લેખકની કલમે

કાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની એમની દોસ્તી ની, પ્રેમ ની અને દગાની – કાવ્યા નું ધીરે ધીરે રોજ મળવાનું થઇ ગયું, ફોન અને મેસેજ મા વાતો નો સિલસિલો  શરૂ થઇ ગયો.

ચેપ્ટર ૧

મુંબઇ ની કોલેજ મા કેન્ટીન મા ચાર દોસ્ત ચા ની ચુસ્કી મારી રહ્યા છે અને કોલેજ ની નવાજૂની જાણી રહ્યા છે એકબીજા પાસેથી. ” આજે કોલેજ મા ફ્રેશર્સ ની એંન્ટરી થવાની છે” યુગ બોલ્યો. ” થોડી ફિરકી લઇશુ કે?” કલ્પ એ કહ્યુ. ” ના ના એ ગુનો છે ખબર છે ને please dont do that ” વંશીકા એ કહ્યુ. ” હા guys she is right ” આરવ એ વંશીકા ના સુર મા સુર પુરાવ્યો. અને એ પ્લાન માંડી વાળ્યો. યુગ, આરવ , વંશીકા અને કલ્પ ચારેય બેસ્ટ ફ્રેન્ડસ હતા બેચલર એમણે સાથે કરેલુ અને હવે માસ્ટર ના છેલ્લા વર્ષ મા સાથે જ હતા. બધા ની દોસ્તી બહુ ગાઠ હતી. બધા એકબીજા પર ખુબ વિશ્વાસ કરતા. યુગ ના માતા પિતા બેન્ક મા જોબ કરતા હતા . આરવ ના પિતા એ જ કોલેજ ના પ્રિંસિપાલ હતા અને માતા ગૃહિણિ. કલ્પ ના પિતા બહુ મોટા બિઝનેસમેન છે વિદેશ મા પણ એમનો બિઝનેસ એટલો જ વિકસેલો છે વંશીકા ને પ્રેમથી લોકો વંશી કહેતા એના પિતા વકીલ છે અને માતા ગૃહિણિ. ચારેય સુખી અને સમૃદ્ધ કુટુંબ માંથી આવતા હતા.

કોલેજ માં જુનિયરસ નો આજે ફર્સ્ટ ડે હતો. બધા નવા નવા લોકો આવતા હતા. ચારેય મિત્રો લાઇબ્રેરી તરફ જતા હતા ત્યાં જ અચાનક કલ્પ જોરથી કોઇની સાથે અથડાય છે. અને કોઇના ઉપર પડે છે એને જોતા એમાં જ ખોવાઇ જાય છે બ્રાઉન કલર ની માંજરી આંખો છે કાળા ખભા સુધીનાં વાળ ગોરો રંગ અને લીલા કલર ના ડ્રેસ માં ગજબ ની સુંદર લાગતી હતી એ છોકરી. બંન્ને ઉભા થાય છે સોરી કહે છે એકબીજા ને. ખુબ ભોળી લાગી રહી છે દેખાવે. કલ્પ જરા આકર્ષણ અનુભવે છે. નામ પુછતા ખબર પડે છે કાવ્યા. આજે એના કોલેજ નો પહેલો દિવસ છે એટલુ કહી જતી રહે છે એ અને કલ્પ એને જતા જોઇ રહે છે. આરવ વંશી અને યુગ પાછળ ઉભા જોઇ રહેલા બધુ હવે આગળ આવીને કલ્પ ને ચીડવે છે કલ્પ હસે છે અને બધા એમજ આગળ વધે છે વંશી પણ કાવ્યા ને જતા જોઇ રહે છે કંઇ વિચારે છે પણ પછી આગળ વધે છે.

બીજે દિવસે કલ્પ કોલેજ આવતો હોઇ છે તો રસ્તા માં કાવ્યા નજરે પડે છે રીક્ષા રોકવા માટે હાથ કરતી હોઇ છે પણ રીક્ષા ઊભી નથી રહેતી એટકે કલ્પ એને લીફટ આપે છે પહેલા તો જરા વિચારે છે પણ કલ્પ એને મનાંવી જ લે છે. વાત કરતા ખબર પડે છે કલ્પ ને કે કાવ્યા ગરીબ ઘરની સીધી સાદી છોકરી છે માતા પિતા છે નહી અને અહી એના માસી સાથે નાની રૂમ મા રહે છે એના માસી પણ એકલા જ છે જોબ કરે છે. એ અને કાવ્યા સાથે રહે છે. કલ્પ ને કાવ્યા માટે respect વધે છે. કોલેજ આવી જાય છે કાવ્યા બાય કહી જતી રહે છે કલ્પ ગાડી પાર્ક કરી પોતાના દોસ્તો પાસે જાય છે ” કેમ ભાઇ આજે લેટ થયુ ? ” આરવ એ પૂછ્યું . જવાબ મા કલ્પ એમને બધુ જણાવવા માંગતો હતો પણ ન કહ્યું એને એમ કે ખોટુ એ લોકો એની ફિરકી લેશે અને વાશી ની આદત એ જાણતો હતો કે એ બહુ સવાલ કરશે નવા લોકો પર એ જલ્દી ભરોસો કરવામા માનતી ન હતી. એટલે કલ્પ એ ટ્રાફિક નુ બહાનુ કાઢયુ. આ પહેલી વાત હતી જે કલ્પ એ પોતાના દોસ્તો થી છુપાવી હતી.

