ખબર

રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું આ વેબ સિરીઝનું ટ્રેલર, તમે પણ જોઈને બૂમ પાડી જશો

પ્રથમ બે સીઝનની મોટી સફળતા બાદ ALTBalaji અને Zee5 લોકપ્રિય સીરિઝ ‘કેહને કો હમસફર હૈ 3’ની ત્રીજી સીઝનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

આ સીરિઝની લોકપ્રિયતા પહેલી બંને સીઝન કરતા વધી છે અને હિટ સાબિત થઇ છે. આ શો પરિણીત રોનીત રોય અને મોના સિંહની લવ સ્ટોરી છે. આ શો સંબંધો વચ્ચેની સાચી અને ખોટી કહાની જણાવે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, એક્ટર રોનિત રોય કહ્યું હતું કે, “મને લાગ્યું કે આ શો દર્શકોને જરૂર ગમશે, પરંતુ આટલી મોટી સફળતાની કલ્પના ક્યારેય નહોતી કરી કરી.

દર્શકોએ પ્રથમ બે સીઝન માટે પ્રેમ વરસાવતા જ આ ત્રીજી સીરિઝ શક્ય બની એ માટે હું દર્શકોનો આભારી છું. મારા દર્શકોને હું એ કહેવા માંગુ છું કે ચોંકાવનારા ખુલાસા સાથે ત્રીજી સીઝન માટે તૈયાર થઈ જાઓ.

સિલ્વર સાથે ગ્રેના બધા જ શેડ્સ જુઓ. આશા છે કે અમને શૂટિંગમાં જેટલી મજા આવી એટલી જ મજા તમને આ સિરીઝ જોતી વખતે આવશે.  ગુરદીપ કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સીઝનમાં દર્શકોને નવી પૂનમ અને તેના ઘણા નવા રૂપરંગ જોવા મળશે. હું બહુ જ ખુશ છું કે,

મેં એક ભૂમિકા ભજવી છે જે ત્રણ સીઝનમાં ખૂબ બદલાઈ ગઈ છે. આ શોમાં ફરી એકવાર સંબંધો અને ભાવનાઓ સાથે એવી રીતે વ્યવહાર થયો છે કે મને ખાતરી છે કે દર્શકો પસંદ કરશે. આ સિરીઝ 6 જૂનથી પ્રસારિત કરવામાં આવશે.

જુઓ ટ્રેલર