ખબર

KBC-11માં 1 કરોડ જીતનાર સનોજ રાજને કેટલો ટેક્ષ ભરવો પડશે? રકમ જાણીને ધ્રુજી જશો

આઈએએસ બનવાનું સપનું જોનાર બિહારના સનોજ રાજે કૌન બનેગા કરોડપતિ 11 ના સેટ પર ઇતિહાસ રચી દીધો છે. સનોજ રાજ અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 11મી સીઝનના પહેલા કરોડપતિ બની ગયા છે.

સનોજ રાજે શુક્રવારે 15 સવાલના જવાબ આપીને એક કરોડ રૂપિયા જીતી લીધા હતા. આમ ફરી એક વાર કેબીસીનાં સેટ પર બિહારનું ટેલેન્ટ ચમક્યું છે. જણાવી દઈએ કે, કેબીસીમાં આ પહેલા બિહારના સુશીલ કુમારે 5 કરોડ રૂપિયા જીત્યા હતા.

સનોજ રાજ બિહારના જાહનાબાદના હુલાસગંજ પ્રખંડના ઢોંગરા ગામના નિવાસી છે. જયારે સનોજને એક કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેને જવાબની જાણ હોવા છતાં લાઇફલાઈનનો ઉપયોગ કર્યો હતો. જયારે બિગ બીએ પૂછ્યું કે જવાબ ખબર હોવા છતાં કેમ લાઇફલાઈનનો ઉપયોગ કર્યો. ત્યારે સ્નોજે જણાવ્યું હતું કે, નિયમ મુજબ આ લાઈફલાઈનનો ઉપયોગ 7 કરોડના પ્રશ્નના જવાબમાં ના કરી શકીએ. સનોજને 7 કરોડનો પ્રશ્ન ક્રિકેટનો પૂછવામાં આવ્યો હતો. તેને આ પ્રશ્નનનો જવાબ અંગેની ખબર ના હોય આ ગેમને છોડી દીધી હતી.

Image Source

સનોજે આ સીઝનમાં 1 કરોડ રૂપિયા જીત્યા છે. પરંતુ શું તમને ખબર છે કે આ બધા પૈસા તમારા હાથમાં નથી આવતા. તેમાંથી અમુક પૈસા ટેક્સ સ્વરૂપે કાપવામાં આવે છે. રિયાલિટી શોમાં જીતેલા પૈસા પર ઇન્કમટેક્સ સેક્શન 194 B મુજબ ટેક્સ ભરવાનો થાય છે.

Image Source

આ માહિતી જયારે ટેક્સ ભરીએ ત્યારે બતાવવામાં આવે છે. જો કોઈ સ્પર્ધક રિયાલિટી શોમાં 1 કરોડની રકમ જીતે છે. ત્યારે તેના પર 31.2 ટકા ટીડીએસ કાપીને બાકી રકમ આપવામાં આવે છે. જે મુજબ સનોજ રાજને 68 લાખ 80 હજાર રૂપિયાની રકમ મળી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks