કેદારનાથમાં હેલીકૉપ્ટરનું ઇમરજન્સી લેન્ડિગ, ધ્રુજાવી નાખે તેવા દ્રશ્યો, ઉતરવાની કોશિશમાં 8 વાર હવામાં લહેરાયું, પાછળનો ભાગ…..જુઓ વીડિયો

Kedarnath Major Accident Averted : ચાર ધામ યાત્રા શરૂ થતા જ ચારેય ધામ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છે, આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. આ દરમિયાન કેટલીક દુર્ઘટનાઓની ખબર પણ સામે આવતી રહે છે, હાલ એવી જ એક દુર્ઘટનાની ખબર સામે આવી છે જેમાં કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર ક્ષત્રીગ્રસ્ત થઇ ગયું છે. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

આ અકસ્માતમાં હેલિકોપ્ટરને પણ નુકસાન થયું છે. હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરના રોટરમાં ખરાબીના કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અચાનક ટેકનિકલ ખામી સર્જાતા કેદારનાથ જતા છ શ્રદ્ધાળુઓની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જોકે, સફળ ઈમરજન્સી લેન્ડિંગ બાદ વિમાનમાં સવાર યાત્રાળુઓએ રાહત અનુભવી હતી. ઇમરજન્સી લેન્ડિંગ કરનાર હેલિકોપ્ટર ક્રિસ્ટલ કંપનીનું હોવાનું કહેવાય છે. હવે હેલિકોપ્ટર સેવાની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

ચાર ધામ યાત્રા 10 મેના રોજ શરૂ થઈ ત્યારથી કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓ સતત આવી રહ્યા છે. કેદારનાથ ધામમાં દરરોજ સરેરાશ 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. 9 હેલિકોપ્ટર કંપનીઓ શ્રદ્ધાળુઓને ધામમાં લઈ જઈ રહી છે. આવી સ્થિતિમાં આ ઘટનાથી યાત્રિકોની ચિંતા વધી ગઈ છે.

કેદારનાથમાં ક્રિસ્ટલનું હેલિકોપ્ટર ખરાબ થઇ ગયું હતું. હેલિકોપ્ટર મુસાફરોને લઈને કેદારનાથ આવી રહ્યું હતું. અકસ્માતમાં તમામ મુસાફરો સુરક્ષિત છે. ટેક્નિકલ ખામીના કારણે પાયલોટે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. પાયલોટે કેદારનાથ ધામમાં હેલિપેડ પાસેની માટીમાં હેલિકોપ્ટરને લેન્ડ કરાવ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગના કારણે મુસાફરોમાં ગભરાટ જેવી સ્થિતિ જોવા મળી હતી. જોકે, સમગ્ર મામલાની જાણ થતાં તેમણે રાહતનો શ્વાસ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel