રસોઈ

હવે ફરાળ હોય ત્યારે ઘરે જ બનાવો કેળાની વેફર, એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ….

મોટાભાગના ઘરોમાં ઉપવાસ હોય ત્યારે બહારથી જ પેકેટની વેફર લાવતા હોય છે, પણ એ ખ્યાલ નથી હોતો કે નફો મેળવવા એ વેફર હલકી ગુણવતાવાળા તેલમાં બનાવવામાં આવેલી હોય છે. તો ચાલો આજે ઘરે જ શીખો ફટાફટ બની જતી કેળાની વેફર બનાવતા એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથે..

સામગ્રી

  • કાચા કેળા ૫ નંગ
  • તેલ તળવા માટે
  • ચિપ્સ પાડવા માટે છીણી
  • મરી પાવડર
  • સંધો મીઠું

રીત

૧ સૌ પ્રથમ કાચા કેળા ની છાલ કાઢી નાખો બધી એક સાથે નાઈ કાઢવી નઈ તો કેળા કાળા પડી જશે અને વેફળ કડક નઈ થાય જેમ જેમ તળો એમ એની છાલ ઉતારો

૨ તેલ ગરમ થાય એટલે ગરમ ગરમ તેલ માં જ ચિપ્સ પાડો અને ચિપ્સ એડ કર્યા પછી એને ૫ મિનિટ એમજ તળવા દો૩ જ્યાં સુધી તળાઈ ને બેસી ના જાય ત્યાં સુધી તળવા દો. અને પછી એને કાઢી લો અને તમારે ઉપવાસ માટે વાપરવી હોઈ તો એમાં સંધો મીઠું અને મરી પાવડર એડ કરો. ૫ તૈયાર છે આપડી કેળા ની વેફર અને આ વેફર ને ઉપવાસ માં નાસ્તા માં તમારા બાળકો માટે વાપરી શકો છો.

૬ જો ઉપવાસ માટે ના વાપરવી હોઈ તો તમે એમાં મીઠું આમચૂર પાવડર અને સંચર લાલમરચું એડ કરી ને પણ ખાઈ શકાય

નોંધ: કેળા ની વેફર ની ચિપ્સ ગરમ તેલ માં જ તરત જ ટાળી લેવી નઈ તો એ ક્રિસ્પય નઈ થાય અને છાલ કાઢી ને મૂકી રાખવું નઈ અને ખાસ ધ્યાન રાખવું. 

રેસીપીનો આખો વિડીયો જોવા માટે નીચે ક્લિક કરો :

Please Subscribe our channel: https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો આપણું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