
કૌન બનેગા કરોડપતિ સીઝન 11ને બે કરોડપતિ મળી ચુક્યા છે. પ્રથમ છે બિહારના સનોજ રાજ અને આ સીઝનની બીજી કરોડપતિ છે મહારાષ્ટ્રની બબીતા તાડે. આ બંને સ્પર્ધકોએ તેમની સમજથી સવાલોના સાચા જવાબો આપ્યા અને 1 કરોડના માલિક બની ગયા.

બબીતા મહારાષ્ટ્રના અમરવટીમાં મીડ ડે મિલ વર્કર છે. તે શાળામાં 450 બાળકો માટે ખીચડી બનાવે છે. તેને આ કામ માટે 1500 રૂપિયા પગાર મળે છે. શો દરમ્યાન બબીતાએ અમિતાભને જણાવ્યું કે તેમના આખા પરિવારમાં માત્ર એક જ મોબાઈલ ફોન છે અને તેમની પાસે પોતાનો મોબાઈલ નથી. એવામાં શોમાં વચ્ચે જ અમિતાભ બચ્ચને તેમને એક ફોન પણ ગિફ્ટ કર્યો.
શું હતો એક કરોડનો સવાલ –

બબીતા જે સવાલનો જવાબ આપીને 1 કરોડ રૂપિયા જીતી ગઈ એ સવાલ હતો – મુઘલ શાસક બહાદુર શાહ ઝફરના કયા દરબારી કવિએ દાસ્તાન-એ-ગદર લખી હતી, જેમાં એમને 1857ના વિદ્રોહ વિશે પોતાના અંગત અનુભવો વિશે લખ્યું હતું? આ સવાલનો સાચો જવાબ હતો ઝહીર દેહલવી.
આ પછી બબિતાને સાત કરોડ રૂપિયા માટે જે સવાલ પૂછવામાં આવ્યો હતો, એ સવાલ હતો – આમાંથી કયા રાજ્યના સૌથી વધુ રાજ્યપાલ આગળ ચાલીને દેશના રાષ્ટ્રપતિ બન્યા? આ સવાલનો સાચો જવાબ હતો બિહાર.

સાત કરોડ માટેના આ સવાલનો બબીતાએ સાચો જવાબ આપ્યો હતો, પરંતુ ત્યારે તેને આ રમત છોડી દીધી હતી. તે પહેલા પણ બિહાર કહી રહી હતી, પરંતુ જીતેલી રકમ ન ગુમાવવાના ચક્કરમાં તેને ગેમ છોડી દીધી.
બબીતાએ શો દરમ્યાન કહ્યું હતું કે જો એ કરોડપતિ બની જશે તો પોતાના પતિને ભારતભ્રમણ માટે લઇ જશે અને આ સિવાય પોતાના ગામમાં એક શિવાલય પણ બનાવવા માંગે છે.

બબીતાએ અમિતાભ બચ્ચનને એ પણ જણાવ્યું હતું કે એ 450 બાળકો માટે ખીચડી બનાવવાનું કામ કરે છે, તેને આ કામ અને પૈસાથી કોઈ સમસ્યા નથી કારણ કે તેને બાળકો માટે ખીચડી બનાવવી પસંદ છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.