ખબર

કોરોનાની વેક્સિન લીધા પછી અને લીધા પહેલા કઈ કઈ બાબતોનું રાખવું ધ્યાન ? જાણી લો ખુબ જ કામની માહિતી

કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક બની રહી છે. એક તરફ કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ જેમ બને તેમ વધુ લોકો કોરોનાની રસી લે તે માટેના પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ જે લોકો કોરોનાની વેક્સિન લઇ રહ્યા છે તેમને પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડે છે.

કારણ કે રસી લીધા પછી કેટલીક સાઈડ ઇફેક્ટ થતી હોય છે જેનાથી બચવા માટે  નિષ્ણાતો દ્વારા વેકિસન લીધા પહેલા અને લીધા પછી કેટલાક મહત્વની બાબતોનું ધ્યાન રાખવા માટે સૂચનો આપવામાં આવ્યા છે.

1. ભરપૂર પાણી પીવું અને તાજા ફળ ખાવા:
વેક્સિન લીધા બાદ શરીરને હાઈડ્રેટેડ રાખવું જોઈએ. કારણ કે ઇમ્યુન રેસ્પાન્સને પ્રોસેસ કરવામાં પાણી શરીરની મદદ કરે છે. એટલા માટે વધારેમાં વધારે પાણી પીવાનો પ્રયત્ન કરવો. આ ઉપરાંત તાજા ફળ પણ આહારમાં ઉમેરવા જેના કારણે વેક્સિનથી થનારી સાઈડ ઈફેક્ટમાં રાહત મળશે.

2. નશીલા પદાર્થોનું સેવન ના કરવું:
ઘણા નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાની રસી લીધા પહેલા અને રસી લીધાના થોડા દિવસ બાદ નશીલા પદાર્થોના સેવનથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેનાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિમાં સાઈડ ઈફેક્ટની શક્યતા વધી જાય છે. માટે આલ્કોહોલ બિલકુલ પણ ન લેવું.

3. પ્રોસેસ્ડ ફૂડનું સેવન ના કરવું:
કોરોના મહામારીના આ સમયની અંદર શુદ્ધ અનાજ આહારમાં લેવું એવું બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રિશિયન દ્વારા જણાવવામાં આવ્યું છે. રસી લેતા પહેલા પ્રોસેસ્ડ ફૂડના બદલે એવો આહાર લેવો જેમાં ફાયબર વધારે મળે.

4. રસી લેતા પહેલા સંતુલિત આહાર લેવો ફાયદાકારક છે:
કોરોનાની રસી લીધા બાદ ઘણા લોકોને ચક્કર આવવાની સમસ્યા થતી હોય છે. તો આવી સમસ્યા ના થાય તે માટે સંતુલિત આહારનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક રહશે. સેન્ટર ફોર ડિઝિસ કન્ટ્રોલ એન્ડ પ્રીવેંશન અનુસાર રસી લેતા પહેલા પૂરતું પાણી, સંતુલિત આહાર અને હળવો નાસ્તો લેવાના કારણે  રસીની સાઈડ ઇફેક્ટની ચિંતા દૂર થઈ શકે છે.