ખબર

KBCમાં 5 કરોડ જીત્યા છતાં પણ તૂટ્યા સપના, ના ચાલ્યો બિઝનેસ કે ન બન્યો IAS, જાણો હવે શું કરે છે સુશીલ કુમાર

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે વ્યક્તિ કરોડપતિ બન્યા પછી પણ માલામાલ નથી ! અને પોતાના સપનાઓ અધૂરા રહી જાય ! આટલી બધી ધનરાશિ જીત્યા પછી પણ તે આજે બેરોજગાર છે. આવી કહાની બિહારના મિડલ ક્લાસ ફેમિલીથી આવેલા વ્યક્તિ સુશીલ કુમારની છે. જેણે વર્ષ 2011માં એક સમયે કૌન બનેગા કરોડપતિના પાંચમા સીઝનમાં ભાગ લીધો હતો અને અમિતાભજીની સામે હોટ સીટ પર બેસીને સવાલોના જવાબ આપીને પાંચ કરોડ રૂપિયા જીતીને ઇતિહાસ રચ્યો હતો.

આઈએએસ બનવાનું સપનું જોયેલા સુશીલ કુમારે કરોડપતિ બન્યા પછી પણ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા અને પોતાનું આઈએએસ બનવાનું સપનું પણ પૂરું ન થઇ શક્યું. એવામાં એકવાર ફરીથી સુશીલ કુમાર ચર્ચાનો વિષય બની ગયા છે અને તેમણે પોતાનો અભ્યાસ પૂરો ન થવા માટે જવાબદાર મીડિયાને જણાવ્યું છે. જાણો આખરે શા માટે સુશીલે આવું કહ્યું?

પોતાના ટેલેન્ટથી સુશીલ કુમાર જોતજોતામાં બિહારના સ્ટાર બની ગયા હતા. કૌન બનેગા કરોડપતિના મંચ પર આવતા પહેલા સુશીલ આઈએએસની તૈયારી કરી રહ્યા હતા. IAS બનવાનું તેમનું બાળપણનું સપનું રહ્યું હતું. પણ નામ અને શોહરત મળ્યા બાદ તે સ્ટારડમ વાળું જીવન જીવવામાં એટલા મશગુલ થઇ ગયા કે તેનું IAS બનવાનું સપનું અધૂરું રહી ગયું હતું. એવામાં સુશીલે પોતાનો અભ્યાસ પૂર્ણ ન થવા માટે મીડિયાને જવાબદાર ગણાવી છે.

ઈન્ટરવ્યુમાં સુશીલ કુમારે કહ્યું કે,”લોકો કેબીસીમાં પૈસા જીતવા માટે કે અમિતાભજીને મળવા માટે જતા હતા. હું પણ ત્યાં ગયો કેમ કે હું ભાડાના મકાનમાં રહેતો હતો, બેશક હું અમિતાભજીનો મોટો ચાહક હતો. હું ત્યારે મારી સિવિલ પરિક્ષાની તૈયારી કરી રહ્યો હતો માટે મને જીત મળી. પણ તેના બાદ મીડિયા એક્સ્પોઝરે મને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. મીડિયાને મારા પર્સનલ લાઈફમાં ખુબ દિલચસ્પી હતી. હું કોઈ નિર્ણય લેતા પહેલા વિચારતો હતો કે આખરે મીડિયા શું કહેશે ? હું મીડિયા એક્સપોઝરમાં આવી ગયો હતો, જેથી હું મારા અભ્યાસ પર ધ્યાન ન આપી શક્યો. મારા વિષે હંમેશા કંઈકને કંઈક લખવામાં આવતું હતું, જ્યારે અમારા વિશે ખોટી ખબર છાપવામાં આવતી ત્યારે મારે તેની સ્પષ્ટતા આપવી પડતી હતી, જેમાં ચાર-પાંચ વર્ષો પણ નીકળી જતા હતા”.

વર્ષ 2020માં ફેસબુક પોસ્ટમાં સુશીલે પોતાના જીવનના ખરાબ સમયનો ઉલ્લેખ કર્યો હતો. કેબીસી દ્વારા નામના મળ્યા બાદ તેના જીવનમાં ઘણા વળાંકો આવ્યા. 2015-16 તેના જીવનનો ઘણો પડકારજનક સમય હતો. ઘણા લોકોએ તેને છેતરીને પૈસા પણ પડાવ્યા હતા અને આ બધામાં સુશીલના પત્ની સાથેના સંબંધો પણ બગડવા લાગ્યા હતા. આ વચ્ચે સુશીલને સ્મોકિંગ અને દારૂ પીવાની ખરાબ લત લાગી ગઈ હતી.

અમુક સમય પછી સુશીલે ફિલ્મમેકર બનવાનું વિચાર્યું અને તેના માટે તે મુંબઈમાં રહેવા લાગ્યા હતા. એક પ્રોડક્શન હાઉસ માટે તેણે 3 સ્ક્રીપ્ટ પણ લખી હતી. આ દરમિયાન તેને અહેસાસ થયો કે આ ફિલ્મી દુનિયા તેના માટે નથી અને તે પોતાના ઘરે પાછા ચાલ્યા ગયા. જેના બાદ તેણે ફરીથી ટીચિંગનો કોર્સ શરૂ કર્યો હતો. હાલ સુશીલ બિહારના ઈલેક્શન કમિશનના બ્રાન્ડ એમ્બેસ્ડર છે. તે પર્યાવરણ માટે કામ કરે છે.

સુશીલ ઘણા અભિયાનો સાથે જોડાયેલા છે. જેમાં ચકલી સંરક્ષણ અભ્યારણ્ય, ચંપારણ અભિયાન, ગાંધી બંચપન સંવારો શિક્ષા કેન્દ્ર શામિલ છે.તે એક સામાજિક કાર્યકર્તા છે અને પોતાને એક સેલિબ્રિટી જ સમજે છે.વૃક્ષારોપણ માટે કામ કરવું, લોકોની સેવા કરવી, પર્યાવરણને સુંદર રાખવું જ તેનો હલનો ઉદ્દેશ્ય છે.