દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

19 વર્ષ પહેલા KBCમાં એક કરોડ જીત્યો હતો આ બાળક, હવે 33 વર્ષની ઉંમરમાં બન્યો ગુજરાત પોલીસમાં SP

ટેલિવિઝનના પ્રસિદ્ધ રિયાલિટી કવીઝ શો કોન બનેગા કરોડપતિના પ્રતિયોગી રહેલા ડૉ. રવિ મોહન સૈનીએ પોરબંદરના પોલીસ અધિક્ષકના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. વર્ષ 2001માં 14 વર્ષીય રવિ મોહન સૈનીએ કોન બનેગા કરોડપતિ જુનિયરમાં ભાગ લીધો હતો અને બધા જ 15 સવાલોના સાચેસાચા જવાબ આપીને એક કરોડ રૂપિયા જીત્યા હતા. એ સમયે રવિ મોહન સૈની ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા.

Image Source

કોન બનેગા કરોડપતિ જુનિયરનો પુરસ્કાર જીત્યા બાદ હવે લગભગ બે દાયકાઓ પછી હવે એ એક આઇપીએસ અધિકારી છે. રવિ મોહન સૈનીએ 2014માં યુપીએસસીની પરીક્ષા પાસ કરીને ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી બન્યા. 33 વર્ષના રવિ પોરબંદરના પોલીસ અધિક્ષકનો પદભાર સંભાળતા પહેલા રાજકોટમાં ડીસીપી તરીકે કાર્યરત હતા.

Image Source

રવિ મોહન સૈની મૂળરૂપે રાજસ્થાનના અલવરના રહેવાસી છે. રવિ એક સૈન્ય પરિવારમાંથી આવે છે, એમના પિતા નેવીના સેવાનિવૃત્ત છે. પિતાના પોસ્ટિંગના કારણે એમનો શાળાનો અભ્યાસ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત નેવી પબ્લિક સ્કૂલથી થયો હતો.

Image Source

તેમને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જયપુરના મહાત્મા ગાંધી મેડિકલ કોલેજથી એમબીબીએસ કર્યું. એમબીબીએસ બાદ જયારે ઇન્ટર્નશિપ કરી રહયા ત્યારે યુપીએસસી ક્લિયર કર્યું. એમના પિતા નેવીમાં હતા અને એનાથી જ પ્રેરિત થઈને તેઓ પોલીસદળમાં સામેલ થયા.

Image Source

પોતાના નવા કાર્યભાર વિશે વાત કરતા તેમને જણાવ્યું કે મારી ભૂમિકા કોવિડ-19 રોગચાળાને જોતા પોરબંદરમાં લોકડાઉનનો અમલ થશે. આ સિવાય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

Image Source

જણાવી દઈએ કે રવિ મોહને જયારે કેબીસીમાં ભાગ લીધો હતો અને એક કરોડની રકમ જીતી હતી ત્યારે એ દસમા ધોરણમાં ભણતા હતા. અને આ શોમાં પોતાની આવડત બતાવીને એમને અમિતાભ બચ્ચન દ્વારા પૂછવામાં આવેલા દરેક સવાલનો સાચો જવાબ આપીને એક કરોડની રકમ જીતી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.