રક્ષાબંધનમાં રાખડી ખરીદવા જાવ ત્યારે આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન, નહિ તો કરી બેસસો આ મોટી ભૂલ, જુઓ
Keep this in mind before buying Rakhi : ભાઈ અને બહેનના પવિત્ર તહેવારમાંથી એક એવા રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ તહેવારની રાહ દરેક બહેન જોતી હોય છે અને પછી ભાઈના ઘરે રાખડી બાંધવા માટે જતી હોય છે. ત્યારે રક્ષા બંધનના તહેવારને લઈને બજારમાં ખરીદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને બજાર પણ અવનવી રાખડીઓથી ઉભરાઈ ગયા છે. પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે આ પવિત્ર તેહવારમાં રાખડી કેવી ખરીદવી તેનું પણ એક આગવું મહત્વ છે, જ્યોતિષ અનુસાર કેટલીક બાબત જણાવવામાં આવી છે, જે રાખડી ખરીદતા સમયે ધ્યાન રાખવી નહિ તો તેને અશુભ માનવામાં આવે છે. ચાલો જોઈએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
અશુભ ચિહ્ન વાળી રાખડી ના ખરીદવી :
આજે બજારની અંદર જાત જાતની અને ભાત ભાતની રાખડીઓ મળતી હોય છે, દરેક બહેન વિચારે છે કે તે પોતાના ભાઈ માટે સારામાં સારી રાખડી લઇ જાય. પરંતુ આ સારી સારી દેખાતી રાખડીઓમાં પણ એક ખાસ વાત ધ્યાન રાખવા જેવી હોય છે. ઘણી બહેનો સારી દેખાતી રાખડી ખરીદી લે છે પરંતુ અંદર કેવી નિશાનીઓ અને કેવા ચિહ્નો છે તે જોતી નથી. ત્યારે રાખડી ખરીદતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં કોઈ અશુભ ચિહ્ન ના હોય.
દેવી દેવતાઓની તસવીર વાળી રાખડી ના ખરીદવી :
નાના બાળકો માટે બજારમાં ઘણા કાર્ટૂન વાળી રાખડીઓ પણ મળતી હોય છે. આ ઉપરાંત ઘણા લોકો રાખડી પર દેવી દેવતાઓની તસવીરો પણ બનાવતા હોય છે. ત્યારે બહેનોએ ભાઈઓ માટે એવી રાખડી ના ખરીદવી જોઈએ. કારણ કે આવી રાખડીના કારણે દેવી દેવતાઓનું અપમાન થાય છે. માટે બહેનોએ ક્યારેય ભાઈના કાંડા પર દેવી દેવતાઓની તસવીરો વાળી રાખડી ના બંધાવી જોઈએ.
રાખડી ખરીદતા પહેલા રાખો આ ધ્યાન :
તમે જયારે પણ રાખડી ખરીદવા માટે બજારમાં જતા હોય ત્યારે દુકાનોમાં ઢગલાબંધ રાખડીઓ જોવા મળતી હોય છે. ત્યારે આ રાખડીઓ ઘણીવાર આવતા આવતા તૂટી પણ જતી હોય છે અને દુકાનદાર સારી રાખડીઓ તૂટતાં તેને સસ્તા ભાવે વેચવા માટે રાખતા હોય છે અને મહિલાઓ આ રાખડીઓ ખરીદી પણ લેતી હોય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભાઈને ક્યારેય ખંડિત રાખડીઓ ના બંધાવી જોઈએ. તે અશુભ માનવામાં આવે છે.