અનુપમા ટીવીનો સૌથી ફેવરેટ શો બની ગયો છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોના દિલમાં ખૂબ જ ખાસ જગ્યા બનાવી દીધી છે. આ શોમાં રોજ રોજ આવતા નવા નવા ટ્વિસ્ટને કારણે શો ટીઆરપીમાં પણ ટોપ પર રહે છે. અનુપમામાં એક પછી એક ટ્વિસ્ટ અને ટર્ન આવી રહ્યા છે. હાલમાં જ અનુપમાએ શાહ પરિવાર છોડી દીધો હતો. શાહ હાઉસમાંથી બહાર નીકળતાં જ બા અને કાવ્યાએ સાથે મળીને અનુપમાનો હિસ્સો છીનવી લીધો અને તેનો ઘરમાં જે ભાગ હતો એ પોતાના નામ પર કરાવી લીધો.
આ દરમિયાન કાવ્યાએ શાહ પરિવારને તેના નામે છેતરપિંડી કરી હતી. અનુપમાએ કાગળો જોયા વગર સહી કરી દીધી હતી. ઘર તેના નામે થતાં જ કાવ્યા હવે શાહ હાઉસ પર કબજો કરવા જઈ રહી છે. સૌથી પહેલા કાવ્યા શાહ હાઉસનું નામ બદલવામાં આવશે. જે બાદ કાવ્યા પરિવારના સભ્યોને તેનો અસલી રંગ બતાવશે.
તમને જાણીને નવાઈ લાગશે કે કાવ્યા શાહ ઘર વેચશે. કાવ્યાના આ હરકતને કારણે શોમાં જબરદસ્ત હંગામો થવાનો છે. કાવ્યાની હાલ આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તસવીરમાં ઘરની નેમ પ્લેટ પર કાવ્યાનું નામ લખેલું જોવા મળે છે.
અનુપમા ઘર છોડીને જતા જ કાવ્યા આખું શાહ હાઉસ બરબાદ કરી નાખશે. હવે અપકમિંગ એપિસોડમાં કાવ્યા શાહ પરિવારના લોકોને પરેશાન કરશે. કાવ્યા બા અને બાપુજીને ઘરના નોકર બનાવશે. કાવ્યાની હરકતોને અવગણીને અનુપમા હવે પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ત્યારે હાલ અનુજ અને અનુપમાની આકર્ષક કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. હવે ચાહકો અનુજ અને અનુપમાના લગ્નની રાહ જોઈ રહ્યા છે.