લેખકની કલમે

કેમ મારી સાથે જ આવું થાય છે ? એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન કેટલી વાર નિષ્ફળતાને પચાવી શકે છે ?? જતું કરવાની ભાવના શું ક્યારેક માણસને નબળો બનાવી દે છે

કેમ મારી સાથે જ આવું થાય છે ? એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન કેટલી વાર નિષ્ફળતાને પચાવી શકે છે ?? જતું કરવાની ભાવના શું ક્યારેક માણસને નબળો બનાવી દે છે

ચાલી જશે , ફાવી જશે, બધું જ બરાબર થઈ જશે એવી આશા રાખતો માણસ શું ખરેખર કોમ્પ્રોમાઇઝ ના ચક્કરમાં પોતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે .પોતાના પ્રત્યે માન પણ ગુમાવી બેસે છે ? કેમ કે સમય સાથે લોકોને પણ આવા વ્યક્તિઓ માટે બહુ માન રહેતું નથી અને લોકો સમજે છે કે આ વ્યક્તિને તો બધું જ ચાલશે.

જ્યારે વાસ્તવિકતા તો એવી હોય છે કે એ વ્યક્તિ ,
લોકો માટે બધું જ કરી છૂટવા તૈયાર હોય છે , પોતાની નિષ્ફળતાને પણ પચાવવા એક સમયે તૈયાર થઈ જાય છે. લોકો માટે કોમ્પ્રોમાઇઝ કરે છે અને લોકો સમજે છે કે આ માણસ તો આવો જ છે આને તો બધું જ ચાલશે અાને માટે કંઈ સ્પેશિયલ કરવાની જરૂર નથી.

વાત છે એક ગામડાંની,

ઘંટના નાદથી સમગ્ર વાતાવરણ એકદમ પ્રફુલ્લિત થઈ ગયું હતું. ઓમ નમ: શિવાય, ઓમ નમ: શિવાય ના મંત્રોચ્ચાર કરી રહેલી સુરેખા આજે કંઈક ટેન્શનન માં લાગતી હતી.

” શું થયું આજે બેટા, કેમ ચિંતામાં લાગે છે ? બોલ આજે ભગવાનને શુ સંદેશો આપવાનો છે ? શું પ્રાર્થના કરવાની છે ? ” પૂજારીએ સુરેખાને પૂછ્યું.

સુરેખા માથું ઉપર કરી ને , થોડી શંકા સાથે બોલી,

” કંઈ નહીં પૂજારીજી, ભગવાનને બધી ખબર જ છે ને. ”

આટલું કહી ઉદાસ ચહેરે તે મંદિરની બહાર નીકળી. મંદિરની બહાર તે જયારે ચપ્પલ પહેરી રહી હતી ત્યારે તેને શોભના કાકી મળ્યા.
“શું થયું સુરેખા ” કાકી બોલ્યા.

કંઈ નથી થયું કાકી એટલું કહી સુરેખા તેના ઘર તરફ આગળ વધી.

“કેટલા દિવસના મહેમાન છો તમે સુરેખાબેન હવે”
ઘરના આંગણામાં પ્રવેશ કરતાંની સાથે જ ભાભી અે પૂછ્યું.

આંખમાં આંસુ સાથે રડતા રડતા સુરેખા પોતાના રૂમમાં ગઈ. આંસુ લૂછીને મોઢુ ઉંચુ કરીને જ્યારે તેણે અરીસામાં જોયું, તો બોલી ઉઠી કે શું કુદરત ના ભૂલના લીધે હું સજા ભોગવી રહી છું?


ચહેરાના કલરની પાછળ ના સ્વભાવની સુંદરતા કોઈ નથી જોઇ ??

કેમ ચહેરાના રંગની પાછળ છુપાયેલા સ્વભાવને કોઈ નથી જોઇ શકતું???
કેમ હું મારા શ્યામ વર્ણ ને લીધે આટલી બધી યાતનાઓ ભોગવી રહી છું કેમ લોકો મને અવગણી રહ્યા છે.

જ્યારે પણ હું સ્કૂલમાં હતી ત્યારે મારી સાથે પણ
ભેદભાવ થતો હતો.
જયારે કોઈ નાટકમાં કે નૃત્યમાં હરીફાઈ યોજવામાં આવતી હતી ત્યારે
સ્ટેજ ઉપર મને એકદમ ખૂણામાં ઊભી રાખવામાં આવતી હતી કેમ કદરૂપાં રૂપને કારણે કે મારા શ્યામ વર્ણ લીધે??

