દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

20 વર્ષની ઉંમરમાં સ્મશાનમાં વિતાવવી પડી હતી રાતો, આજે સિંધુતાઈ છે 1200 બાળકોની માતા- વાંચો આજની જોરદાર સ્ટોરી

કોન બનેગા કરોડપતિ સીઝન 11 શરુ થઇ ગઈ છે અને શુક્રવારે કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં સમાજ સેવિકા સિંધુતાઈ સપકાલે ભાગ લીધો હતો. શોમાં અમિતાભ બચ્ચને ખુદ ઉભા થઈને તેમનું સ્વાગત કર્યું અને પછી તેમના પગે લાગીને તેમને હોટસીટ પર બેસાડ્યા.

Image Source

સમાજ સેવિકા સિંધુતાઈનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. કેબીસીનાં સ્પેશિયલ એપિસોડમાં જયારે તેમને પોતાના સંઘર્ષની વાત કહી ત્યારે બધાના જ રૂંવાડા ઉભા થઇ ગયા હતા. તેઓએ જણાવ્યું કે – ‘હું 20 વર્ષની હતી અને મારી બાળકી મમતા 10 દિવસની હતી, ત્યારે મારા સાસરાવાળાઓએ મને ઘરેથી કાઢી મૂકી. મારી માએ પણ મને ઘરેથી કાઢી મૂકી, એ મને પ્રેમ કરતી ન હતી. મને સમજ ન આવ્યું કે હું શું કરું, આટલી નાની બાળકીને લઈને ક્યાં જાઉં. મારી પાસે ખાવા-રહેવા માટે કશું જ બચ્યું ન હતું. ત્યારે હું ટ્રેનમાં ફરતી અને અને પેટ ભરવા માટે ટ્રેનમાં ગાવાનું શરુ કરી દીધું.’

Image Source

‘મારી પાસે ઘર પણ ન હતું. હું ભિખારીઓ સાથે ખાવાનું ખાતી હતી. દિવસ તો નીકળી જતો પણ સવાલ રાતનો હતો. હું માત્ર 20 વર્ષની હતી અને ત્યારે મને પુરુષોથી ડર લાગતો હતો. સમજમાં ન આવ્યું કે ક્યાં જાઉં, તો હું સ્મશાનમાં જઈને ઊંઘતી હતી. કારણ કે રાતે ત્યાં કોઈ જ ન જાય. માર્યા પછી જ કોઈ ત્યાં જાય છે. જો કોઈ મને રાતે જોઈ જતું તો ભૂત-ભૂત કહીને ડરીને ભાગી જતા હતા.’

Image Source

વાત આગળ વધારતા કહ્યું, ‘સ્મશાનમાં રહેવાવાળી એક બાઈ શું કરી શકે. હું ભૂખી હોતી હતી એટલે મને બીજાની ભૂખનો અંદાજો પણ હતો. મેં ખાવાનું વહેંચીને ખાધું અને અનાથોની મા બની ગઈ, જેનું કોઈ જ ન હોય એમની હું મા.’ સિંધુતાઈએ અનાથોની દેખરેખનું કામ શરુ કરી દીધું, પહેલા લાગ્યું કે તેમની પોતાની બાળકી સાથે જ રહેશે તો બીજા બાળકોને એમ ન લાગે કે તેમની સાથે ભેદભાવ થઇ રહ્યો છે, એટલે તેમને પોતાની દીકરી મમતાને દૂર કરી દીધી હતી.

Image Source

સિંધુતાઈને અનાથોની માતા કહે છે. તેમણે જયારે પણ કોઈ બાળક રસ્તાના કિનારે રડતા દેખાય તો તેને પોતાના બનાવી લે છે. તેમના પરિવારમા 207 જમાઈ, 36 વહુ અને 450થી પણ વધુ પૌત્ર-પૌત્રીઓ છે અને 1200 બાળકો છે. તેમને રાષ્ટ્રપતિ સન્માન સિવાય 750 એવોર્ડ મળી ચુક્યા છે. તેઓ આજે પણ પોતાનું કામ એ જ રીતે કરે છે જે રીતે શરૂઆતના દિવસોમાં કરતા હતા. તેઓ પોતાની દીકરી મમતા સાથે કેબીસીમાં હોટસીટ પર આવ્યા હતા. દરમ્યાન અમિતાભ બચ્ચન પણ તેમની વાત સાંભળીને ભાવુક થઇ ગયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks