ડેટિંગ એપ ઉપર મળેલી ખુબ જ સુંદર ગર્લફ્રેન્ડને લઈને આ યુવક પહોંચ્યો KBC શોમાં, અમિતાભ બચ્ચને પણ આટલી સુંદર પ્રેમિકાને જોઈને પૂછ્યો એવો સવાલ કે… જુઓ

બચ્ચન સાહેબ કન્ટેસ્ટન્ટની સુંદર ક્યૂટ ગર્લફ્રેન્ડને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, પૂછ્યો એવો સવાલ કે કહેશો મજા પડી ગઈ આજે

જે શોએ ઘણા બધા લોકોની જિંદગી બદલી નાખી છે એ શો “કોન બનેગા કરોડપતિ”ની 14મી સીઝનનું ટીવી ઉપર પ્રસારણ શરૂ થઇ ગયું છે અને આ શોની અંદર આ વર્ષે પણ એકથી એક ચડિયાતા લોકો જોવા મળી રહ્યા છે, કોઈ અઢળક રકમ જીતી રહ્યું છે તો કોઈ દિલ જીતી રહ્યું છે, પરંતુ હાલમાં સામે આવેલા એક વીડિયોમાં શોમાં આવેલા પ્રતિસ્પર્ધીની ગર્લફ્રેન્ડ દર્શકોનું જ નહિ અમિતાભનું પણ દિલ જીતી રહી છે.

અમે વાત કરી રહ્યા છીએ દિલ્હીના કૌન બનેગા કરોડપતિ 14ના સ્પર્ધક આયુષ ગર્ગ વિશે. જે IIM ગ્રેજ્યુએટ છે, અને તે તેની ગર્લફ્રેન્ડ સાથે KBCમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો. આયુષની ગર્લફ્રેન્ડ એટલી સુંદર છે કે તેને ઘણી લાઇમલાઇટ મેળવી લીધી.  શોની શરૂઆત ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડથી થઈ હતી. સ્પર્ધક વૈષ્ણવી સિંહ પ્રથમ હોટ સીટ પર આવી અને 10 હજાર રૂપિયા જીતીને ઘરે ગઈ.

જેના બાદ નવી દિલ્હીથી સ્પર્ધક આયુષ ગર્ગ દ્વારા એન્ટ્રી કરવામાં આવી હતી જે IIM ગ્રેજ્યુએટ હતા. જ્યારે તેણે હોટસીટ પર આવીને તેના સાથી વિશે વાત કરી તો અમિતાભ બચ્ચન આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કહ્યું કે તે તેની ગર્લફ્રેન્ડ આરુષિ શર્મા સાથે અહીં આવ્યો છે. આના પર અમિતાભે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે બાકીના સ્પર્ધકો તેમની માતા અથવા ભાઈ-બહેનને લઈને આવે છે પરંતુ આયુષ તેની ગર્લફ્રેન્ડને લઈને આવ્યો અને ગર્વથી કહ્યું કે તે તેની ગર્લફ્રેન્ડ આરુષિને સાથે લઈને આવ્યો છે.

જ્યારે અમિતાભ બચ્ચને આયુષને પૂછ્યું કે તે તેની ગર્લફ્રેન્ડને કેવી રીતે મળ્યો, તો આયુષે ડેટિંગ એપ દ્વારા મળ્યા હોવાનું જણાવ્યું. આ સાંભળીને અમિતાભ બચ્ચને પણ ડેટિંગ એપ વિશે માહિતી લીધી હતી, જેના પછી દર્શકોએ જોરદાર તાળીઓ પાડી હતી. આ શોનો એક પ્રોમો વીડિયો પણ સોનીના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો છે, જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel