ખબર

KBC 11: બિહારના સનોજ રાજ બન્યા પહેલા કરોડપતિ, શું આપી શકશે 7 કરોડના સવાલનો જવાબ? જુઓ વિડીયો

કોન બનેગા કરોડપતિ સીઝનમાં 11 હવે રોમાંચ સતત વધી રહ્યો છે. મંગળવારે એક કરોડના સવાલનો જવાબ આપ્યા બાદ હવે બિહારના સનોજ રાજ આ અઠવાડિયે 7 કરોડના સવાલનો સામનો કરતા જોવા મળશે. આનો અર્થ એ છે કે સીઝન 11ના પ્રથમ કરોડપતિ સનોજ રાજ બની ગયા છે. ત્યારે હવે જોવાનું એ છે કે તે 7 કરોડના સવાલનો જવાબ આપી શકે છે કે નહીં.

Image Source

સોની ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું છે કે શો હોસ્ટ કરી રહેલા અમિતાભ બચ્ચન સનોજ રાજને કહે છે કે તમે 1 કરોડ રૂપિયા જીતી ગયા છો. આ પછી તેમને 7 કરોડ રૂપિયાનો સવાલ પૂછવામાં આવે છે અને સનોજની પ્રતિક્રિયા જોયા પછી લાગે છે કે તે જરા પણ ગભરાયેલા નથી.

જો કે આ પ્રોમોમાં નથી બતાવવામાં આવ્યું કે તેઓ 7 કરોડના સવાલનો જવાબ આપી શકે છે કે નહિ. જે વિશે ખબર તો આગામી એપિસોડમાં જ પડશે.

Image Source

કોન બનેગા કરોડપતિ સીઝનમાં 11ના પ્રથમ કરોડપતિ સનોજ રાજ બિહારના એક સાધારણ પરિવારમાંથી આવે છે અને આઈએએસ બનવા માંગે છે. તેમના પિતા ખેડૂત છે અને સનોજે જહાનાબાદની શાળામાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. આ પછી તેને બીટેક કર્યું છે અને બે વર્ષથી સહાયક કમાન્ડેન્ટના પદ પર નોકરી કરી રહયા છે. જણાવી દઈએ કે આ પહેલા કોન બનેગા કરોડપતિમાં ચંપારણ જિલ્લાના સુશીલ કુમાર પાંચ કરોડ રૂપિયા જીતી ચુક્યા છે.

Image Source

આ પહેલા મંગળવારે હિમાંશુએ એક કરોડના સવાલનો સામનો કર્યો હતો, પરંતુ તે તેનો જવાબ આપી શક્યો ન હતો અને તેણે રમત છોડી દીધી હતી. 15મા પ્રશ્ને હિમાંશુને એક કરોડ રૂપિયા માટે પૂછવામાં આવ્યું હતું કે, કોના દ્વારા ઉપનિષદોનું ફારસીમાં કરવામાં આવેલું ભાષાંતર સિર્રે-અકબર તરીકે ઓળખાય છે. આ પ્રશ્નના ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા – અબુલ ફઝલ, શાહ વલીઉલ્લાહ દેહલવી, દારા શિકોહ અને અહમદ અલ-સરહિંદી. આ પ્રશ્નનો સાચો જવાબ દારા શિકોહ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks