
દેવીના 51 શક્તિપીઠોમાંનું એક વૃંદાવનમાં સ્થિત માં કાત્યાયની શક્તિપીઠ છે.નવરાત્રીના અવસર પર અહીં દૂર દૂરથી ભક્તો આવીને માતારાનીનો આશીર્વાદ મેળવે છે.

દિલ્લીના છત્તરપુર સ્થિત આદ્ય કાત્યાયની શક્તિપીઠ મંદિરમાં માતાના દર્શન માટે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા રહે છે. કાત્યાયનીના શૃંગાર માટે અહીં રોજ દક્ષિણ ભારથતી ખાસ લીલા રંગના ફૂલોની બનેલી માળા મંગાવામાં આવે છે. અહીં ખાસ સ્વરૂપે તમને માતાનો શૃંગાર રોજ અલગ અલગ જોવા મળશે.

છત્તરપૂર મંદિરની સ્થાપના 1974 માં કર્ણાટકના સંત બાબા નાગપાલ દ્વારા કરવામાં આવી હતી. એક સમયે આ મંદિરની જગ્યાએ એક નાની એવી ઓરડી હતી, પછી ધીમે ધીમે મંદિરનું ક્ષેત્રફળ 70 એકડ સુધી ફેલાતું ગયું. આ મંદિરમાં માં દુર્ગા પોતાના છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયની ના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળે છે. જેના એક હાથમાં ચન્ડ-મુન્ડનું માથું અને બીજા હાથમાં ખડ્ગ લીધેલા માતા, પોતાના ભક્તોના દરેક દુઃખો હરનારી માનવામાં આવે છે.

શ્રીમદ્દભગવત ગીતાના અનુસાર કાત્યાયની માતાના મંદિરમાં રાધારાણીએ ગોપીઓની સાથે ભગવાન શ્રીકૃષ્ણને પતિ સ્વરૂપે મેળવવા માટે માતાની પૂજા કરી હતી ત્યારથી લઈને આજ સુધી અહીં કુંવારી છોકરીઓ આવીને પોતાનો ઈચ્છીત પતિ મેળવવા માટે માતાનો આશીર્વાદ મેળવવા માટે આવે છે.

માતાનો શૃંગાર રોજ સવારે 3 વાગે શરૂ કરવામાં આવે છે. ઉપીયોગમાં લેવાયેલી માળા કે ફૂલ વગેરે ફરીથી ઉપયોગમાં લેવામાં આવતા નથી. અહીં તમને ભગવાન શિવ, ગણેશ,લક્ષ્મી માતા, હનુમાનજી અને શ્રીરામ-સીતા વગેરે ના દર્શન પણ થઇ જાય છે. આ મંદિરની ખાસ વાત એ છે કે એ તે ગ્રહણમાં પણ ખુલ્લું જ રહે છે અને નવરાત્રીના દરમિયાન મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા રહે છે.આ સિવાય મંદિરમાં માં દુર્ગા ના નવ રૂપ પણ આવેલા છે, જેની વચ્ચે ભવ્ય શિવલિંગ સ્થાપિત છે.

આ મંદિરની એક માન્યતા પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણએ કંસની સાથે યુદ્ધ કરતા પહેલા યમુના કિનારે માતા કાત્યાયનીને કુળદેવી માનીને માટી માંથી માતાની મૂર્તિ બનાવી હતી.તે પ્રતિમાની પૂજા કરીને તેમણે માતા પાસેથી કંસ પર વિજય પ્રાપ્ત કરવા માટેનો આશીર્વાદ માંગ્યો હતો અને તેના પછી કંસનું વધ કરી નાખ્યું હતું. માન્યતા છે કે આ સ્થાન પર સાચા મનથી માગેલી દરેક મનોકામના પૂર્ણ થઇ જાય છે. પછી આ સ્થાન પર ભવ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks