મનોરંજન

શિવરાત્રીના દિવસે ટેટુ ફ્લોન્ટ કરતી નજરે આવી આ એક્ટ્રેસ, પતિ સાથે લીધા આશીર્વાદ

મહાશિવરાત્રીના દિવસે આખો દેશ ભગવાન શિવની પૂજા-આરાધનામાં લોન હતો. લોકો મહાદેવના રંગમાં રંગાયેલા હતા. બૉલીવુડથી લઈને ટેલિવિઝનના સ્ટાર્સે પણ શિવરાત્રીની ખાસ ઉજવણી કરી હતી.

Image Source

ટીવી સિરિયલ એફઆઈઆરમાં પોલીસનો રોલ કરતી કવિતા કૌશિકે ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી હતી. જેમાં કવિતા કૌશિક તેના પતિ સાથે પૂજા-આરાધના કરતી નજરે ચડે છે.

Image Source

કવિતા કૌશિક ભગવાન શિવની મોટી ભક્ત છે, શિવરાત્રીના દિવસે કવિતાએ સોળ શણગાર સજ્યા હતા. આ સાથે જ તે મહાદેવના ટેટુને ફ્લોન્ટ કરી નજરે ચડી હતી. આ દરમિયાન તે તેના પતિ સાથે જોવા મળી હતી.

Image Source

આટલું જ નહીં શિવરાત્રીના પાવન દિવસે કવિતાએ મહાદેવનું ધ્યાન પણ ધર્યું હતું. અને તેના જીવનમાં ખુશી આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

Image Source

સામાન્ય રીતે તો યુવતીઓએ લગ્ન પહેલા સોળ સોમવારનું વ્રત કરતી હોય છે. પરંતુ કવિતા કૌશિકે લગ્ન બાદ વ્રત કરવાનું શરૂ કર્યું હતું.

Image Source

કવિતા કૌશિકનો ટ્રેડિશનલ લુકમાં પૂજા કરતી તસ્વીર ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે, કવિતાએ જે મહાદેવનું ટેટુ તેના પીઠ પર છે તે પણ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.

Image Source

જણાવી દઈએ કે, ફિટનેસ ફિક્ર કવિતાએ તેની કમર પર ભોલા શંકરનું ટેટુ બનાવ્યું છે.

Image Source

આ પહેલી વાર નથી કે કવિતા કૌશિકે ભોલાનાથની આરાધના અને તેની ભક્તિમાં લિન થયેલી જોવા મળી હોય. આ પહેલા પણ કવિતા કૌશિક મહાદેવની ભક્તિની તસ્વીર શેર કરી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.