આઇપીએલની નીલામી દરમિયાન આ ચેહેરાએ બનાવ્યા લોકોને દીવાના, જાણો કોણ હતી હૈદરાબાદના ટેબલ ઉપર જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ

થોડા સમયમાં જ હવે આઇપીએલનો માહોલ પાછો જામવાનો છે, ત્યારે ભારતની આ સૌથી મોટી ક્રિકેટ લીગમાટે ખેલાડીઓની નીલામી પણ થોડા દિવસ પહેલા જ યોજવામાં આવી હતી, જેમાં ઘણા ખેલાડીઓ ખુબ જ ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યા, તો ઘણા ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા.

Image Source

પરંતુ આ દરમિયાન હૈદરાબાદના ટેબલ ઉપર જોવા મળેલી એક મિસ્ટ્રી ગર્લ  તમામ લોકોનું ધ્યાન ખેંચી રહી હતી, ત્યારે ઘણા લોકો જાણવા માંગે છે કે આ છોકરી હતી કોણ ?

Image Source

સનરાઈઝ હૈદરાબાદના ટેબલ ઉપર જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લનું નામ છે કાવ્યા મારન. જેની ઉંમર 29 વર્ષની છે. કાવ્યા કોઈ સામાન્ય છોકરી નથી પરંતુ દેશના સૌથી અમીર લોકોમાં જેની ગણતરી થાય છે એવા સન ટીવી નેટવર્કના માલિક અને સનરાઈઝના સંસ્થાપક કલાનિધિ મારનની દીકરી છે.

Image Source

કાવ્ય સૌ પ્રથમવાર આપીએલની નિલામીમાં સામેલ નથી થઇ પરંતુ આ પહેલા પણ તે હૈદરાબાદ તરફથી ખેલાડીઓની બોલી લગાવી ચુકી છે. તે મોટાભાગે સનરાઈઝ હૈદરાબાદની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જઈને પોતાની ટીમને સપોર્ટ કરતી પણ નજરે આવે છે.

તમને જણાવી દઈએ કે કલાનિધિ સન ટેલિવિઝન નેટવર્કના માલિક છે અને કાવ્યા આ સમયે પોતાના પિતાનો વ્યવસાય સાચવી રહી છે. કાવ્યા એ ક્રિકેટ ચાહકોમાં સ્થાન ધરાવે છે જે દરેક મેચમાં સ્ટેડિયમમાં જોવા મળે છે. તે ક્રિકેટને લઈને પણ ખુબ જ ઉત્સાહિત છે.

Image Source

કાવ્યાએ MBAનો અભ્યાસ કર્યો છે અને તેના કારણે જ તે પોતાના પિતાના વ્યવસાયને પણ સાચવતી જોવા મળી રહી છે.

કાવ્યાને સૌથી પહેલા 2018ની અંદર પોતાની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સપોર્ટ કરતી સ્પોટ કરવામાં આવી હતી.

Niraj Patel