
ટેલિવિઝનનો ફેમસ શો ‘કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનના ત્રીજા કરોડપતિ મળી ગયા છે. બિહારમાં રહેનારા ગૌતમ કુમાર KBCના ત્રીજા કરોડપતિ બન્યા છે. અને હવે તે સાતમા સવાલ પર પહોંચી ગયા છે.

સોની ટીવીના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ગૌતમ કુમાર એક કરોડ રૂપિયા જીતી લીધા છે. સાથે સાથે આ વીડિયોમાં જોવા મળે છે કે એક કરોડના સવાલનો જવાબ આપ્યા પછી તેઓ ખુબ ખુશ થાય છે, તેની ખુશ તમે જોઈ શકો છો.
ત્યારબાદ અમિતાભ બચ્ચન તેની સામે 16મોં સવાલ રાખે છે, જે 7 કરોડનો છે અને તેની પાસે હવે કોઈ જ લાઈફ લાઈન બચી નથી. તે આ સવાલનો સામનો કરતા સમયે પહેલાતો હસી રહ્યા છે અને તેના ચહેરા પર કોઈ ટેંશન જોવા નથી મળતું. પરંતુ સવાલ સામે આવતા થોડા ટેનશનમાં આવી ગયા હતા. હવે જોવાનું છે કે તેઓ 7 કરોડના સવાલનો જવાબ આપવામાં સફળ થશે કે નહીં.

વિડીયો પરથી લાગી રહ્યું છે કે ગૌતમને અહીં મુકવા પાછળ તેની પત્નીનો સહયોગ છે. વિડીયોમાં તેની પત્ની કહે છે કે, “મેં તેમને કહ્યું હતું કે તમારી પાસે આટલું જ્ઞાન છે તો આ જ્ઞાનનો ઉપયોગ કેમ નથી કરતા.” હવેના નવા એપિસોડમાં ખબર પડશે કે તેઓ 7 કરોડના સવાલનો જવાબ આપી શકે છે કે નહીં. ગૌતમ ભારતીય રેલવે પશ્ચિમ બંગાળમાં સિનિયર એન્જીનીયરના હોદા પર કામ કરે છે. તેમને પિતા અરવિદ કુમાર સિનિયર વકીલ છે.

આ સીઝનના સૌથી પહેલા બિહારના જહાંનાબાદના રહેવાવાળા સનોજ રાજએ એક કરોડ જીત્યા હતા. તેને 7 કરોડના સવાલનો જવાબ ના આવડવાથી કવીટ કર્યું હતું. તેના પછી આમરાવતીની બબીતા તાડેએ એક કરોડ રૂપિયા જીતીને સફળતા મેળવી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.