જ્યારે મોટી થઇ ત્યારે છોકરાઓ જોવાની શરૂઆત થઈ ત્યારે પહેલો પ્રશ્ન જ આવ્યો કે છોકરી શ્યામ વર્ણની છે એટલા માટે છોકરો પણ શ્યામ વર્ણનો જ શોધજો.

અને વાસ્તવિકતા પણ એવી જ હતી ગોરા છોકરાઓ સુરેખાને પસંદ કરવામાં ખચકાતા હતા.

પણ આમાં તેનો શું વાંક હતો. છોકરીને રૂપ તો હોવું જ જોઈએ અને રંગ પણ હોવો જોઈએ એવી માન્યતા ધરાવતા સમાજમાં સ્વભાવની કેમ મહત્વ અપાતું નથી આ પ્રશ્ન વારંવાર સુરેખાના મનમાં ચાલી રહ્યો હતો.

સુરેખા ભણવામાં ખૂબ હોશિયાર હતી તેણ એમ.ઈ અભ્યાસ કર્યો હતો છોકરાવાળા જોવા આવવાના હતા. 10 મિનીટ સુધી વાતો ચાલી. સુરેખા નો અભ્યાસક્રમ વધારે હતો અને છોકરો ખૂબ જ ઓછું ભણેલો હતો છતા પણ છોકરી વાળા તરફથી અને છોકરાવાળા તરફથી પણ હા આવી હતી.

પછી રાકેશ અને સુરેખા ફોન ઉપર વાતો કરવા માંડ્યાં.
સંબંધની ઉંમર બે દિવસથી થઈ હતી , બે દિવસ ની વાતો કર્યા પછી , પોતાની ઇચ્છાથી રાકેશે હા પાડી ન હોવાની વાત રાકેશે સુરેખાને કહી.
સુરેખાએ પૂછ્યું કે રાકેશ તને મારામાં શું ગમ્યું હતું કે તે મને હા પાડી. રાકેશે ત્યારે ખુલાસો કર્યો અને પોતાના માતા-પિતાના દબાણમાં આવીને હા પાડયા હોવાની વાત કરી. ..

પછી સુરેખા નિરાશ થઈને ફોન મૂકી દીધો અને ત્યારપછી રાકેશ વાત કરવાનું બંધ કરી દીધું..

ત્યાર પછી સમાજ વાળાએ બીજો છોકરો બતાવ્યો સુરેખા માટે..
એ છોકરાએ પણ સુરેખા જોડે બે-ત્રણ દિવસ બાદ વાત કરીને ના પાડી દીધી..

જ્યારે છોકરા ને કારણ પૂછવામાં આવે ત્યારે તેને એક જ કારણ કહયું મને તારા શ્યામ વર્ણથી પ્રોબ્લેમ છે.

પછી બાજુમાં રહેતા કોકિલાબેને એક છોકરો બતાવ્યો.
તે છોકરો ઉંમરમાં ખૂબ જ મોટો હતો. છોકરાવાળા સુરેખા જોડે લગ્ન કરવા માટે હા પાડી દીધી. સુરેખા ના લગ્ન તો થઈ ગયા. પણ તેને નથી ખબર કે તેની જોડે શું થઇ રહ્યું છે. તેને સાસરીવાળા તેની જોડે કામવાળી જેવુ વર્તન કરતા હતા. આખો દિવસ સુરેખા જોડે કામ કરાવતા હતા. તેનો પતિ પણ સુરેખાની એક પણ વાત માનવા તૈયાર નહોતો.

તે કહેતો હતો કે તારે અહીં રહેવું હોય તો બધા કહે છે એમ કરવું પડશે. તને ખબર છે ને તેને પસંદ કરવામાં મે કેટલું બધું જતુ કર્યું છે. વારંવાર એ સુરેખાને અહેસાસ કરાવતો કે દેખાવ નથી તારામાં, સુંદરતા નથી અને છતાં પણ મે તને હા પાડી છે તો થોડુ તો સમજ. મારે તારી કોઈ જરૂર નથી, પરાણે સુરેખાએ એક વરસ કાઢ્યું. એક વર્ષમાં કોઈપણ સુધરા ન થતા,

સુરેખા કંટાળી ને તેના માતા-પિતાના ઘરે ચાલી ગઈ. પરંતુ સમાજ નાં અને ગામલોકોની પંચાતથી સુરેખા કંટાળી ગઈ જ હતી. “દિકરીતો સાસરે જ શોભે. તારે પાછું કયારે જવાનું છે સાસરીમાં” આવા બધા પ્રશ્નથી તે કંટાળી ગઈ હતી.

