KBCમાં માત્ર એક નાની ભૂલના કારણે 3.20 લાખ રૂપિયા હારી મહિલા, એ પ્રશ્ન શું હતો ? જાણો

ટીવીના ફેમસ શો કૌન બનેગા કરોડપતિની હાલમાં સિઝન 16 ચાલી રહી છે. આ શો વર્ષોથી દર્શકોને મનપસંદ છે. ત્યારે આ શોમાં હોટ સીટ પર ખૂબ જ જ્ઞાની કન્ટેસ્ટન્ટ પહોંચતા હોય છે. ત્યારે હાલમાં જ ચેન્નાઈની અપૂર્વા હોટ સીટ પર પહોંચી હતી. જો કે, એક નાની ભૂલના કારણે અપૂર્વા 3.20 લાખ રૂપિયા હારી ગઈ હતી. આ પ્રશ્ન રાજનીતિ સાથે જોડાયેલો હતો. ત્યારે શું તમે જાણો છો, આ પ્રશ્નનો જવાબ ?

અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા શો KBCમાં ચેન્નાઈની અપૂર્વા ફાસ્ટર ફિંગર ફર્સ્ટનો જવાબ આપીને હોટ સીટ પર પહોંચી હતી. હાલ તેણી એક ગૃહિણી છે, જે અગાઉ HRની નોકરી કરી ચૂકી છે. તે શોમાં 3.20 લાખ રૂપિયા જીતી ચૂકી હતી. પરંતુ, એક નાની ભૂલના કારણે તેણીએ 6.40 લાખ રૂપિયાના પ્રશ્નનો ખોટો જવાબ આપી દીધો હતો અને લાઈફલાઈન હોવા છતાં તેણી 3.20 લાખ રૂપિયા હારી ગઈ હતી. અને ઘરે માત્ર 3.20 લાખ રૂપિયા લઈને ગઈ હતી.

પ્રશ્ન: ભારતમાં રજવાડાઓને એકીકૃત કરવા માટે રચાયેલા રાજ્ય મંત્રાલયના સચિવ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?

ઓપ્શન:
A. સી.ડી. દેશમુખ
B. વી.પી. મેનન
C.બી. કલ્યાણ
D. એમ.ઓ. મથાઈ

જવાબ: આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન B. વી.પી. મેનન છે.

Twinkle