આ ભાઈએ પોતાની પત્નીને બુલેટ પાછળ બેસાડીને કર્યો એવો દિલધડક સ્ટન્ટ કે જોઈને લોકો કહ્યું, “સાથે જીવવા મારવાનું આને કહેવાય કે શું ?” જુઓ વીડિયો

બુલેટ પર પત્નીને બેસાડી સ્ટન્ટ કરી રહેલા આ ભાઈનો વીડિયો થયો વાયરલ, લોકો કરવા લાગ્યા એવી એવી કોમેન્ટ કર… જુઓ

આજકાલ સોશિયલ મીડિયામાં અલગ અલગ વિષયનો લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પણ અવનવા સ્ટન્ટ બતાવતા હોય છે. ઘહણીવાર આવા સ્ટન્ટ કરવા તેમને જ ભારે પડી જાય છે અને ઘણીવાર તો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક ભાઈ તેમની પત્નીને બુલેટની પાછળ બેસાડીને દિલધડક સ્ટન્ટ કરતો જોવા મળે છે. તેને જોઈને કોઈના પણ શ્વાસ અધઃદર થઇ જાય. અને એટલે જ આ વીડિયો ખુબ જોવામાં આવી રહ્યો છે, સાથે જ ઘણા બધા લોકો આ વીડિયોને જોઈને ગુસ્સે પણ ભરાઈ રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તેની પત્નીને બુલેટ પર બેસાડી રોડ પર જઈ રહ્યો છે. આ દરમિયાન કોઈ તેમનો પાછળથી વીડિયો પણ શૂટ કરી રહ્યું છે, થોડી જ વારમાં બુલેટ ચલાવી રહેલો ભાઈ બુલેટ પર ઉભો થઇ જાય છે અને સ્ટન્ટ કરવા લાગે છે. આ દરમિયાન તેની પાછળ બેઠેલી પત્નીનું મોઢું પણ જોવા જેવું થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

આ વીડિયો અહીંયા જ પૂર્ણ થઇ જાય છે, પરંતુ આ ખુબ જ ખતરનાક સ્ટન્ટ હતો. જો સહેજ પણ ભૂલ થઇ ગઈ હોત કે બેલેન્સ બગડી ગયું હોતો તે વ્યક્તિ સાથે પાછળ બેઠેલી તેની પત્નીને પણ ઈજાઓ થઇ શકી હોત. એટલે જ આ વીડિયો જોઈને લોકો ગુસ્સામાં કોમેન્ટ કરી રહ્યા છે. ગુજ્જુરોક્સ આવા કોઈ સ્ટન્ટને સમર્થન નથી કરતું.

Niraj Patel