મનોરંજન

KBC 11: કોન્ટેસ્ટન્ટે અમિતાભ બચ્ચન સામે કરી દીધા ઐશ્વર્યા રાયની આંખોના વખાણ, અમિતાભે આપ્યું આવું રિએક્શન

સોની ચેનલ પર આવતો અમિતાભ બચ્ચનનો ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ માત્ર સવાલ-જવાબ અને ઇનામના પૈસા માટે જ ચર્ચાઓમાં નથી રહેતો, પરંતુ શો દરમિયાન સ્પર્ધકો સાથે અમિતાભ બચ્ચનની મજા-મસ્તી પણ કેબીસીની હાઇલાઇટ્સ બની જાય છે. અમિતાભે જે રીતે સ્પર્ધકો સાથે વાતચીત કરે છે, તે પ્રેક્ષકોને ખૂબ પસંદ આવે છે. ત્યારે આજે વાત કરીશું બુધવારના એપિસોડ વિશે જયારે દિલ્હીની વિદ્યાર્થી પૂજા ઝા, કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ જીત્યા પછી અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેઠી હતી.

Image Source

પૂજા ઝાએ તેના સંઘર્ષની વાત કહી જેને સાંભળીને ત્યાં હાજર મોટાભાગના લોકોની આંખો ભીની થઇ ગઈ હતી. પૂજાએ બી.એડ કર્યું છે અને તે હાલમાં નોકરી શોધી રહી છે. પૂજાએ સારી રીતે રમત રમી હતી, પરંતુ 12 લાખ 50 હજારના સવાલ પર તેણે રમત છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. જો કે, તેણે જે જવાબ ધાર્યો હતો, તે સાચો નીકળ્યો હતો. પૂજા 6 લાખ 40 હજાર રૂપિયા જીતીને પરત ફરી હતી.

Image Source

પૂજાને બિગ બીએ પૂછ્યું કે કઈ ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને શાહરૂખ ખાને જોડિયા બહેન-ભાઈની ભૂમિકા ભજવી હતી. પૂજાએ આ સવાલનો સાચો જવાબ જોશ આપ્યો. કોન્ટેસ્ટન્ટે કહ્યું કે તેને ઐશ્વર્યાની આંખો ખૂબ જ પસંદ છે અને તે તેમની આંખોને પ્રેમ કરે છે. આ સાંભળીને અમિતાભ બચ્ચન પહેલા હસ્યા અને પછી મસ્તી કરતા કહ્યું – હું તમારા આ જવાબથી નિરાશ થયો છું કારણ કે તમે મારી આંખોની પ્રશંસા ન કરી. ભલે, હું તેમને આ સમાચાર આપી દઈશ.

Image Source

પૂજાએ જે સવાલ પર રમત છોડી તે સવાલ હતો કે, દિલ્હીના કયા વિસ્તારનું નામ પ્રિન્સ વિક્ટોરિયા અને પ્રિન્સ આલ્બર્ટના પુત્ર, પ્રિન્સ આર્થરના નામ પર રાખવામાં આવ્યું? આનો સાચો જવાબ હતો, કનોટ પ્લેસ હતો. પૂજાએ પણ એ જ અનુમાન લગાવ્યું હતું, પરંતુ જવાબ માટે તે શ્યોર ન હોવાના કારણે તેણે રમત છોડી દેવાનો નિર્ણય કર્યો.

Image Source

કેબીસી 11માં દરેક શુક્રવારે ખાસ કર્મવીર વિશેષ એપિસોડ હોય છે. આ વખતે આ એપિસોડમાં, અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર વીરેન્દ્ર સહેવાગ અને દૂતીચંદને જોવા મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.