વર્ષ 2013 માં આવેલી ઉત્તરાખંડ દુર્ઘટનાને કદાચ કોઈ ભૂલી શક્યું નહિ હોય. આજે પણ તે તબાહી યાદ આવતા જ દુઃખ અને દર્દનો અનુભવ થવા લાગે છે. ઘણા પરિવારો વિખુટા પડ્યા, સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને પાણીના ભયાનક પુરે હજારો પરિવારોને ઉજાડી નાખ્યા.

આ દુર્ઘટનાનાને લીધે એક પતિ-પત્ની પણ એકબીજાથી અલગ થઇ ગયા અને તેઓને મળવામાં એક વર્ષથી પણ વધારે સમય લાગી ગયો. એક પતિનું પોતાની પત્ની માટે હૈયાફાટ રુદન કરવું કોઈના પણ દિલને પીગળાવી શકે છે. એક એવી પત્ની જેને સરકારે મૃત ઘોષિત કરી દીધી હતી, પણ આ વિશ્વાસ જ હતો કે પતિએ તેને ત્યાં સુધી શોધવાનું ન છોડ્યું જ્યાં સુધી તે ન મળી.

આ કહાની રાજસ્થાનના પતી-પત્ની વિજેન્દ્ર અને લીલાની છે. જેની કહાની સાંભળતા એવું જ લાગશે કે ભાવના અને પ્રેમથી વધારે મોટી કોઈ જ તાકાત નથી. આવો તો તમને પણ સંભળાવીએ વર્ષ 2013 માં થયેલી કેદારનાથ દુર્ઘટનાની પતિ-પત્નીની કહાની.

વાત 12 જૂન, 2013 ની છે જ્યારે બાબા કેદારનાથના પટ ખુલ્યા હતા અને લાખો શ્રદ્ધાળુઓની જેમ વિજેન્દ્ર અને લીલા પણ ભગવનનાં દર્શને આવ્યા હતા. બંન્ને રાજસ્થાનના અલવર જિલ્લાના નાના એવા ગામથી આવ્યા હતા. પણ તેઓને શું ખબર હતી કે સમય પાણીના પૂરને લઈને આવશે અને પોતાના પ્રેમને ડુબાડી દેશે.

દુર્ઘટનામાં વિજેન્દ્રનો જીવ તો જેમ તેમ કરીને બચી ગયો પણ તેની પત્ની લીલા પાણીમાં વહીને ડૂબી ગઈ. લીલાના આવી રીતે અચાનક ચાલ્યા જવાથી જાણે કે વિજેન્દ્રનો સંસાર જ ઉજડી ગયો. જો કે તેના પછી વિજેન્દ્રએ લીલાની શોધખોળ કરવાની શરૂ કરી પણ તેને શું ખબર હતી કે આ શોધ આટલી લાંબી થઇ જશે!

પહેલા તો સરકારી અધિકારીઓ દ્વારા લીલાનો કોઈ જ પતો ન લાગ્યો અને પછી અમુક સમય પછી તેને મૃત ઘોષિત કરી દેવામાં આવી. આ સિવાય સરકારે લીલાના નામ પર વિજેન્દ્રને 9 લાખ રૂપિયાનું વળતર પણ આપ્યું, પણ વિજેન્દ્રએ તેને લેવાનો ઇન્કાર કરી દીધો. તેનું દિલ એ માનવા માટે બિલકુલ પણ તૈયાર ન હતું કે તેની પત્ની લીલા મૃત્યુ પામી છે.

માટે વિજેન્દ્રએ લીલાની શોધ કરવાનું ચાલુ જ રાખ્યું અને તેને ફરીથી મળવાની અપેક્ષાને પણ કાયમ જ રાખી. તેઓના પાંચ બાળકો હતા અને તેને એવું લાગ્યા કરતું તું કે તેના બાળકો તેનો અને માં લીલાની રાહ જોઈ રહ્યા હશે. એવામાં પત્નીની યાદો અને બાળકોના ચેહરાઓ જોઈને તે પત્નીને શોધવામાં વિરામ લગાડી શકતો પણ ન હતો. તેમણે શોધખોળ માટે પોતાની ખાનદાની જમીન પણ વહેંચી નાખી હતી.

વિજેન્દ્ર દરેક શક્ય વિસ્તાર અને ગલીઓમાં પોતાની પત્નીની શોધ કરી રહ્યા હતા. પોતાની પત્નીની શોધમાં પાગલ થયેલા પતિને જોઈને દરેક કોઈનું દિલ દ્રવી ઉઠતું હતું. તેને રોતા જોઈને દરેકની આંખોમાં આંસુ આવી જતા હતા. જેને લીધે લોકો વિજેન્દ્રને જમવાનું, રહેવાની જગ્યા પણ આપતા હતા.
જે દિવસથી તેણે પોતાની પત્ની ખોઈ હતી, ત્યારથી તે પોતાના ઘરે પણ પાછો ગયો ન હતો. તે લોકોની પાસે પત્નીની તસ્વીર લઈને જતો અને પત્ની વિશે પુછતાછ કરતો હતો.

કહેવત છે ને કે,’ભગવાનના ઘરે ધેર છે અંધેર નથી’. આ કહાની પર આ કહેવત એકદમ યોગ્ય બેસી રહી છે કેમ કે 19 મહિનાની શોધ પછી એક દિવસ અચાનક વિજેન્દ્રને જાણ થઇ કે તેની પત્ની લીલા જેવી દેખાતી એક મહિલા જોવા મળી છે.

એવું લાગ્યું કે જાણે કે ભગવાન પણ પીગળી ગયા કેમ કે જ્યારે જાન્યુઆરી 2015 માં ગંગોલી ગામની પાસે તે મહિલાને મળવા પહોંચ્યો તો તેની ખુશીનો ઠીકાનો જ ન હતો. 19 મહિના પછી મળેલી આ મહિલા તેની પત્ની લીલા જ હતી. જો કે તે પોતાની યાદશક્તિ ખોઈ ચુકી હતી અને યોગ્ય રીતે બોલી પણ શકતી ન હતી. તે વિજેન્દ્રને પણ ઓળખી શકી ન હતી. વિજેન્દ્ર લીલાને પોતાની સાથે લઇ ગયો અને ધીમે-ધીમે તે ઠીક થવા લાગી. આ પ્રેમ કહાની દિલને સ્પર્શ કરીનારી છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.