સમાજ કેમ નથી સમજી રહ્યાે કે સુંદરતા શું જીવનભર ચાલશે. વીસ થી ત્રીસ વરસની ઉંમરે દેખાતી યુવાની શું જિંદગીભર રહેશે ??

સુરેખાના પતિએ સમજી ના શક્યો એ જ્યારે ૬૦ વર્ષ થશે ત્યારે પોતાની આંખો પણ ઊંડી જતી રહી હશે, મોઢા ઉપર કરચલી પડી ગઈ હશે. અત્યારે યુવાની નું અને પોતાના ચહેરાનું ઘમંડી કરી રહેલો સુરેખાનો પતિ,

જો પોતાનું ઘડપણ યાદ કરે તો તરત જ આ છોકરીમાં એનો સ્વભાવ જોશે , રૂપ-રંગ નહીં. ઘરડા ઘડપણ માં તેની કોણ સેવા કરશે? તેનો કોણ સાથ આપશે?
ઘડપણમાં જ્યારે પગ નહીં ચાલે ત્યારે તેનો ટેકો ત્યારે તેની લાકડી કોણ બનશે? આ બધાનો જવાબ સુરેખા હતી . પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ જ સુખ દુઃખના સમયમાં સાથે હોય છે.

૬૦ વર્ષના થયા પછી સુંદરતા નહીં સ્વભાવ નું મહત્વ હોય છે. છોકરીએ આપેલા બલીદાનનું મહત્વ હોય છે.કે ઘર માટે સંસાર માટે કેટલું બધું કરે છે તેની વેલ્યુ થાય છે. ખરેખર સુરેખાની હથેળીમાં સુખની રેખાના હોય એવું લાગતું હતું.

પછી સુરેખા એક અનાથ આશ્રમ માં લોકોની સેવા કરવા માટે જતી રહી. હવે નાના છોકરાઓની સેવા , તેમનું ભરણપોષણ અે સુરેખા ના જીવનનો હેતુ બની ગયો હતો.

અનાથ છોકરાઓને માં મળી ગઈ , અને અર્જુનને આંખ મળી ગઈ.

એ નાના બાળકો સુરેખા ને કેટલો બધો પ્રેમ કરતા હતા. સુરેખા એમની ખૂબ સેવા કરતી હતી , બધી જ જરૂરિયાત પૂરી કરતી હતી.

સુરેખા જ્યારે એક બે દિવસ માટે પોતાના માતા-પિતાના ઘરે આવે ત્યારે ,
જેમ છોકરીને વિદાય વેળાએ મા-બાપ રડતા હોય તેવી જ રીતે આ બધા જ અનાથાશ્રમના છોકરાઓ રડતા અને બોલતા કે માં જલ્દી આવજો.

ચાલીસ વરસ પછી, સમાજ કે જે સુરેખા નું અપમાન કરી રહ્યો હતો , એને મહેણા મારી રહ્યો હતો , તે જ સમાજે હવે સુરેખાએ પોતાનું આખું જીવન અનાથાશ્રમ ને સમર્પિત કર્યું એ બદલ આજે એવોર્ડ આપી રહ્યા હતા.

સુરેખા ને પૂછીએ કે તને નથી લાગતું કે તારા ગ્રહો બરાબર નથી ચાલી રહ્યા આટલો સારો સ્વભાવ છે અને છતાં પણ આવું થયું જીવનમાં તારી સાથે, સુરેખા બોલી ઊઠતી..

નસીબ ની રેખા મારા હાથ માં નથી. પણ જીવની રેખા બનાવતા આવડે છે. નસીબ આપણે જ લખવા નું છે આપણું.
ગમતું હોઈ તેની પાછળ દોડવું અને મળેલું છે તેને ગમતું કરવું અે પણ જરુરી છે.

લેખક – નિરાલી હર્ષિત

તમે આ લેખ ‘GujjuRocks’ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર