જાણવા જેવું

નવી કાર ખરીદતા સમયે રહો સાવધાન, આ રીતે શો રૂમ વાળા લગાડી શકે છે તમને ચૂનો

તહેવારની સીઝન આવતા જ બજારમાં રોનક છવાઈ જાય છે. તહેવારની સીઝનમાં બધી જ જગ્યા પર સારું ડિસ્કાઉન્ટ અને ઓફર હોય છે. ઓટોમોબાઇલ ક્ષેત્ર હાલમાં ભારે મંદીનો સામનો કરી રહ્યું છે.ત્યારે ગ્રાહકોને આકર્ષી નીતનવી સ્કીમ જાહેર કરતા હોય છે.

આજકાલ ઓટોમોબાઇક મંદીના ભરડામાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે શો રૂમના સેલ્સમેન તમને લલચાવે છે નવી કાર લેવા માટે. મીડિયા રિપોર્ટનું માનીએ તો કંપનીઓએ તેને વેચાણ વધારવા અવનવા કીમિયા અજમાવતા હોય છે. જેમાં સૌથી મોટો સહારો હોય તો તે છે ઓફર અને ડિસ્કાઉન્ટ. ગ્રાહકોને નવી કાર ખરીદવા માટે શો રૂમના સેલ્સમેન ગ્રાહકોને ચૂનો લગાવતા હોય છે. જો તમે પણ નવી કર ખરીદવા જતા હોય તો આ લેખ અવશ્ય વાંચો બની શકે તમારા ખિસ્સામાંથી ઓછા પૈસા જાય.

Image Source

જો તમે તમારી જૂની કારના એક્સચેન્જમાં નવી કાર લેવાની ઈચ્છા ધરાવો છો તો શો રૂમ વાળા ક્યારે ઓન તમારી જૂની કારની સાચી વેલ્યુ નહીં કરે. જો તમને એ કહેવામાં આવે છે કે. આ મોડેલની હાલમાં કોઈ વેલ્યુ નથી. આ મોડેલ સારું નથી, તેથી તમને સારા પૈસા નહીં મળે. શો રૂમના સેલ્સમેન તમારી જૂની ગાડીમાં ઘણી જ ખામી બતાવી તમારી પાસેથી ઓછા ભાવમાં કાર એક્સચેન્જ કરાવી લેશે. ગ્રાહક પર તેની વાતમાં આવીને ફંસાઈ જાય છે. ત્યારબાદ શો રૂમવાળા અન્ય લોકોને સારા ઊંચા ભાવમાં કારને વેચી નાખે છે. તેથી કયારે પણ ડીલર પાસે કાર એક્સચેન્જ નહીં કરાવવાની. હંમેશા ઓપનમાર્કટમાં જ કારણે વેચવાથી સારા પૈસા મળે છે.

Image Source

દરેક સેલ્સમેન અને ડિલરને કાર વેચવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોય છે. જે મહિના પુરા થતા સુધીમાં પૂરો કરવાનો હોય છે. તેથી હંમેશા કાર ખરીદવા માટે મહિનાના અંતમાં જ જાઓ. મહિનાના અંતમાં જઈ શો રૂમ વાળા પાસેથી બન્નેએ તેટલા વધુ ઓછા કરાવી ખુલ્લીને ભાવતાલ કરો.

કાર ખરીદતી વખતે કયારે પણ કોઈ મોડેલને લઈને ઉતાવળના કરો. ઉતાવળ કરવાથી સેલ્સમેન વધુ પૈસા વસુલવાની કોશિશ કરશે. જણાવી દઈએ કે, સેલ્સમેનને ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્સમાં પણ પૈસા મળે છે.

Image Source

કાર લેતા સમયે તમને સેલ્સમેન તમને એસેસરીઝને લઈને કહેવાનું શરૂ કરશે. સેલ્સમેન તમને ઇન્ટરિયર કાર્પેટ, સીટ કવર્સ, સ્ટીરીયો સિસ્ટમ, પાર્કિંગ સેન્સર અને બીજી ઘણી વસ્તુઓને લઈને કહેશે. તો આ એસેસરીઝની કિંમત પણ વધુ કહેશે. પરંતુ આ જ એસેસરીઝ જો તમે ઓપન માર્કેટમાં જશો તો ઓછા ભાવમાં અસલી એસેસરીઝ મળી જશે. જો તમે નવી કાર ખરીદવા જાવ છો તો તમને સેલ્સમેન તમને બોલે છે કે, કાર સાથે તમને 15 હજારની એસેસરીઝ ફ્રી આપવામાં આવે છે ત્યારે તમે સેલ્સમેનને બોલી શકો છો કે એસેસરીઝની જગ્યાએ તમેને એટલી જ કિંમતનું ડિસ્કાઉન્ટ આપે. તમે બહારથી એસેસરીઝ લગાવવાથી તમને ઘણા ઓપશન પણ મળશે અને સસ્તી પણ પડશે.

Image Source

કાર કંપનીઓ ફક્ત એ જ મોડેલ્સ પર ડિસ્કાઉન્ટ અને ઓફર આપે છે જેને વેચાણ ઓછું હોય છે. જેથીવ તેનો સ્ટોક ક્લિયર થઇ શકે. જે કાર પર વેઇટિંગ ચાલતું હોય તે જે ટોપ મોડેલ હોય તેના પર ક્યારે પણ ડિસ્કાઉન્ટ નહીં મળે. ત્યારે શો રૂમમાંથી સારી ડીલ સાથે શોરૂમના ઉપલબ્ધ મોડેલને જ સિલેક્ટ કરીને વધુમાં વધુ પૈસા બચાવી શકો છો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.