કિન્નોરમાં ફરવા ગયેલી પ્રકૃતીનો આનંદ માણી રહેલી ડોકટોર દીપા શર્મા સતત પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને પોતાના ફેન્સને આ કુદરતી સૌદર્યની ઝલક આપતી રહેતી હતી પણ ભગવાનને કઈંક અલગ જ મંજુર હતું
અને તેમને ખ્યાલ નહોતો કે આ તેમના માટે જીંદગીની અંતિમ ક્ષણો બનશે. કિન્નોરમાં થયેલા ભૂસ્ખલનમાં દીપા શર્મા સહિત 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રવિવારના રોજ હિમાચલ પ્રદેશના કિન્નોરમાં એક ભાયનક અકસ્માત સર્જાઇ ગયો.
અહીં કેટલાક ખુશીના પળ વિતાવવા માટે પહોંચેલા લોકોના માથા પર મોત વરસી ગઇ. જયારે પહાડી વિસ્તારોમાં લૈંડસ્લાઇડ થયો અને ઘણુ વહી ગયુ. કિન્નોરના આ અકસ્માતમાં 9 લોકોની મોત થઇ ગઇ છે, તેમાંથી જ એક છે આયુર્વેદની ડોક્ટર દીપા શર્મા.
દીપા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ હતી. જે પહેલીવાર એકલી યાત્રા પર નીકળી હતી. સતત તે સોશિયલ મીડિયા પર આ યાત્રાને લઇને અપડેટ આપી રહી હતી. પરંતુ કોઇને એ અંદાજ ન હતો કે આ તેના અંતિમ પળ હશે. કિન્નોરના લૈંડસ્લાઇડમાં (ભૂસ્ખલન) ડો.દીપા શર્માએ જીવ ગુમાવ્યો. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર દીપા શર્માને પ્રકૃતિ સાથે ઘણો લગાવ હતો.
દીપા શર્માએ મોત પહેલા તસવીર શેર કરી લખ્યુ હતુ કે, ભારતના તે અંતિમ છોર પર ઊભી છુ જયાં સુધી સામાન્ય નાગરિકને જવાની અનુમતિ છે. તેનાથી 80 કિલોમીટર આગળ તિબ્બત છે. જેના પર ચીને અવૈદ્ય રીતે કબ્જો કરેલો છે.
દીપા ઘણીવાર કહેતી હતી કે પ્રકૃતિ વગર જીવન કંઇ નથી અને કદાચ એટલે જ નિયતિને એ જ મંજૂર હતુ કે તે પ્રકૃતિના ખોળામાં તેના જીવનના અંતિમ શ્વાસ લે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર દીપા પ્રસિદ્ધ ટીવી શો “કૌન બનેગા કરોડપતિ”માં પણ નજર આવી ચૂકી છે. આ દરમિયાન તેણે 6.50 લાખ રૂપિયા જીત્યા હતા.
કિન્નૌર અકસ્માતમાં દીપા શર્મા સહિત નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, મૃતકના સગાઓના આગળના વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે.આ અકસ્માત રવિવારે બપોરે 1.30 વાગ્યે કિન્નૌરમાં બન્યો હતો,
ત્યારે અચાનક સાંગલા-ચિતકુલ માર્ગ પર પર્વત પરથી પથ્થરો પડવા લાગ્યા હતા અને નીચે આવતાં તેઓએ વિનાશનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન, નીચે બનાવવામાં આવેલ પુલ, પાર્ક કરેલા વાહનો તમામ નાશ પામ્યા હતા, બ્રિજ પરથી પસાર થતો એક ઓટો પણ પૂરો થયો હતો.આ લાઈવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ હાદસા પર દુ:ખ વ્યક્ત કર્યુ છે, સાથે જ ઘાયલો જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે. PM એ પીડિતોના પરિવારજનોને 2 લાખ રુપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાના સહયોગની જાહેરાત કરી છે.
ડોક્ટર દીપા શર્મા સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ હતા. તે પહેલીવાર સોલો ટ્રીપ પર નીકળ્યા હતા. સોશિયલ મીડિયામાં સતત તેના આ પ્રવાસની માહિતી આપતી રહેતી હતી અને પ્રકૃતીના રમણીય દ્રશ્યોને બતાવી રહી હતી, પરંતુ ડોક્ટર અને તેના સાથે જોડાયેલ લોકોને અંદાજો નહી હોય કે આ તેની જીંદગીના અંતીમ ક્ષણો બની રહેશે. ભૂસ્ખલનમાં ડૉ. દીપા શર્માએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.