મનોરંજન

કેટરીના કહ્યું, ક્યારેક કયારેક જીમમાં જાહ્નવીના ટૂંકા શોર્ટસમાં જોઈને મને ચિંતા થાય છે અને પછી જે બબાલ થઇ…

જાહ્નવી કપૂર પોતાના જિમ લુકને લીધે ચર્ચાઓમાં રહે છે, પરંતુ કેટરીના કૈફને તેમના લુકને લઈને થોડી ચિંતા છે. તેમને આ વાત એક ટીવી ચેટ શોમાં કહી હતી.

Image Source

કેટરીના કૈફ હાલમાં જ નેહા ધુપિયાના ચેટ શોમાં આવી હતી. અહેવાલ અનુસાર આ શોમાં નેહાએ તેમને સવાલ કર્યો હતો કેતમને કઈ અભિનેત્રીનો જિમ લુક ઓવેર ધ ટોપ લાગે છે.

કેટરીનાએ જવાબ આપતા કહ્યું, “કોઈ બીજું નહીં, પણ મને જીમમાં જાહ્નવીના ખુબજ નાના શોર્ટ્સ જોઈને ચિંતા થયા છે. તે મારા જ જીમમાં આવે છે. તેથી મે સાથે જ વર્કઆઉટ કરીએ છીએ. ક્યારેક ક્યારેક મને તેની ચિંતા થાય છે. જ્યારે તેને શોર્ટસમાં જોવું છું તો ખબર નહીં કેમ ટેંશન થવા લાગે છે.”

Image Source

જણાવીએ કે જાહ્નવી કપૂરનો સાવકો ભાઈ અર્જુન કપૂરને કેટરીના પોતાનો ભાઈ માને છે. આ વાત તે કાયમ કહેતી જોવા મળે છે. કેટરીનાએ નેહાના શોમાં એમ પણ કહ્યું હતું કે એ અર્જુનને પોતાનો ભાઈ માને છે.

કેટરીના હાલમાં ફિલ્મ ભારતના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે 5 જૂને રિલીઝ થવાની છે. ડાયરેક્ટર અલી અબ્બાસ જફરની આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં દિશા પટની, જેકી શ્રોફ અને સુનિલ ગ્રોવરે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

પછી સોનમ કપૂરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી હતી જેમાં તેણે લખ્યુ હતું કે, જાહ્નવી રેગ્યુલર કપડાં પહેરે તો પણ તે ખુબજ સ્ટાઇલીશ દેખાય છે. જો કે સોનમ કપૂરે આ તસવીરમાં કેટરીનાનું નામ મેન્શન નથી કર્યું પરંતુ તેને કેટરીનાની ચિંતાનો જ જવાબ માનવામાં આવી રહ્યો છે. બોલીવુડમાં કેટ ફાઈટ થવી એ કોમન વાત છે. કેટરીના અને સોનમ કપૂર વચ્ચે તે સાફ જોવા મળી રહી છે.

આ ઘટના પછી સોશિયલ મીડિયા યૂઝરે સોનમને ખુબજ ટ્રોલ કરી છે પોતાની બહેન જાન્હવીનાં પક્ષમાં સ્ટેટ્સ શેર કર્યુ છે તે તો શું તું કેટરિનાની વિરોધમાં છે? પાછળથી સોનમે સ્પષ્ટતા કરી કે,કેટરિના મારી સારી મિત્ર છે અને હું જાન્હવી મુદ્દે તેનો જરાં પણ વિરોધ નહોતી કરી રહી. કદાચ કેટરિનાએ તે ખરેખર સારા અર્થમાં જ કહ્યું હશે. પણ તે જાતે જ મારી બહેન સાથે મજાક બની ગયું..