કેબીસી 16માં 7 કરોડના પ્રશ્નનું રહસ્ય: ચંદ્ર પ્રકાશે સાચો જવાબ આપ્યો પણ કેમ ન બની શક્યા કરોડપતિ- જાણો

અમિતાભ બચ્ચનનો પ્રખ્યાત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી) 16 સીઝનમાં એક રોમાંચક એપિસોડ જોવા મળ્યો. કાશ્મીરના ચંદ્ર પ્રકાશે 1 કરોડ રૂપિયા જીત્યા, પરંતુ 7 કરોડના પ્રશ્નનો જવાબ આપવામાં અસમર્થ રહ્યા. આ શોમાં સ્પર્ધકો તેમના જ્ઞાનના આધારે આવે છે અને મોટી રકમ જીતીને જાય છે.


ગત એપિસોડમાં, ચંદ્ર પ્રકાશ સ્પર્ધક તરીકે આવ્યા અને હોટ સીટ પર બેઠા. આર્થિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરનાર ચંદ્ર પ્રકાશે હિંમત ન હારી અને અનેક સમસ્યાઓને પાર કરીને જીવનમાં આગળ વધ્યા. કાશ્મીરના આ સ્પર્ધકની કહાની સાંભળીને સેટ પર બેઠેલા પ્રેક્ષકો પણ ભાવુક થઈ ગયા. તેમણે શાનદાર રમત રમી અને 1 કરોડ રૂપિયા જીતીને કેબીસી સીઝન 16ના પ્રથમ કરોડપતિ બન્યા.

જોકે તેઓ 7 કરોડના પ્રશ્નનો સાચો જવાબ જાણતા હતા, પરંતુ તેમણે જોખમ લેવાને બદલે ક્વિટ કરવાનું વધુ યોગ્ય માન્યું. શો છોડ્યા પછી જ્યારે તેમણે ઉત્તર આપ્યો, ત્યારે અમિતાભ બચ્ચન પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ ચંદ્ર માટે 1 કરોડ રૂપિયા પણ ઘણું મહત્વ ધરાવે છે, તેથી તેમણે જોખમ લેવાને બદલે સુરક્ષિત રમવાનું પસંદ કર્યું. જોકે, પ્રથમ કરોડપતિ બનવું પણ કોઈ નાની સિદ્ધિ નથી.


7 કરોડનો પ્રશ્ન શું હતો?
કેબીસી 16 સીઝનનો પ્રથમ સાત કરોડનો પ્રશ્ન આ હતો:
પ્રશ્ન: 1587માં ઉત્તર અમેરિકામાં અંગ્રેજ માતા-પિતાથી જન્મેલું પ્રથમ નોંધાયેલું બાળક કોણ હતું?
વિકલ્પો હતા:
A: વર્જિનિયા ડેર
B: વર્જિનિયા હોલ
C: વર્જિનિયા કોફી
D: વર્જિનિયા સિંક

સાચો જવાબ: આ પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પ A, વર્જિનિયા ડેર હતો. જોકે સ્પર્ધકને સાચો જવાબ ખબર હતો, પરંતુ ખાતરી ન હોવાને કારણે તેમણે જોખમ ન લીધું અને 7 કરોડ જીતવાથી ચૂકી ગયા.

ચંદ્ર પ્રકાશનું જીવન સંઘર્ષમય રહ્યું છે. જન્મથી જ તેમણે મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જન્મ સમયે જ તેમની આંતરડીમાં અવરોધ હતો, જેના કારણે એક દિવસના બાળકની સર્જરી કરવી પડી. તેમની માતાએ જણાવ્યું કે ઘરના પ્રથમ પુત્રના જન્મની ખુશી તો હતી, પરંતુ સાથે હૃદય ચીરી નાખે તેવું દુઃખ પણ હતું, જ્યારે તેઓ પોતાના નાના બાળકને પીડામાં જોતાં.

પરિવારે હિંમત ન હારી અને તેમનો ઇલાજ કરાવ્યો. વીમા કંપનીએ મદદ કરવાનો ઇનકાર કર્યો, તેથી બચત વાપરીને ઇલાજ કરાવવામાં આવ્યો. આજે એ જ ચંદ્ર પ્રકાશ, જેમના પથારીમાંથી ઊઠવાની આશા નહોતી, કેબીસી 16ના સેટ પર અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસીને સીઝનના પ્રથમ કરોડપતિ બન્યા છે.

Swt