KBCમાં 1 કરોડ રૂપિયા જીતનારા જસકરણને મળશે ફક્ત આટલા રૂપિયા, જો 7 કરોડ જીત્યો હોત તો પણ ખાતામાં આવતા…

જો તો તમારે KBCમાં 7 કરોડ રૂપિયા જીત લો છો તો તમને મળશે ફક્ત આટલા રૂપિયા ? કારણ જાણીને તો હેરાન રહી જશો, જુઓ

KBC 15’s first millionaire Jaskaran : દર્શકોનો સૌથી મનગમતો શો કોણ બનેગા કરોડપતિ ફરી એકવાર ટીવી પર છવાઈ ગયો છે અને દર્શકો આ શોનો આનંદ પણ માની રહ્યા છે. કેબીસીએ કેટલાય લોકોની જિંદગી બનાવી દીધી છે અને ઘણા લોકોને કરોડપતિ પણ બનાવી દીધા છે. ત્યારે આ શોની અંદર આવતા સ્પર્ધકોની કહાની પણ ખુબ જ દિલચસ્પ હોય છે. સાથે જ આ શો દ્વારા લોકોને ઘણી અવનવી વાતો પણ જાણવા મળતી હોય છે. ત્યારે “કૌન બનેગા કરોડપતિ – સીઝન 15’ને 5 સપ્ટેમ્બરે જસકરણ સિંહના રૂપમાં તેનો પહેલો કરોડપતિ મળ્યો!

જસકરણ જીત્યો 1 કરોડ :

જસકરણ સિંહે એક કરોડ રૂપિયા જીત્યા છે, પરંતુ તેણે 7 કરોડ માટેનો સવાલ ક્વિટ કરી દીધો. જસકરણ સિંહે જ્યારે તેની કૌટુંબિક પૃષ્ઠભૂમિ વિશે જણાવ્યું ત્યારે દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. IASની તૈયારી કરી રહેલા જસકરણ સિંહના પિતા કેટરિંગનું કામ કરે છે. તેના દાદા છોલે ભટુરે વેચે છે અને તેના દાદી કરિયાણાની દુકાન ચલાવે છે. તેણે કહ્યું કે જો કોઈ તેના પરિવારને પૂછે કે તમે આ કામ કેમ કરો છો, તો તેમનો જવાબ છે કે અમે અમારા બાળકો માટે આ બધું કરી રહ્યા છીએ.

આટલો કપાશે ટેક્સ :

ત્યારે હવે દરેક વ્યક્તિના મનમાં એક સવાલ ચોક્કસ થવાનો કે જસકરણ 1 કરોડ રૂપિયા તો જીતી ગયો પરંતુ તેના ખાતામાં કેટલા રૂપિયા આવશે ? તો તમને જણાવી દઈએ કે ઇન્કમ ટેક્સનાં કાયદા મુજબ ઇનામમાં જીતેલી રકમ પર પણ ટેક્સ ભરવો પડે છે. હવે તમે વિચારતા હશો કે જે વ્યક્તિએ ઈનામની રકમ જીતી છે તેના સ્લેબ પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવે છે, તો તે ખોટું છે. આવકવેરા વિભાગ આ નાણાં પર કોઈપણ સ્લેબને બદલે સીધો 30% ટેક્સ વસૂલે છે. આટલું જ નહીં, ઉઘરાવવામાં આવેલા ટેક્સ પર 4 ટકાનો સેસ પણ લેવામાં આવે છે.

7 કરોડ જીતવા પર મળશે ફક્ત આટલા રૂપિયા :

જસકરણે જીતેલી 1 કરોડની રકમ પર 30 ટકા એટલે કે રૂ. 30 લાખનો ડાયરેક્ટ ટેક્સ ચૂકવવો પડશે. આ ઉપરાંત જીતની રકમ 50 લાખ રૂપિયાથી વધુ હોય તો તેના માટે કાપેલા ટેક્સ પર 10 ટકા સરચાર્જ પણ ચૂકવવો પડશે. આ સરચાર્જ 1 કરોડથી વધુ રકમ પર 15 ટકા રહે છે. આ રીતે, તમે સરચાર્જ તરીકે રૂ. 30 લાખના 10% એટલે કે રૂ. 3 લાખ પણ ચૂકવશો. આ  હિસાબે 7 કરોડ રૂપિયા પર 2 કરોડ 10 લાખ રૂપિયા તો ટેક્સ ચૂકવી દેવો પડે છે. એ 2 કરોડ 10 લાખ રૂપિયામાં પણ 15 ટકા સરચાર્જ ચૂકવવો પડે એટલે કે 3 લાખ 15 હજાર બીજા ચૂકવવા પડે. માટે જે વ્યક્તિ ઇનામ તરીકે 7 કરોડ જીતે છે તેમને 5 કરોડ પણ નથી મળતા.

Niraj Patel