જીવનશૈલી

જાણો ‘કૌન બનેગા કરોડપતિ’માં 5 કરોડ જીતનારા સુશીલ કુમાર હાલના દિવસોમાં શું કરી રહ્યા છે- જાણો બધી જ વિગતો

વર્ષ 2011 માં ‘કૌન બનેગા કરોડપતિમાં’ પાંચ કરોડ જીતનારા સુશીલ કુમારને દુનિયા કેબીસી વિજેતાના રૂપમાં જ ઓળખે છે. પણ તાજેતરમાં તે કંઈક એવું કામ કરી રહ્યા છે કે તેને જાણીને તમને પણ ગર્વ થશે.

Image Source

સુશીલ કુમાર હાલના સમયમાં પર્યાવરણના મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. રિપોર્ટના આધારે સુશીલે એક પર્યાવરણને લગતું અભિયાન પણ ચલાવ્યું હતું જે સુશીલે બિહારના ચંપારણમાં ચલાવ્યું હતું. જ્યા તેમણે 70,000 જેટલા છોડ લગાવ્યા હતા.

Image Source

કહેવામાં આવે છે કે ચંપારણનું સાચું નામ ચંપીકારણ્ય છે. આ નામ એટલા માટે કેમ કે અહીંના વનમાં ચંપાના ખુબ વૃક્ષ હતા. એવામાં સુશીલે કહ્યું કે,”તેણે આગળના બે થી ત્રણ વર્ષથી અહીં એક પણ ચંપાનું ઝાડ જોયું ન હતું. માટે તેના મનમાં વિચાર આવ્યો કે ચંપારણ ક્ષેત્રને ફરીથી ચંપાના ઝાડથી ભરપૂર બનાવવામાં આવે”.

Image Source

એવામાં આ અભિયાન આગળના વર્ષે વિશ્વ પૃથ્વી દિવસના મૌકા પર એટલે કે 22 એપ્રિલ 2018 ના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું.

Image Source

પહેલા સુશીલે ‘ચંપા થી ચંપારણ’ અભિયાન ચલાવ્યું. તેનાથી સફળતા મળ્યા પછી તે કહે છે કે આજે ચંપારણમાં કદાચ એવું કોઈક જ ઘર હશે જ્યા ચંપાનો છોડ ન હોય. જો કે તેના પછી હવે સુશીલે પીપળો અને વડના ઝાડ માટે પણ અભિયાન ચલાવ્યું છે જેને લોકોનો પૂરો સહિયોગ મળ્યો છે.

Image Source

સુશીલની સાથે આ અભિયાનમાં હાલ ઘણા લોકો જોડાઈ ચુક્યા છે. તેની એક ટિમ તેને લઈને અલગ-અલગ વિસ્તારમાં કામ કરે છે. તેઓ છોડ લગાવે છે અને તેનું વિવરણ રજીસ્ટરમાં લખી લે છે.

Image Source

વૃક્ષરોપણ પછી તેઓ દરેક મહિને છોડની હાજરી પણ લે છે જેથી તેઓને ખબર પડે કે તેઓએ લગાવેલો છોડ સુકાઈ તો નથી ગયો ને કે કોઈ પશુએ ખાઈ તો નથી લીધો ને! તો તેના બદલામાં નવો છોડ રોપવામાં આવે છે. સુશીલે કૌન બનેગા કરોડપતિમાં પાંચ કરોડ જીતવાની સાથે-સાથે લોકોના દિલોમાં પણ પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks