21 વર્ષ બાદ બદલાઈ કિસ્મત, હોટ સીટ ઉપર પહોંચી એક ડ્રાઈવરની દીકરી, લાખો રૂપિયા જીતીને આપશે 1 કરોડ રૂપિયાના સવાલનો જવાબ

ટીવી ઉપર પ્રસારિત થતો શો “કોન બનેગા કરોડપતિ ” દર્શકોનો મન પસંદ શો છે. આ શોની અંદર ભાગ લઈને ઘણા લોકોના જીવન પણ બદલાઈ ચુક્યા છે. હાલમાં આ શોની 13મી સીઝન ચાલી રહી છે અને ઘણા લોકો આ શોની અંદર કરોડપતિ બનવાના સપના લઈને પણ આવતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો હોય છે જે કરોડપતિ બનવાની સફર સુધી પહોંચી શકે છે.

શોના આવનારા એપિસોડમાં રાજસ્થાનના જોધપુરની રહેવા વાળી સવિતા ભાટી આજે કોણ બેનેગ કરોડપતિની 13મી સીઝનની હોટ સીટ ઉપર નજર આવશે અને પોતાની શાનદાર રમત દ્વારા તે 1 કરોડના સવાલ સુધી પણ પહોંચી જશે. સવિતા ભાટી વ્યવસાયે એક નર્સ છે, કેબીસીના આવનારા ભાગની અંદર અમિતાભ બચ્ચન સવિતાને 1 કરોડ રૂપિયાનો સવાલ પૂછતાં જોવા મળી રહ્યા છે.

સવિતાનું કહેવું છે કે આ ક્ષણ માટે તેને 21 વર્ષ સુધીની રાહ જોઈ છે. દરેક સીઝનમાં તે આના માટે પ્રયાસ કરી રહી છે. સવિતા જોધપુરની હોસ્પિટલમાં એક નર્સ છે પરંતુ તે આરએએસ ક્વાલિફાય કરી ચુકી છે. 2012માં તે કોર્પરેટિવ ઇન્સ્પેકટર કેડર હતી. પરંતુ પોતાના પરિવારને પ્રાથમિકતા આપનારી સવિતાએ ટ્રાન્સફર થવા વાળી જોબની જગ્યાએ નર્સ બનવાને વધારે મહત્વ આપ્યું.

મહામંદિર ક્ષેત્રમાં રહેવા વાળી સવિતાના પતિ સુમિત ભાટી માર્કેટિંગ અને ટ્રેડિંગનું કામ કરે છે. તેમની એક દીકરી પણ છે. સવિતાનું કહેવું છે કે કંઈકનું કંઈક વાંચવું તેના માટે કેબીસીમાં આવવા ફાયદાકારક રહ્યું. સવિતાનું કહેવું છે કે તેનો જન્મ ખુબ જ સામાન્ય પરિવારમાં થયો હતો.

સવિતાના પિતા બસ ડ્રાઈવર હતા. તે છતાં પણ સવિતાને તેના પિતાએ હંમેશા ભણવા માટે પ્રેરિત કરી. જેના કારણે તે આ જગ્યા ઉપર પહોંચી શકી છે. સવિતા જણાવે છે કે, “આ વર્ષે મે મહિનામાં કેબીસી માટે મારી પસંદગી થઈ. પહેલું લેવલ પાર કરી લીધું હતું. તેના બાદ ફાસ્ટેસ્ટ ફિંગર ક્લિયર કર્યું. 13 સપ્ટેમ્બરના રોજ શોનું શૂટિંગ થયું હતું.

સવિતાએ જણાવ્યું હતું કે કેબીસીમાંથી તે જે રકમ જીતી રહી છે તેનો ઉપયોગ તે ઘરની લોન ચૂકવવા માટે કરશે. સોની ચેનલ દ્વારા પણ આ ભાગનો એક પ્રમોશન વીડિયો શેર કર્યો છે, જેના કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “કેબીસીમાં મળો એક માસુમ નર્સ જે પાર કરશે સપનાનો ઉંબરો અને પહોંચશે એક કરોડના સવાલ સુધી. શું સવિતાજી એક કરોડના સવાલનો સાચો જવાબ આપી શકશે ?”

Niraj Patel