“કોન બનેગા કરોડપતિ” દર્શકોને ખુબ જ પસંદ આવે છે, આ શોની અંદર આ આઠવાડિયે બાળકો જોવા મળી રહ્યા છે, ત્યારે આ દરમિયાન જ ગુજરાતના ભરૂચનો એક 14 વર્ષીય બાળક અનમોલ શાસ્ત્રી પણ અમિતાભ બચ્ચન સામે હોટસીટમાં જોવા મળ્યો હતો.

અનમોલ શાસ્ત્રી ભરૂચની અંદર ધોરણ 8માં અભ્યાસ કરે છે, ત્યારે કેબીસીનાં સેટ ઉપર તેને પોતાના જ્ઞાનથી અમિતાભ બચ્ચનને પણ પોતાના દીવાના બનાવી દીધા હતા. અમિતાભ બચ્ચને તેની જાણવાની વૃત્તિ જોઈને તેને જિજ્ઞાસુ નામ પણ આપ્યું હતું.અનમોલ કેબીસીમાંથી 25 લાખ રૂપિયા જીત્યો, તે 50 લાખ માટેના સવાલનો જવાબ ના આપી શક્યો, પરંતુ તે છતાં પણ તે જેટલું રમ્યો તેને જોઈને દરેક કોઈ અનમોલનાં ચાહક ચોક્કસ બની ગયા છે.
View this post on Instagram
અનમોલ એક ખગોળશાસ્ત્રી બનવા માંગે છે. અનમોલનાં પિતાને જયારે ખબર પડી કે કેબીસીની અંદર 10 થી 16 વર્ષના બાળકો ભાગ લઇ શકે છે ત્યારે તેમને અનમોલને જણાવ્યું અને અનમોલ 25 દિવસ સુધી રોજ સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી ઓનલાઇન 10 પ્રશ્નોના જવાબ આપ્યા, જેમાંથી પહેલા 4 હજાર બાળકોની પસંદગી કરવામાં આવી. ત્યારબાદ 7 રાઉન્ડ સ્કેનિંગ થયું. પછી મુંબઈના સ્ટુડિયોમાં બોલાવવામાં આવ્યા અને ત્યાં ઓનસ્ક્રીન ટેસ્ટમાં સફળ થયા બાદ 8 બાળકોની પસંદગી ફાસ્ટેસ ફિંગર માટે થઇ. તેમાં અનમોલ હોટ સીટ ઉપર પહોંચી શક્યો.