ખબર

કોન બનેગા કરોડપતિમાં ડૉ નેહા શાહે જીત્યા એક કરોડ રુપિયા, ફ્લર્ટ કરતા બચ્ચન પણ શરમાઈ ગયા, જુઓ વીડિયો

હાલ ટીવી ઉપર કોન બનેગા કરોડપતિ શો દર્શકોની પસંદ બનાવ લાગ્યો છે. જેમાં અમિતાભ બચ્ચનનો અંદાજ દર્શકોનું દિલ જીતી લે છે, પરંતુ  આ શોના એક ભાગની અંદર મૂળ ગુજરાતી અને હાલ મુંબઈમાં સ્થાયી થયેલ ડોક્ટર નેહા શાહ 1 કરોડ રૂપિયા સાથે અમિતાભનું પણ દિલ જીતી લેતા જોવા મળી રહી છે.

Image Source

મુંબઈના ઘાટકોપરમાં રહેતા ડોક્ટર નેહા શાહ એક ફિજિયો થેરીપીસ્ટ છે. તે છેલ્લા 20 વર્ષોથી કેબીસીમાં આવવાનો પ્રયત્ન કરી રહી હતી. નેહા શાહ અમિતાભ બચ્ચનના ખુબ જ મોટી પ્રસંશક પણ છે. ત્યારે નેહાની આ 20 વર્ષોની તપાસ્યા જાણે કે આજે પુરી થઈ હોય તેમ જોવા મળી રહ્યું છે.

Image Source

એક સમયે બિગ બીના બંગલા સામે કલાકો સુધી અમિતાભની રાહ જોઈ રહેતી નેહા શાહ આજે ફાસ્ટેસ ફિંગર રાઉન્ડની અંદર વિજેતા બનીને નેહા અમિતાભ સામે હોટ સીટમાં ગોઠવાઈ ગઈ છે અને તરત જ તે બિન્દાસ રીતે અમિતાભ સાથે ફ્લર્ટ કરતી જોવા મળે છે. ઘણીવાર તો અમિતાભ પણ તેના આ ફ્લર્ટને જોઈને શરમાઈ જાય છે.

નેહા આ શોની અંદર અમિતાભ સાથે બિન્દાસ ફ્લર્ટ કરવાની સાથે ગેમ ઉપર પણ પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખતી જોવા મળી રહી છે. અને એટલે જ તે આ શોમાં 1 કરોડ રૂપિયા જીતતી પણ જોવા મળે છે. હવે તે 7 કરોડ માટેના સ્વાલનો જવાબ આપી શકે છે કે નહીં તો આગળના એપિસોડ દ્વારા જ જાણી શકાશે.

નેહા પહેલા છત્તીસગઢની અનુપા દાસ, જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ મોહિત શર્મા, રાંચીની નાજિયા નસીમ પણ 1 કરોડ રૂપિયા જીતીની ઇતિહાસ બનાવી ચુક્યા છે.