જ્યોતિષ શાસ્ત્ર

પર્સમાં આ 7 વસ્તુઓ રાખવાથી જીવનમાં આવશે આર્થિક તકલીફો, જો જો તમે આ ભૂલ ન કરતા

આજકાલના મોટા ભાગના લોકો પૈસા પર્સ અને વોલેટમાં જ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે પર્સ અને વોલેટમાં પૈસા રાખવાએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાભકારી નથી માનવામાં આવતું. પર્સ અને વોલેટમાં પૈસા રાખવાથી કેટલાક પ્રકારનું નુકશાન ભોગવવું પડે છે. એટલું જ નહીં લોકો પૈસા પર્સ અથવા વોલેટમાં રાખવાથી દુઃખી પણ થાય છે. અમુક લોકો પર્સમાં પૈસાની જગ્યાએ જે તે વસ્તુઓ નાખીને તેને પર્સ અને વોલેટને કચરાપેટી બનાવી રાખે છે.

Image Source

આપણે ઘણી વાર જોતા હોય છે  કે, લોકો પર્સમાં નકામા કાગળ રાખે છે. આ સિવાય  પણ ઘણી એવી વસ્તુઓ મૂકે છે જે પર્સમાં મુકવી જ ન જોઈએ. આ ખરાબ આદતના કારણે જ લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

 તો ચાલો જણાવીએ કે પર્સમાં ધનની વૃદ્ધિ માટે શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ.

ચાવી:

Image Source

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, પર્સમાં ચાવી ન રાખવી જોઈએ. પર્સમાં ચાવી રાખવાથી આર્થિક તંગી થાય છે. પર્સમાં કોઈ પણ પ્રકારની ચાવી ન રાખવી  જોઈએ પછી એ ઘરની હોય કે ઑફિસની હોય. જે પણ વ્યક્તિ પર્સમાં ચાવી રાખે તો તેને જીવન ભાર આર્થિક તંગીનો સામનો કરવો પડશે.

બિલ અથવા જરૂરી કાગળ:

Image Source

કાયમ તમે જોયું હશે કે લોકો પોતાના પર્સમાં બિલની રસીદ રાખે છે. પર્સમાં બિલ અથવા પેમેન્ટની રસીદ ન રાખવી જોઈએ. પર્સમાં તમે બિલ અથવા પેમેન્ટ રસીદ રાખો તો નકારાત્મકતામાં વધારો થાય છે. પર્સમાં ક્યારેય પૈસા સાથે બિલની રસીદ મુકાવી નહીં.

ઓશિકા પાસે ન રાખવું:

Image Source

વાસ્તુશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ઓશિકા પાસે ક્યારેય પર્સ રાખવું નહીં. એટલું જ નહીં પર્સને રાતે ઊંધતા સમયે પલંગ પાસે ન રાખવું જોઈએ. આવું કરવાથી તમને આર્થિક તકલીફોનો સામનો કરો પડશે. વાસ્તુવિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવું છે ફાટેલું પર્સ પણ વાપરવું ન જોઈએ.

ઉધારની રકમ:

Image Source

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે પર્સમાં ક્યારેય પણ ઉધારના પૈસા ન રાખવા જોઈએ. જો તમે કોઈ પાસે ઉધાર લો છે અને તને પાછું ચૂકવી દો છે તો આ ઉધાર લીધેલી રકમ ક્યારેય પોતાના પર્સમાં ન રાખવી જોઈએ. આટલું જ નહીં પણ ઉધારના વ્યાજની રકમ પણ પર્સમાં ન રાખવી. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, આવા પૈસા રાખવાથી તમારું ઋણ વધે છે અને આર્થિક નુકશાન થવાની શક્યતામાં પણ વધારો થાય છે.

શૌચ જતા સમયે:

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો શૌચ જતા સમયે પર્સ બહાર રાખવું જોઈએ, જો બહાર રાખવાની જગ્યા ન હોય તો પર્સને આગળના ખિસ્સામાં રાખી દેવું. એટલું જ નહીં પણ સિક્કા અને નોટને ક્યારેય એક સાથે ન રાખવા બંનેને અલગ જ રાખવા. પર્સમાં કાયમ સિક્કા એવી જગ્યામાં રાખવા જે જગ્યા બંધ થઇ જાય. હવેના પર્સમાં તો સિક્કા માટે અલગ જ ખાનું આપવામાં જ આવે છે.

લક્ષ્મી માતાની તસ્વીર:

Image Source

વાસ્તુવિજ્ઞાનમાં જણાવ્યું છે કે, પર્સમાં અમુક વસ્તુઓ ન રાખવી જોઈએ તેવી જ રીતે તેમાં એ પણ જણાવ્યું છે કે કંઈ વસ્તુ રાખવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પર્સમાં કાચ અથવા તો ચાંદીની ગોળી રાખવાથી આર્થિક પરિસ્થિતિ સારી થાય છે.

પીપળાના પાન:

Image Source

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, પીપળાના પાનમાં લક્ષ્મીજી વાસ કરે છે. ખિસ્સામાં  પીપળાના પાન રાખવાથી માતા લક્ષ્મીજીની કૃપા થાય છે. તેથી પર્સમાં પીપળાના પાન રાખવા જોઈએ પણ પીપળાના પાન રાખતા પહેલા તેને ગંગાજળથી પવિત્ર કર્યા પછી તેને પર કંકુ વડે શ્રી લખીને પછી જ પર્સમાં રાખવા. જયારે પણ ખિસ્સામાં રાખેલું પાન સુકાય જાય ત્યારે બીજું પણ રાખી દેવું. તમે પીપળાના પાનની જગ્યાએ તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.