વંશી લાઇબ્રેરી મા બુક શોધતી હતી અને એનો અને કાવ્યા નો હાથ એક જ બૂક પર પડ્યો. વંશી એ જોયુ કાવ્યા સામે. ” આ બૂક પર પેલા મે હાથ મૂકયો છે એટલે એ મારી છે ” કાવ્યા એ છણકા સાથે કહ્યુ વંશી એ શાંતિથી કહ્યું કે એને પ્રોજેકટ માટે આ બૂક ની જરૂરિયાત છે તો પછી એને આપશે પણ કાવ્યા માની જ નહી અને બૂક લઇને જતી રહી વંશી ને થયુ આટલી ભોળી છોકરી આવુ વર્તન? એને કંઇક વિચિત્ર લાગ્યું પણ બહુ ધ્યાન મા ન લીધુ એણે હંમેશા વંશી ને કાવ્યા ની આંખોમાં કાંઈ અલગ લાગતુ પણ બહુ ધ્યાન ન આપતી. એણે ઘણી વાર આરવ ને કીધેલુ પણ ખરુ પણ આરવ એને બહુ doesnt matter કહી ચુપ કરાવી દેતો. વંશી આરવ ને બધી વાત કરતી કેમ કે યુગ અને કલ્પ ના પ્રમાણમા આરવ વધુ સમજતો એને અને મેચ્યોર પણ વધુ. વંશી પોતાના દોસ્તો માટે પ્રોટેક્ટિવ હતી.

ધીરે ધીરે કલ્પ નુ રોજ મળવાનુ થઇ ગયુ કાવ્યા સાથે રોજ સાથે જ કોલેજ આવવાનુ અને જવાનુ થઇ ગયુ. ફોન અને મેસેજ મા વાતો નો સિલસિલો શરૂ થઇ ગયો. હવે કલ્પ થી રહેવાતુ ન હતુ કાવ્યા વગર. હવે એને એના દોસ્તો થી પણ છુપાવવુ યોગ્ય ન લાગ્યુ એટલે એણે હોટલ મા આરવ, વંશી અને યુગ ને ડીનર પર બોલાવ્યા અને જણાવ્યું કે તેને પ્રેમ થઇ ગયો છે. ત્રણેય સાંભળી ને એકદમ ચકિત થઇ ગયા. ખાસ કરીને વંશી કેમ કે એને માણસ નુ મન વાંચતા આવડતુ હતુ પણ પોતાનો દોસ્ત આવુ એકદમ કહેશે એવો એને અંદાજો ન હતો. બધાંને ખોટુ તો લાગ્યુ કે પોતાના દોસ્ત એ આટલી મોટી વાત છુપાવી પણ કલ્પ એ મનાંવી લીધા. પણ કલ્પ એ નામ ન જણાવ્યુ. ” જ્યારે એ હા પાડી દેશે ત્યારે કહીશ” કલ્પ બોલ્યો. યુગ કહે ” જેવી તારી મરજી” આટલુ કહી બધા છેલ્લે છુટા પડયા. આરવ ને વંશી નુ ઘર રસ્તા મા પડતુ એટલે એ એને મુકીને ઘરે જશે અને યુગ અને કલ્પ નુ ઘર એક જ રસ્તે એટલે એ બંન્ને સાથે ગયા.

આરવ અને વંશી કાર મા જઇ રહ્યા હતા વંશી ચૂપચાપ બેઠી હતી. આરવ એનો નેચર જાણતો હતો કે એટલે કહ્યુ ” ચિંતા કરવાની જરૂર નથી. કલ્પ ની પસંદ સારી જ હશે ” વંશી એ વળતો જવાબ આપ્યો ” સારી હશે એમા ના નઇ પણ કલ્પ ભોળો છે અને અચાનક આવુ એને પ્રેમ થઇ ગયો કાંઈ અજુગતુ નથી લાગતુ? ” આરવ સમજી ગયો કે વંશી ને ચિંતા થાય છે એટલે એને શાંત પાડવા કહ્યુ ” dont worry everything will b fine ” વંશી એ ઓકે કહી વાત પતાવી. આરવ વંશી ને ઉતારી પોતાના ઘરે ચાલ્યો ગયો.

શું જાણવા માંગો છો આગળ શું થયું? શું જાણવા માંગો છો કોણ છે કાવ્યા? શું જાણવા માંગો છો શું છે તેનું રહસ્ય? રહસ્ય છે કે પછી કલ્પના ? તો આજે જ ઓર્ડર કરો રહસ્ય થી ભરપૂર ” કાવ્યા નું રહસ્ય “

price – 120

Please find the links below

BLUEROSE STORE
https://bluerosepublishers.com/product/kavya-nu-rahashya/

AMAZON
https://www.amazon.in/dp/B07Q9PWV2L?ref=myi_title_dp

SHOPCLUES
https://www.shopclues.com/kavya-nu-rahashya-144868466.html

FLIPKART
https://www.flipkart.com/kavya-nu-rahashya/p/itmff7bqkajtfbh6?pid=9789353472757

Author: Bansri Pandya GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.