ખબર

કેદારનાથની ગુફામાં મોદીએ લગાવ્યું મહાદેવનું ધ્યાન! જુઓ કેટલીક પ્રભાવશાળી તસ્વીરો

૧૭મી લોકસભાનો ચુનાવ પ્રચાર પૂર્ણ થયો. લગભગ બે મહિના ચાલેલ ચૂંટણી પ્રચારની દોડધામમાં ભારતના મહત્ત્વના પક્ષોના અનેક નામી-અનામી રાજનેતાઓએ ભાગ લીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ લોકસભા ઇલેક્શનને ભાજપ તરફી બનાવવા એડીચોડીનું જોર લગાવ્યું. ૧૭ તારીખે ચૂંટણી પ્રચાર પૂર્ણ થયો.

અનેક રેલીઓ-સભાઓને સંબોધ્યા બાદ આખરે નરેન્દ્ર મોદી માહોલની પૂર્ણાહુતિ બાદ ઉત્તરાખંડમાં ભગવાન કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા હતા. શનિવારે સવારથી જ બાબા કેદારનાથની યાત્રાએ પહોંચી ચુકેલા પ્રાઇમ મિનિસ્ટરની આ યાત્રા વિશે મીડિયાએ ઘણું કવરેજ લીધું.

Image Source

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ ખાતે આવેલા અને શિવજીના ૧૨ જ્યોર્તિર્લીંગમાંના એક એવા કેદારનાથના દ્વારા એપ્રિલ મહિનામાં યાત્રાળુઓ માટે ખુલ્યાં છે. નરેન્દ્ર મોદીએ પણ આ તબક્કે કેદારનાથ પહોંચી શિવજીનું ધ્યાન કર્યું હતું. પૂજન-અર્ચન બાદ કેદારનાથના મુખ્ય મંદિરથી લગભગ ૨ કિલોમીટર દૂર ચાલીને વડાપ્રધાને એક ગુફામાં પ્રવેશ કર્યો હતો. આ ગુફામાં તેઓ ધ્યાન લગાવવા બેઠા છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની વૈદિક ધર્મ, અધ્યાત્મ અને યોગમાંની દિલચસ્પી જાણીતી છે. માટે ભગવાન કેદારનાથનું મંદિર પણ તેમના શ્રધ્ધાના આશ્રય સ્થાન સમાન છે. વડાપ્રધાન બન્યા બાદ આ તેમની ચોથી કેદારયાત્રા છે.

આ તબક્કે પોલીસ સહિત સુરક્ષા જવાનોનો પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ગુફામાં ધ્યાન લગાવતા પહેલા મોદીએ મીડિયાને કેટલીક તસ્વીરો ખેંચવા માટે રજા આપેલ. કેદારનાથ બાદ મોદી બદ્રીનાથ પણ દર્શન કરવા જવાના છે. અહીં તમે વડાપ્રધાનની કેદારયાત્રાની અને ગુફામાં તેમની ધ્યાનસ્થ સ્થિતીની કેટલીક તસ્વીરો જોઈ શકો છો.

ઉલ્લેખનીય છે કે, કેદારનાથ ધામ પંચપ્રયાગ અને ચાર ધામમાંનું એક છે. અનેક મહાત્મય ધરાવતા આ મંદિરને પાંડવવંશી રાજવી જનમેજય દ્વારા બંધાવવામાં આવેલું હોવાનું કહેવાય છે. આદિ શંકરાચાર્યએ તેનો જીર્ણોધ્ધાર કરાવેલો.

[ માહિતી રસપ્રદ લાગી હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો. ]

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks