અધૂરુ રહી ગયુ ડોક્ટર બનવાનું સપનું, દહેજના દબાણમાં મહિલા ડોક્ટરે કર્યો આપઘાત

કેરળમાં ડોક્ટરની આત્મહત્યા, દહેજમાં BMW ન મળવા પર બોયફ્રેન્ડે તોડ્યા હતા લગ્ન

બધા પૈસા ઇચ્છે છે, લખી ડોક્ટરે આપી દીધો જીવ, થવાવાળા પતિએ માગ્યુ હતુ મોટુ દહેજ

Kerala Doctor Suicide Case : આજે આપણે ભલે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, તો પણ દહેજ જેવી કુપ્રથા અને તેના સાથે જોડાયેલ હત્યા, આત્મહત્યાના મામલા આજે પણ જોવા મળી રહ્યા છે. હેરાની વાત તો એ છે કે આમાં ભણેલા ગણેલા લોકો પણ સામેલ છે. આવો જ એક મામલો સામે આવ્યો, જેમાં 26 વર્ષિય ડોક્ટરના ઘરે શરણાઇ વાગવાની હતી, બોયફ્રેન્ડ સાથે લગ્ન માટે પરિવાર પણ રાજી થઇ ગયો હતો. બધુ જ ઠીક ચાલી રહ્યુ હતુ, પણ અચાનક લગ્ન તૂટી ગયા. કારણ હતુ દહેજની માગ પૂરી ન થવી.

દહેજના દબાણમાં ડોક્ટરનો આપઘાત

ત્યારે આનો આઘાત ડોક્ટરને એવો લાગ્યો કે તેણે પોતાનો જીવ આપી દીધો. આ મામલો કેરળના તિરુવનંતપુરમનો છે. શહાના તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વખતે ડોક્ટરી શીખી રહી હતી. 5 ડિસેમ્બરે તે જ્યાં ભાડે રહેતી હતી તે મકાનમાંથી તેની લાશ મળી આવી. શહાનાની આત્મહત્યા બાદ પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તેના બોયફ્રેન્ડ સાથે તેના લગ્ન નક્કી હતા. પરંતુ ત્યારબાદ છોકરા તરફથી દહેજની માંગ કરવામાં આવી, જે શહાનાનો પરિવાર પુરો કરી શક્યો નહિ અને તેના લગ્ન તૂટી ગયા.

છોકરા પક્ષે સોનું અને જમીન સાથે માગી BMW

આ કારણથી શહાનાએ પોતાનો જીવ આપી દીધો. શહાનાના પરિવારના જણાવ્યા અનુસાર છોકરાના પક્ષે સોનું, જમીન તેમજ BMW કાર માંગી હતી. પરંતુ જ્યારે પરિવારે આ માંગ પૂરી કરવાનો ઇનકાર કર્યો ત્યારે છોકરાએ સંબંધ તોડી નાખ્યો. જે છોકરા પર આ આરોપ લગાવવામાં આવ્યો છે તે મેડિકલ પીજી ડોક્ટર્સ એસોસિએશનનો પ્રતિનિધિ છે. તેનું નામ ડો.રૂવાઈઝ છે.

આરોપી ડો.રૂવાઈઝની કરવામાં આવી ધરપકડ 

શહાનાના પિતા મધ્ય પૂર્વમાં કામ કરતા હતા, જેમનું તાજેતરમાં નિધન થયું હતું. હાલ તો પોલીસે અકુદરતી મોતનો કેસ નોંધ્યો છે. આ સાથે આરોપી ડો.રૂવાઈઝની પણ ધરપકડ કરવામાં આવી છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરશે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી હતી, જેમાં લખ્યું છે કે દરેકને પૈસા જોઈએ છે, પૈસા બધી વસ્તુ જીતી લે છે.

Shah Jina