ખબર

1 કરોડ જીત્યા પછી શખ્સે KBCની પોલ ખોલી નાખી, ભડાસ કાઢી અને અંદરના સિક્રેટ ખોલ્યા

બિહારના સનોજ રાજ કૌન બનેગા કરોડપતિ સીઝન -11ના પહેલા કરોડપતિ બની ગયા છે. ખેડૂત પુત્ર સનોજ આ સિઝનના પહેલા સ્પર્ધક છે જેમણે 1 કરોડના પ્રશ્નનો સાચો જવાબ આપ્યો હતો. જો કે, તે 7 કરોડના સવાલનો જવાબ સાચો આપી શક્યો નહિ. કરોડપતિ બન્યા પછી, સનોજ રાજે શો વિશેની ઘણી વાતો જણાવી અને તેની સફળતાની કહાની પણ જણાવી. શોમાંથી 1 કરોડ રૂપિયા જીત્યા બાદ, સનોજનું કહેવું છે કે આ તમામ પૈસા તેમના પિતાના છે.

Image Source

‘કૌન બનેગા કરોડપતિ 11’ ના સેટ પર બનેલી ઘણી બાબતોનો ખુલાસો સનોજે કર્યો હતો. સનોજને શોમાં એક વસ્તુ પસંદ ન આવી અને તે જ તેને સૌથી વધુ હેરાન કરનારી હતી. આ શોમાં એન્ટ્રી થયા બાદ તેમણે મુંબઇની એક હોટલમાં રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન તેને કેટલીક સમસ્યાઓ થઇ.

Image Source

સનોજે જણાવ્યું હતું કે ‘શોમાં સ્પર્ધકોના કપડા પર ઘણું ધ્યાન આપવામાં આવતું હતું. એનાથી અમે બધા પરેશાન થઇ જતા હતા. અમે 10 સ્પર્ધકો હતા અને બધા મિત્રો બની ગયા હતા. મને જે વસ્તુથી સૌથી વધુ પરેશાની થઇ હતી એ હતી કપડાં. હું હંમેશાં કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને કપડાં પહેરું છું પરંતુ અહીં મારે શો અનુસાર ફિટિંગ અને કલરફુલ કપડાં પહેરવાના હોય છે. આવી સ્થિતિમાં કપડાંની પસંદગીમાં ઘણી મહેનત કરવી પડી હતી.’ સનોજે એ પણ કહ્યું હતું કે તેને આ શો માટે ક્યારેય અલગથી અભ્યાસ કર્યો નથી, કારણ કે તે સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો, તેથી તેને અલગથી તૈયારી કરવાની જરૂર નહોતી.

તમે કેટલીક વખત સાંભળ્યું હશે કે 3 લાખ 20 હજાર રકમ જીવતા પર અમિતાભ કન્ટેસ્ટેન્ટને જીતેલી રકમનો ચેક સહી કરીને આપે છે. તેને પછી સમયે સમયે જીતેલી રકમનો ચેક સહી કરીને આપવામાં આવે છે. ત્યાં કન્ટેસ્ટેન્ટને આ ચેક સાંભળીને રાખવાની વાત પણ કરે છે. પરંતુ હકીકતમાં આ ચેક ક્યારેય આપવામાં આવતો જ નથી. આ ખાલી ડમી ચેક છે જે શો ખતમ થયા પછી તેને નષ્ટ કરી નાખવામાં આવે છે. અને છેલ્લે મોબાઇલ વડે પૈસા પણ નાખવામાં નથી આવતા એ પણ ખાલી બેન્કના પ્રચાર માટે એવું કરવામાં આવે છે.

હકીકતમાં કન્ટેસ્ટેન્ટને જીતેલી રકમ માંથી 40% ટેક્સ કાપીને પૈસા આપવામાં આવે છે એટલેકે જો કોઈ કન્ટેસ્ટેન્ટ 1 કરોડ જીતે તો તેને 40% ટેક્સ્ટ કાપીને ખાલી 60 લાખ રૂપિયા આપવામાં આવે છે.

આ ઉપરાંત અમિતાભ બચ્ચને લઈને પણ ખાસ વાત સામે આવી છે, જયારે અમિતાભ બચ્ચન સેટ પર પહોંચે ત્યારે સૌથી પહેલા તેમને કેબિનમાં લાઈવમાં આવે છે ત્યાં તેમને કન્ટેસ્ટેન્ટ વિશે જાણકારી આપવામાં આવે છે. શોમાં હોટ સીટ પર પહોંચેલ લોકોને પણ ત્યાં જ રોકી રાખવામાં આવે છે. આ લોકોને ત્યાં સુધી રાખવામાં આવે છે જ્યાં સુધી શો ખતમ નથી થઇ જતો. આ KBC નું ફોર્મેટ છે, જે વર્ષોથી ચાલતું આવે છે.

