બોલિવૂડના ગલિયારામાં હાલ અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલ લગ્નના ખૂબ જ હેડલાઇનમાં છે. લગ્નની ખબરો વચ્ચે વિક્કી કૌશલને કેટરીનાના રેસિડન્સ બહાર સ્પોટ કરવામાં આવ્યો હતો. તેમજ કેટરીનાની માતાને પણ શોપિંગ કરતા સ્પોટ કરવામાં આવી હતી. હવે કેટરીનાની માતા અને વિક્કી કૌશલ બાદ કેટરીનાની બહેનને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન કેટરિના કૈફની બહેન ઈસાબેલ કૈફ મુંબઈમાં જોવા મળી હતી.
ઈસાબેલ કૈફ મુંબઈના બાંદ્રામાં જોવા મળી હતી. ઈસાબેલે બ્લુ ડેનિમ જીન્સ સાથે બ્લેક ટોપ પહેર્યું હતું. ઈસાબેલ કૈફ બહેન કેટરીના જેટલી જ સુંદર છે. લેટેસ્ટ ફોટોઝમાં ઈસાબેલ કૈફનો સ્વેગ પણ જોવા મળ્યો હતો. ઈસાબેલ કૈફે કેમેરા સામે પોઝ આપ્યો અને હસીને બધાનું દિલ જીતી લીધું. ઈસાબેલ કૈફ રગ્ડ જીન્સમાં ખૂબ જ શાનદાર લાગી રહી હતી.
તમને જણાવી દઈએ કે ઈસાબેલ કૈફની ફિલ્મ ટાઈમ ટુ ડાન્સ 2021માં રિલીઝ થઈ હતી. ઈસાબેલ કૈફની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે આયુષ શર્મા સાથે ફિલ્મ ક્વાથામાં જોવા મળશે. જ્યારથી સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના સમાચાર મીડિયામાં આવ્યા છે, ત્યારથી તેમની સાથે જોડાયેલા દરેક સમાચાર ટ્રેન્ડમાં છે.
મીડિયા રીપોર્ટ અનુસાર આ સ્ટાર કપલના લગ્ન 7થી 9 ડિસેમ્બરના રોજ સવાઇ માધોપુરના સિક્સ સેંસ ફોર્ટમાં થવાના છે. સોશિયલ મીડિયા પર કપલના લગ્નથી લઈને મીડિયા હાઉસ સુધી દરેક તેમના ખાસ દિવસ વિશે વાત કરી રહ્યા છે.
આટલું જ નહીં આ બંને સાથે સંબંધિત તેમના સંબંધીઓ પણ સમાચારમાં છે. આવું જ એક દ્રશ્ય દુલ્હનની બહેન ઈસાબેલ કૈફ સાથે જોવા મળ્યું હતું. ઇસાબેલ કૈફ ઓટોમાં મુસાફરી કરતી જોવા મળી હતી, જેના કારણે તે સમાચારમાં છે. પેપરાજી વિરલ ભયાનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઈસાબેલ કૈફનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઈસાબેલ કૈફ મોંઘા વાહનો છોડીને ઓટોમાં મુસાફરી કરતી જોવા મળી હતી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઈસાબેલ ઓટોની રાહ જોતી હોય છે જ્યારે તે મોબાઈલ પર કોઈની સાથે ચેટ કરી રહી છે અને જેવી ઓટો તેની સામે આવે છે, તે તરત જ તેમાં બેસીને નીકળી જાય છે. આ દરમિયાન, પેપરાજી તેમને બોલાવે છે, પરંતુ ઇસાબેલ હાથ મિલાવીને ત્યાંથી નીકળી જાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ- લગ્નએ પૂરુ બજેટ બગાડી દીધુ
View this post on Instagram