રસોઈ

આજે બનાવો કેળાની છાલનું સ્વાદિષ્ટ ને પૌષ્ટિક શાક રેસિપી …

મિત્રો તમે ઘણી જાતનાં શાક ખાધા હશે. કેળા તો તમે બહુ ખાધ‍ા હશે પણ શું તમને ખબર છે કેળાની છાલ પણ એટલી જ ગુણકારી છે અને તેમાંથી પણ સ્વાદિષ્ટ શાક બનાંવી શકાય છે. તો ચલો જાણીએ કેળાનાં છાલ ની રેસિપિ.

સામગ્રી

 • કેળાની છાલ – જરૂર મુજબ
 • ચણાંનો લોટ – ૨૦૦ ગ્રામ
 • મીઠા લીમડાના પાન – વઘાર માટે
 • હળદર – સ્વાદાનુસાર
 • ધાણાજીરુ – સ્વાદાનુસાર
 • મરચુ – સ્વાદાનુસાર
 • મીઠું – સ્વાદાનુસાર
 • ગરમ મસાલો – સ્વાદાનુસાર
 • તેલ – વઘાર માટે
 • રાઈ – વધાર માટે
 • જીરુ – વઘાર માટે
 • ડુંગળી ની પેસ્ટ -એક નાનો બાઉલ
 • ટમેટા ની પેસ્ટ – એક નાનો બાઉલ
 • આદુ મરચા ની પેસ્ટ – જરૂર મુજબ

રીત

સૌ પ્રથમ કેળાની છાલ ને ઝીણી સમારી લો.

ત્યારબાદ એક કડાઇ લો. તેમાં તેલ ઉમેરો. તેમાં જીરું, રાઇ, મીઠા લીમડા નાં પાન ઉમેરી વઘાર કરો.

હવે તેમાં ડુંગળી ની પેસ્ટ, ટામેટા ની પેસ્ટ અને આદુ મરચાં ની પેસ્ટ નાંખી સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કેળાની છાલ ઉમેરો અને ચડવા દો. ૫ ૧૦ મિનિટ પછી તેમાં ચણાંનો લોટ ઉમેરો. હવે તેમાં એકદમ થોડુ જ પાણી ઉમેરો.

પાણી શાક ચડે એટલુ જ નાંખવુ વધુ નહી. હવે તેને ચડવા દો. અને હલાવી નાંખો. જ્યારે લોટ છુટો પડવા માંડે ત્યારે સમજવુ કે શાક ચડી ગયુ છે.

અને રેડી છે કેળાની છાલ નુ શાક. તો આજે જ બનાંવો.

લેખક – બંસરી પંડ્યા ” અનામિકા ”

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