આ 11 અન્ય વાતો પણ જાણવા જેવી

1. શો માં એક કરોડ જીતનારા પ્રતિયોગીને 30% કાપીને બાકીની ધનરાશિ સોંપવામાં આવે છે એટલે કે 1 કરોડ જીતનારા વિજેતાને વાસ્તવમાં માત્ર 70 લાખ રૂપિયા જ મળે છે.

2. અમિતાભજીએ કેબીસી ની સીઝન-2 માત્ર અમુક સમય સુધી જ હોસ્ટ કરી હતી. તેના સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓને લીધે સીઝન-2 માં કટોકટી આવી ગઈ હતી જેને લીધે ત્રીજા સિઝનને અભિનેતા શાહરુખ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું.

Image Source

3. કેબીસીમાં અંડર-18 લોકોને કેમરાની પાસે બેસાડવામાં આવે છે જેથી તેઓ સ્ક્રીન પર જોવા ન મળે. જો તે કોઈ હોટ સીટ પર આવેલા પ્રતિયોગીના પરિવારનો સભ્ય હોય ત્યારે જ તેની તરફ કેમેરો લઇ જવામાં આવે છે નહીંતર 18 ની નીચેની ઉંમરના લોકોં કેમેરામાં નથી આવતા.

4. શો માં જે પ્રતિયોગી આવે છે તે જીતે કે પછી હારે, તે ત્યાં સુધી લોકેશનથી જઈ ન શકે જ્યાં સુધી પુરી શૂટિંગ પુરી ન થઇ જાય. તેને સેટ છોડીને જવાની પરવાનગી નથી હોતી. સેટની પાસે એક કેબીન હોય છે જ્યાં તેને બેસાડવામાં આવે છે.

Image Source

5. કેબીસીમાં અમિતાભજીને ત્યાં સુધી સવાલના સાચા જવાબની જાણ નથી હોતી જ્યા સુધી પ્રતિયોગી જવાબને લોક ન કરે.

6. કૌન બનેગા કરોડપતિમાં એક પ્રતિયોગીને પહોંચવા માટે ત્રણ એલિમિનેશન રાઉન્ડથી પસાર થવું પડે છે. જેમાં પહેલો રાઉન્ડ એસએમએસ રાઉન્ડ, બીજો પર્સનલ કૉલ જીકે(જનરલ નોલેજ) અને ત્રીજો ઓડિશન હોય છે. તેના પછી જ શો માં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સુધી પહોંચી શકાય છે.

Image Source

7. શો માં અમિતાભજી જે વૉડરોબનો ઉપીયોગ કરે છે તે ખુબ જ મોંઘો હોય છે. પ્રતિ એપિસોડ તેના વૉડરોબની કિંમત 10 લાખ રૂપિયા કરતા પણ વધારે છે.

8. ફાસ્ટેટ ફિંગર ફર્સ્ટના રિઝલ્ટ પછી અમુક સમય માટે શો માં બ્રેક આવે છે. આ દરમિયાન તે પ્રતિયોગીના કેમેરાના હિસાબથી મેકઅપ કરવામાં આવે છે પછી તે બિગ બી ની સામે હોટ સીટ પર બેસે છે.

Image Source

9. અમિતાભજીને દરેક પ્રતિયોગી વિશે પર્યાપ્ત જાણકારી હોય છે જેના માટે તે શો માં આવતા પહેલા પોતાના કેબિનમાં જાય છે અને પ્રતિયોગી વિશેની પુરી જાણકારી મેળવે છે.

10. કોમ્પ્યુટર પર શો માં જે પ્રશ્ન પૂછવામાં આવે છે તે રિયલ ટાઈમ હોય છે. અમિતાભજીના થોડા અંતર પર એક ટેક્નિક વ્યક્તિ પોતાના કોમ્પ્યુટરની સાથે બેઠેલો હોય છે. તે આવેલા પ્રતિયોગીના પ્રદર્શનના અનુસાર ડિફિકલ્ટી લેવલ બદલાવતો રહે છે.

Image Source

11. જો કેબીસી શો માં કોઈ વ્યક્તિ અમિતાભજી પાસેથી ઓટોગ્રાફ માંગે છે તો ત્યાં રહેલા કૃ મેમ્બર્સ તેની ઓટોગ્રાફ બુક છીનવી લે છે, શો ખતમ થયા પછી કે આગળ પન્ણ તેને બુક પાછી આપવામાં નથી આવતી.

Image Source

કેબીસી 11 સુધીની યાત્રા, સનોજ માટે ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી છે. સનોજ જહાનાબાદના હુલાસગંજના ઢોંગરા ગામનો રહેવાસી છે. તેના પિતા ખેડૂત છે પરંતુ તેમના પિતાએ તેમણે ભણાવવા માટે ખૂબ જ મહેનત કરી. ગામની સરકારી શાળાની સ્થિતિ સારી ન હોવાથી, ખાનગી શાળામાં ભણાવ્યા. સનોજે બીઈ કર્યું છે, આ સમય દરમિયાન, તેનું કેમ્પસ પ્લેસમેન્ટ થયું. સનોજનું આઈએએસ બનવાનું સપનું છે, જેની તેઓ તૈયારી પણ કરી રહયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.