો જ ચોંકાવનારો છે. વિષ્ણુ નામના વ્યક્તિના પરિવારની બે યુવતીઓ જેનું નામ આર્યા અને ગ્રીષ્મા છે, તેણે ‘અનન્થુ’ નામથી ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવ્યું. આર્યા વિષ્ણુની ભાભી હતી અને ગ્રીષ્મા સંબંધમાં તેની ભત્રીજી હતી. વિષ્ણુની પત્નીનું નામ રેશ્મા છે. આર્યા અને ગ્રીષ્માએ ‘અનન્થુ’ નામની ફેક પ્રોફાઇલ બનાવીને રેશ્મા સાથે ચેટ કરવાનું શરૂ કર્યું. લગભગ દોઢ વર્ષ સુધી આ ચેટિંગ ચાલી. રેશ્મા હંમેશા સમજતી હતી કે ‘અનન્થુ’ એક માણસ છે અને તેની સાથે મિત્રતા કરવા માંગે છે.

ગ્રીષ્મા અને આર્યા

રેશ્મા પર ‘અનન્થુ’નો રંગ એટલો ઊંડો ઉતરી ગયો કે તેણે પોતાના પતિ વિષ્ણુને છોડીને તેની સાથે સ્થાયી થવાનું નક્કી કર્યું. પણ રેશ્માના ગર્ભમાં વિષ્ણુની નિશાની હતી. પોલીસના જણાવ્યા અનુસાર બાળકનો જન્મ થતાં જ રેશ્માએ તેને એક ખાડામાં દાટી દીધો અને તેને પાંદડાથી ઢાંકી દીધો. તેણે આ બધું એટલા માટે કર્યું કે ‘અનન્થુ’ સાથે સેટલ થવામાં કોઈ તકલીફ ન પડે. ‘અનન્થુ’ જેને તે ક્યારેય મળી ન હતી, તે ફેસબુક પર ફેક પ્રોફાઈલવાળા આઈડી પર ચેટ કરતી વખતે જ તેના પ્રેમમાં પડી હતી. પોલીસ સમક્ષ કબૂલાત કર્યા બાદ રેશ્માની 22 જૂને ધરપકડ કરવામાં આવી હતી.

ગ્રીષ્મા

વૈજ્ઞાનિક તપાસ બાદ પોલીસ આ મામલામાં 22 વર્ષની રેશ્મા સુધી પહોંચી હતી. રેશ્માએ કબૂલ કર્યુ હતુ કે તેણે તેના બાળકને જમીનમાં દાટી દીધું હતું. રેશ્માએ પોલીસને જણાવ્યું કે તેણે આ બધું ‘અનન્થુ’ સાથે સેટલ થવા માટે કર્યું હતું. રેશ્માને ખબર ન હતી કે તેના ઘરના જ બે સભ્યો તેની સાથે ફેક આઈડી વડે વાત કરતા હતા. ત્યારપછી પોલીસે ‘અનન્થુ’ની શોધ શરૂ કરી. આ માટે ઓછામાં ઓછા 200 ફેસબુક એકાઉન્ટ સર્ચ કરવામાં આવ્યા હતા.

આર્યા

જ્યારે ગ્રીષ્મા અને આર્યાને પોલીસની આ શોધ વિશે ખબર પડી તો તેઓએ ડરને કારણે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા પહેલા તેઓ ગુમ થઇ ગયા હતા અને તે પહેલા ગ્રીષ્માએ એક મિત્રને ફોન પર જણાવ્યું હતું કે ફેક પ્રોફાઈલ દ્વારા રેશ્મા સાથે શું કર્યુ હતું. તે પછી મિત્રએ ગ્રીષ્માને ઘણી વખત ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. પોલીસે આ મિત્રનું નિવેદન પણ નોંધ્યું છે. જણાવી દઇએ કે, આ કિસ્સો કેરળના કોલ્લમમાં કલ્લુવાથુક્કલનો છે.

Shah Jina