BREAKING : હવે પતિ-પત્ની બની ગયા કેટ અને વિક્કી, જુઓ લગ્નની ખુબસુરત તસવીરો આવી જ ગઈ

સુપર હિટ ફિલ્મ ઉરીના અભિનેતા વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કૈટરીના કૈફ (Katrina Kaif) આજે હિન્દુ રીતરિવાજથી સાત ફેરા લઇ લીધા છે. હવેથી આ યુગલ હવે પતિ પત્ની તરીકે દુનિયાની સામે આવશે. આજે 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરના કિલ્લામાં બંનેના લગ્ન યોજાયા છે. આ શાહી લગ્નમાં ખુબ જ ઓછા લોકોને ઇન્વાઇટ કર્યા હતા.

પણ લગ્ન સ્થળથી હજી સુધી એક પણ તસવીર બહાર આવી નથી. આવામાં ફેન્સ દુલ્હા અને દુલ્હનની એક ઝલક જોવા માટે આતુર છે. ત્યારે આજે સવાઈ માધોપુરમાં શુ થશે તેના પર મીડિયા અને ફેન્સની નજર છે. ફેન્સ માટે આખરે ખુશખબરી આવી જ ગઈ છે વિક્કી કૌશલ અને કૈટરીના કૈફ આખરે લગ્નના બંધનમાં બંધાઇ ગયા. સમાચારો અનુસાર એકદમ શાહી અંદાજમાં આ લગ્ન થયા છે. કૈટરીના કૈફ હવે મિસિસ કૌશલ બની ગઇ છે.

લગ્નમાં ફક્ત 120 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ છે, જેમાં મોટાભાગના નજીકના પરિવારજનો સામેલ છે. જૂની પુરાણી વિન્ટેજ કારમાં બેસીને વિકી જાનમાં આવશે. જાનૈયાનું સ્વાગત ગુલાબની પાંખડીઓથી કરવામાં આવશે. તો કૈટરીના કાચની બનાવેલી રજવાડી ડોલીમાં બેસીને પરણવા આવશે. ડોલી પર મિરર વર્ક કરવામાં આવ્યું છે.

આપણા ગુજરાતીઓ તો જમવા માટે ઉત્સુક હોય છે. એના વિશે વાત કરીએ તો આ વૈભવી મેરેજમાં ગુજરાતી તથા રાજસ્થાની વાનગીઓ પિરસવામાં આવશે. ગુજરાતના ઢોકળા, સમોસા અને કચોરી ખાસ રીતે હલદી ફંક્શનમાં રાખવામાં આવ્યા છે. વધુમાં અન્ય કેટલીક ગુજરાતી વાનગી પણ મહેમાનોને પિરસવામાં આવશે. તો રાજસ્થાનની ડિશ માવાની કચોરી અને ગૌંદ પાક પણ રાખવામા આવ્યો છે. તો મીઠાઈમાં ખાસ ડિશ પિરસવામા આવશે.

જાણીતી ફેમસ બ્રાન્ડ ડ્યૂરેક્સે હાલમાં જ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી છે. આ પોસ્ટમાં મેસેજ લખવામાં આવ્યો છે, ‘ડિયર વિકી એન્ડ કેટરિના, યુ હેવ ગોટ ટુ બી કિડિંગ, ઇફ યુ હેવ નોટ ઇન્વાઇટેડ અસ.’ આ એક કંકોતરીની સ્ટાઇલમાં બનેલી આ પોસ્ટને શેર કરીને નીચે કેપ્શન આપવામાં આવ્યું હતું, ‘ઈરાદોઃ લગ્નમાં સામેલ થવાનો.’

આમાં કંપનીએ ‘કિડિંગ’ વર્ડ પર ખાસ ભાર મુક્યો છે અને તેને ઘાટા શબ્દોમાં છાપ્યો છે. તેના બે અર્થ નીકળે છે. એક તો તમે મજાક કરી રહ્યાં છો. અને બીજો અર્થ એવો કે તો તમારે ત્યાં બાળકોની રેલમછેલ થઈ જશે! આ નોટી પોસ્ટ એડ સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થઈ છે અને લોકો તેને મોજથી શેર કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મેરેજ પછી બંને પતિ પત્ની હનીમૂન પર ક્યાંય જવાના નથી. માનવામાં આવે છે કે વિકી તથા કેટ 12 ડિસેમ્બર સુધી સિક્સ સેન્સ ફોર્ટમાં જ રોકાશે. ત્યારબાદ બંને પોત-પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. લગ્ન બાદ વિકી તથા કેટરીના પરિવારથી અલગ મુંબઈમાં ભાડાના ઘરમાં રહેશે. વિકી કૌશલે જુલાઈ, 2021માં મુંબઈના જુહુમાં આવેલા રાજમહલ અપાર્ટમેન્ટમાં આઠમા ફ્લોર પર ઘર લીધું છે.

વિકીએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 1.75 કરોડ રૂપિયા આપ્યા છે. વિકીએ પાંચ વર્ષ માટે આ ઘર ભાડે લીધું છે. શરૂઆતનાં ત્રણ વર્ષ માટે ભાડું 8 લાખ રૂપિયા છે. ચોથા વર્ષે 8.40 અને પાંચમા વર્ષે 8.82 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. આ જ અપાર્ટમેન્ટમાં અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી પણ રહે છે.

ઉરી ફિલ્મના એક્ટર વિકીએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લગભગ 1.75 કરોડ રૂપિયા આપ્યા છે. વિકીએ 5 વર્ષ માટે આ ઘર ભાડે લીધું છે હોવાના મીડિયા રિપોર્ટ્સ છે. શરૂઆતનાં ત્રણ વર્ષ માટે ભાડું 8 લાખ રૂપિયા છે. ચોથા વર્ષે 8.40 અને પાંચમા વર્ષે 8.82 લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ જ ફ્લેટમાં એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા ક્રિકેટર વિરાટ કોહલી પણ રહે છે.

YC