
કોણ બનેગા કરોડપતિનો રોમાન્સ દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે આ 11મી સીઝનમાં વધુ એક કરોડપતિ સામે આવ્યો. પરંતુ એ પણ એક પ્રશ્ન માટે 7 કરોડ રૂપિયા જીતતા રહી ગયો.

ગઈકાલે રાત્રે કોણ બનેગા કરોડપતિની હોટ સીટ ઉપર અમિતાભ બચ્ચનની સામે બિહારના મધુબની જિલ્લાના ગૌતમકુમાર ઝા હતા. જેઓ પશ્ચિમ બંગાળના આન્દ્રામાં રેલવેમાં સિનિયર સેક્શન એન્જીનીયર છે.
16 ઓક્ટોબરની રાત્રે તેઓ કેબીસીમાંથી 1 કરોડ રૂપિયા જીતીની ગયા, પરંતુ તમેને બીજો એક પ્રશ્નનો જવાબ આવડી ગયો હોત તો ગૌતમ 7 કરોડ જીતી શકતા, પરંતુ સાત કરોડ માટેનો પ્રશ્ન પૂછતાં તેનો જવાબ ગૌતમને ખબર નહોતો જેના કારણે તેમને એક કરોડ રૂપિયાથી જ સંતોષ માણી ખેલ છોડ્યો હતો.

ગૌતમને એક કરોડ માટે પૂછવામાં આવેલા પ્રશ્નનો તેને સાચો જવાબ આપ્યો જે પ્રશ્ન હતો
“ભારતમાં બનેલા કયા વહાણ પર ફ્રાન્સિસ સ્કોટ કી એ “ડિફેન્સ ઓફ ફોર્ટ મૈકહેનરી” કવિતા લખી હતી, જે અમેરિકાનું રાષ્ટ્રગાન બન્યું ?
આ પ્રશ્નના ચાર ઓપશન પણ આપવામાં આવ્યા હતા.
(એ) એચએમએસ કોર્નવાલીસ (બી) એચએમએસ લીંડસે (સી) એચએમએસ ક્લાઈવ (ડી) એચએમએસ મિન્ડેન

ગૌતમ ઘણીવાર સુધી વિચારતા રહ્યા અને છેલ્લે તમેને (ડી) એચએમએસ મિન્ડેન જવાબને લોક કર્યો તે એકદમ સાચો જવાબ હતો અને ગૌતમ આ 11મી સીઝનના ત્રીજા કરોડપતિ પણ બની ગયા. એક કરોડ જીત્યા બાદ હવે પ્રશ્ન આવવાનો હતો 7 કરોડ રૂપિયા માટે જેનો જવાબ ગૌતમને પણ ના આવડ્યો અને જેના કારણે તેને એક કરોડ રૂપિયા લઈને પોતાના ઘરે પાછું ફરવું પડ્યું.
સાત કરોડ રૂપિયા માટેનો પ્રશ્ન સૌથી અઘરો હતો.
“ડરબન, પ્રટોરિયા અને જોહાનિસબર્ગમાં 20મી સદીની શરૂઆતમાં મહાત્મા ગાંધીની મદદથી ત્રણેય ફૂટબોલ ક્લબના નામ શું હતું ?
ઓપશન હતા..
(એ) દૂધ સીકર્સ (બી) નોન વાયલેન્ટસ (સી) પેસિવ રજિસ્ટર્સ (ડી) નોન-કોઓપરેટર્સ
જેનો સાચો જવાબ હતો (સી) પેસિવ રજિસ્ટર્સ. પરંતુ આ પ્રશ્નનો જવાબ ગૌતમને ખબર નહોતી અને તેને 7 કરોડ રૂપિયાથી હાથ ધોવા પડ્યા.

તમને જણાવી દઈએ કે કેબીસીનાં 11માં સીઝનમાં કુલ ત્રણ કરોડપતિઓ મળ્યા છે જેમાં બિહારના સનોજ રાજ, મહારાષ્ટ્ર્ના અમરાવતીની બબીતા તાડે અંગે ગઈકાલે યોજાયેલ પ્રતિયોગીતાના ગૌતમકુમાર ઝા. આ ત્રણેમાંથી કોઈપણ વ્યક્તિ સાત કરોડ માટેનો જવાબ આપી શક્યું નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.