યુવકે કરી રેપની કોશિશ તો મહિલાએ ચાકુથી કાપી દીધો પ્રાઇવેટ પાર્ટ , પછી થયુ એવું કે…

રૂમમાં ચલો, કપડા ઉતારો…યુવકની જબરદસ્તી પર મહિલાએ કાપી નાખ્યો પ્રાઇવેટ પાર્ટ, પછી થયુ એવું કે…

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર રેપના કિસ્સા સામે આવતા રહે છે, જેમાં હત્યા કે હત્યાના પ્રયાસ તેમજ અનેક કિસ્સા પણ બનતા હોય છે, ત્યારે હાલમાં ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો. પાડોશી સાથેના વિવાદ દરમિયાન એક મહિલાએ યુવકના પ્રાઈવેટ પાર્ટને ચાકુથી કાપી નાખ્યો, જેના કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થયો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ઘાયલ યુવકને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો, તે બાદ તેને ગંભીર હાલતમાં પ્રયાગરાજ રેફર કરવામાં આવ્યો.

File Pic

યુવકે કરી રેપની કોશિશ 

તેના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે મહિલાની ધરપકડ કરી તપાસ શરૂ કરી. આ ઘટના મંઝનપુર કોતવાલી વિસ્તારના સરીફપુર ગામમાં બની હતી. ગામમાં રહેતી એક મહિલાને પડોશના યુવક સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન મહિલાએ યુવકના પ્રાઈવેટ પાર્ટ પર છરી વડે ઘા કર્યો હતો. છરીના હુમલાથી યુવકના પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાઓ થઈ હતી. લોહી નીકળતું જોઈ તેના પરિવારજનો દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી.

File Pic

મહિલાએ ચાકુથી કાપી દીધો પ્રાઇવેટ પાર્ટ

માહિતી મળતાં જ પોલીસે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જ્યાંથી તેને પ્રયાગરાજ રેફર કરવામાં આવ્યો હતો. મહિલાનું કહેવું છે કે યુવક તેના ઘરે આવ્યો અને ઉપાડી રૂમમાં લઈ ગયો અને પછી બળજબરીથી માર માર્યો તે સમયે મારા ઘરમાં કોઈ ન હોવાથી મહિલાએ તેનો વિરોધ કર્યો, પણ યુવક માન્યો નહિ એટલે કોઈક રીતે યુવકના ચુંગાલમાંથી છટકી મહિલા રસોડામાં ગઈ અને છરી લઈ આવી. યુવક ચાકુ ન જોઈ શકે એટલે તેણે ચાકુ તકિયા નીચે રાખી દીધુ.

પોલિસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મહિલાએ કહ્યું કે યુવક તેના સાથે બળજબરી કરવા લાગ્યો અને વિરોધ કરતા સમયે તેણે સ્વબચાવમાં યુવકના પ્રાઈવેટ પાર્ટ પર ચાકુ માર્યુ. મહિલાનો આરોપ છે કે યુવક તેની સાથે બળાત્કાર કરવા માંગતો હતો. આથી તેણે તેના પ્રાઈવેટ પાર્ટ પર ચાકુ માર્યું હતું. જો કે યુવકના પરિવારની ફરિયાદના આધારે મંઝનપુર પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ પણ કરી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સત્ય જે પણ હશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina