સ્વર્ગ જેવી જગ્યાએ વેકેશન મનાવ્યા પછી જુના કપડાંમાં દેખાઈ કેટરીના ભાભી, વિક્કીએ એક મિનિટ માટે પણ ન છોડ્યો પત્નીનો હાથ
જો બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી ક્યુટ કપલ માટે કોઈ એવોર્ડ હોત, તો ઘણા લોકો આ એવોર્ડ માટે સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલનું નામ જ સજેસ્ટ કરતા. લગ્ન બાદથી બંને સ્ટાર્સ તેમની સુંદર કેમિસ્ટ્રીને લઈને દરરોજ ચર્ચામાં રહે છે. એકબીજા માટે સુંદર પોસ્ટ્સ શેર કરવાથી લઈને ઈવેન્ટ્સમાં સ્પ્લેશ કરવા સુધી, બંને તેમના ચાહકોને કપલ ગોલ આપતા રહે છે. કેટરીના માત્ર એક સુંદર અભિનેત્રી જ નથી પણ એક મહાન ફેશનિસ્ટા પણ છે, જેની ફેશન સેન્સને લાખો લોકો ફોલો કરે છે. તે જે પણ પહેરે છે તે એક ટ્રેન્ડ બની જાય છે.
કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નને ઘણા મહિનાઓ વીતી ગયા છે, જોકે તેમના પ્રેમભર્યા બોન્ડની ઝલક દરેક જગ્યાએ જોઈ શકાય છે. હાલમાં જ બંને વેકેશન એન્જોય કરવા ક્યાંક ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે બંનેની કેમેસ્ટ્રી અને સિમ્પલ લુક જોઈને ફેન્સ ફરી એકવાર કપલના વખાણ કરી રહ્યા છે. વિક્કી કૌશલ અને કેટરિના કૈફ રવિવારે મોડી રાત્રે રોમેન્ટિક વેકેશન પરતી પરત ફર્યા હતા.. આ દરમિયાન કપલ હાથોમાં હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા.
ત્યાં, તેમના લુકએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વેકેશનનો આનંદ બંને પર સ્પષ્ટ દેખાતો હતો. જ્યારે વિક્કી કૌશલ ખૂબ જ કેઝ્યુઅલ શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો, ત્યારે કેટરીનાનો ગ્રીન આઉટફિટમાં ફંકી લુકમાં જોવા મળી હતી. વિક્કી અને કેટરીના લગ્ન પછી તેમના બીજા મિની હનીમૂન પર ગયા હતા. જ્યાંથી તેમણે કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી હતી. જો કે, બંનેએ તેમનુ હોલિડે ડેસ્ટિનેશનને જાહેર કર્યું ન હતુ.
કેટરીનાએ તેના એરપોર્ટ લુક માટે રીપીટ કપડા પસંદ કર્યા હતા, જે દેખાવમાં ખૂબ જ આરામદાયક લાગતા હતા. ગ્રીન શર્ટ અને મેચિંગ કાર્ગો પેન્ટમાં સજ્જ હસીના ખૂબ જ શાનદાર લાગી રહી હતી. કેટે જે લીલો શર્ટ પહેર્યો હતો, તેના પર સફેદ રંગની ફિશ પ્રિન્ટ જોવા મળી હતી. તેણે આ કોલર્ડ બટન-ડાઉન શર્ટ સાથે મેચિંગ કાર્ગો પેન્ટ પહેર્યું હતું, આ સાથે કેટરીનાએ સફેદ સ્નીકર્સ, બ્લેક શેડ્સ અને મેચિંગ માસ્ક પહેર્યા હતા. કેટરીનાએ તેના કો-ઓર્ડ સેટનું પુનરાવર્તન કર્યું હતુ. અભિનેતા તેની પત્નીનો હાથ પકડીને ફુલ સ્ટાઈલમાં ચાલતો જોવા મળ્યો હતો.
આ બંને લવબર્ડ્સને મુંબઈ એરપોર્ટ પર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઇએ કે, 22 જાન્યુઆરી 2022ના રોજ કેટરીના કૈફ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે સમયે પણ તેણે આ જ ગ્રીન ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીએ તેનો દેખાવ ન્યૂનતમ સ્ટાઇલ સાથે પૂર્ણ કર્યો, જેમાં સુઘડ પોનીટેલ, સફેદ સ્નીકર્સ, સફેદ માસ્ક અને ફેસ શીલ્ડનો સમાવેશ થાય છે.
View this post on Instagram
કેટરિનાનો આરામદાયક કેઝ્યુઅલ કો-ઓર્ડ સેટ ફેશન ડિઝાઇનર ‘વિક્ટોરિયા બેકહામ’ની બ્રાન્ડનો છે. આ ડિઝાઇનર કપડાં લેબલના પ્રી સ્પ્રિંગ સમર 2022 કલેક્શનમાંથી છે. રીપોર્ટ અનુસાર કેટરિનાના આ કેઝ્યુઅલ આઉટફિટની કિંમત 1,07,600 રૂપિયા છે. લીલા સિલ્ક શર્ટની કિંમત 56,000 રૂપિયા છે અને મેચિંગ ટ્રાઉઝરની કિંમત 51,600 રૂપિયા છે.
View this post on Instagram
વિક્કી-કેટરિનાના વેકેશનની વાત કરીએ તો તેમના વેકેશનની તસવીરો ખૂબ જ ક્યૂટ છે, જેને ભૂલી શકાય તેમ નથી. ભૂતકાળમાં, કેટરિનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી હતી.અજેમાં તે બીચ પર ઠંડી પવનની મજા માણતી જોઈ શકાય છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિક્કી આગામી ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’માં જોવા મળશે. ત્યાં કેટરીના પાસે ‘ફોન ભૂત’, ‘ટાઈગર 3’, ‘મેરી ક્રિસમસ’ અને ‘જી લે ઝરા’ જેવી ઘણી ફિલ્મો છે.