પૈસાની કમીને કારણે છોડી સ્કૂલ, બીડી બનાવી ગુજાર્યુ બાળપણ, ભારતના પટેલ સાહેબ બન્યા અમેરિકામાં જજ

બીડી બનાવનાર પટેલ સાહેબની કહાની: બીડી બનાવી મજૂરી કરનાર વ્યક્તિ અમેરિકામાં બન્યો જજ

કહેવાય છે કે ઇરાદા નેક હોય અને મહેનત સાચી લગનથી કરો તો સફળતા જરૂર મળે છે. આવું જ એક ઉદાહરણ હાલ સામે આવ્યુ છે. અમેરિકામાં વસેલા કેરળના સુરેન્દ્રન કે પટેલે ટેક્સાસના ફોર્ટ બેંડ કાઉંટીમાં 240માં ન્યાયિક જિલ્લા ન્યાયાલયના ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી છે. 51 વર્ષિય સુરેન્દ્રન કે પટેલની સફળતાની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે. પરંતુ તેમણે દ્રઢ સંકલ્પ, મહેનત અને ઇચ્છા શક્તિથી આ પદને હાંસિલ કર્યુ. સુરેન્દ્રન કે પટેલ ચૂંટણીના પહેલા દૌરમાં સિટિંગ જજને હરાવી અમેરિકામાં ડિસ્ટ્રિક્ટ જજ બનનાર પહેલા ભારતીય મૂળના છે. એક ગરીબ મજૂર પરિવારમાં જન્મેલા સુરેન્દ્રન કે પટેલની સક્સેસ સ્ટોરી કોઇ ફિલ્મ જેવી લાગે છે.

સુરેન્દ્રન કે પટેલનો જન્મ કેરળના કાસરગોડમાં એક દિહાડી મજૂરના ઘરમાં થયો હતો. સુરેન્દ્રનનું બાળપણ ઘણી ગરીબીમાં વીત્યુ. તે બહેન સાથે બીડી બનાવવાનું કામ કરતા હતા. ઘરની હાલત ખરાબ થવાને કારણે તેમણે 10માં પછી અભ્યાસ પણ છોડી દીધો હતો અને ફુલ ટાઇમ બીડી મજૂર બની ગયા. અભ્યાસમાં એક વર્ષના બ્રેક બાદ તેમણે ફરી અભ્યાસ શરૂ કર્યો. તેમનું એડમિશ ઇકે નાયનાર મેમોરિયલ ગર્વમેન્ટ કોલેજમાં થયુ. તે બાદ પણ તેમણે ગુજારો કરવા બીડી બનાવવાનું કામ કર્યુ. આ કારણે કોલેજમાં તેમની અટેંડેંસ પૂરી ન થઇ અને તેમને પરીક્ષામાં બેસવાની અનુમતિ ન આપવામાં આવી.

પરંતુ તે બાદ તેમણે કોલેજના ટીચર્સ પાસે પરીક્ષામાં બેસવાની અનુમતિ માગી. સુરેન્દ્રન પટેલ કહે છે કે જો તે કોલેજના ટીચર્સને કહેતા કે તે બીડી બનાવનાર મજૂર છે, તો ટીચર્સના મનમાં તેમના માટે સહાનુભૂતિ હોતી. તેણે આ વિશે વાત કરતા કહ્યુ કે, જો પરીક્ષામાં મારા સારા નંબર નહિ આવે તો હું અભ્યાસ છોડી દઇશ. જો કે, જ્યારે રિઝલ્ટ આવ્યુ તો ત્યારે તે ટોપર હતા. તે બાદ ટીચર્સે તેમને ઘણો સપોર્ટ કર્યો અને આ કારણે તેમણે ગ્રેજ્યુએશનમાં પણ ટોપ કર્યુ. 1995માં સુરેન્દ્રન રટેલે લોની ડિગ્રી પ્રાપ્ત કરી અને એક વર્ષ બાદ કેરળના હોસદુર્ગમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યુ. તેમના કામે તેમને ખ્યાતિ અપાવી.

તે બાદ તેમણે નવી દિલ્લીમાં સુપ્રીમ કોર્ટમાં કામ કરવાનું શરૂ કરી દીધુ.તેમની પત્ની એક નર્સ હતી. જેને વર્ષ 2007માં અમેરિકામાં પ્રસિદ્ધ હોસ્પિટલમાં નોકરી મળી ગઇ. સુરેન્દ્રન પત્ની અને દીકરી સાથે હ્યુસ્ટન ચાલ્યા ગયા, ત્યારે સુરેન્દ્રન પાસે નોકરી નહોતી. હ્યુસ્ટન પહોંચ્યા બાદ તેઓ ખાલી હાથે હતા. તેમની પત્નીની નાઇટ શિફ્ટ હતી અને ઘરની પૂરી જવાબદારી પણ તેમના પર આવી ગઇ. તેમણે પત્નીને પૂરો સપોર્ટ કર્યો પણ ખાલી બેસી રહેવુ તેમને બરાબર ન લાગ્યુ, આ માટે તેમણે કામ કરવાનું વિચાર્યુ. તેમને સેલ્સમેનનું કામ મળ્યુ. ભારતની સૌથી મોટી અદાલતમાં 10 વર્ષ વકીલાત કરવાવાળા વકીલે અમેરિકામાં સેલ્સમેન તરીકે કામ કર્યુ.

પણ આવું ક્યાં સુધી ચાલતુ. તેમને કાળો કોટ પાછો જોઇતો હતો. જે બાદ તેમણે અમેરિકામાં વકાલતની સંભાવના તલાશી અને આ માટે તેમણે અમેરિકી બાર પરીક્ષા આપી. પહેલીવારમાં જ તે પાસ થઇ ગયા અને તે બાદ તેમણે ઇન્ટરવ્યુ આપવા માટે ઘણી જગ્યાએ અપ્લાય કર્યુ. પણ કોલ ક્યાંયથી ના આવ્યો. તેમણે હાર ન માની. તેમણે અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ લોના અભ્યાસ માટે એડમિશન લીધુ. 2011માં તેઓ પાસઆઉટ થયા અને પછી તેમણે અમેરિકામાં વકાલત શરૂ કરી દીધી. 2017માં તેમને અમેરિકાની નાગરિકતા મળી ગઇ.

તેમણે 2020માં પહેલીવાર જજ બનવા માટે કિસ્મત અજમાવી, પણ સફળતા ન મળી. 2022માં તેમણે ફરીવાર જજ બનવાની ખ્વાહિશ જતાવી. પહેલી લડાઇ પાર્ટીના અંદર હતી. તેમને કેન્ડિડેટ બનવા માટે ડેમોક્રેટિક પાર્ટીના સિટીંગ જજ સામે પોતાને સારા સાબિત કરવાના હતા. તેમણે કૈંપેન ચલાવ્યુ. તેઓ ડેમોક્રેટિક કેન્ડિડેટ બન્યા અને અમેરિકાના ટેક્સાસની અદાલતમાં ભારતીય મૂળના જજના રૂપમાં તેમણે પોતાને સાબિત કર્યા.

Shah Jina