મનોરંજન

બાપ રે અધધધધ મોંઘુદાટ છે કેટરીનાનું આ ગાઉન, આટલામાં તો લક્ઝુરિયસ SUV આવી જાય

બોલીવુડની દમદાર અભિનેત્રીઓમાંની એક કૈટરીના કૈફ મોટાભાગે ચર્ચાનું કારણ બની જ જાય છે. પોતાના આકર્ષક ફિગર અને ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોકપ્રિય થનારી કૈટરીના આજકાલ પોતાની દમદાર ફેશન સ્ટાઇલને લીધે પણ લોકોની નજરોમાં આવી જાય છે.

 

View this post on Instagram

 

Happy💛Sunday……………………………… for a little girl far far away in 🇨🇦 I love u 💓

A post shared by Katrina Kaif (@katrinakaif) on

ફિલ્મોની સાથે સાથે કૈટરીના સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની આકર્ષક અને ગ્લેમર તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવતા જ ધડાધડ વાયરલ પણ થઇ જાય છે. કૈટરિનાની સ્માઈલના દરેક કોઈ દીવાના છે.

 

View this post on Instagram

 

💜

A post shared by Katrina Kaif (@katrinakaif) on

એવામાં તાજેતરમાં જ એક ફંક્શનમાં કૈટરીના કૈફે પહેરેલું વ્હાઇટ ગાઉન પણ ચર્ચાનો વિષય બની ગયું છે. કૈટરિનાએ ‘નાયકા ફેમિના બ્યુટી એવોર્ડ’ સમારોહમાં સફેદ રંગનું ગાઉન પહેરી રાખ્યું હતું. આ સફેદ ગાઉનમાં કૈટરીના ખુબ જ સુંદર લાગી રહી હતી. પણ સૌથી ખાસ વાત એ છે કે આ ગાઉનની કિંમત એટલી છે કે એટલામાં તો એક શાનદાર ગાડી પણ આવી શકે છે અને આટલી કિંમતમાં તો આરામથી એક બે જગ્યાએ ફરીને પણ આવી શકીએ છીએ.

મળેલી જાણકારીના આધારે આ ડ્રેસ ઓસ્ટ્રેલિયન ફેશન ડિઝાઈનર એલેક્સ પેરી(Alex Perry) દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો છે. ડ્રેસમાં આગળની તરફ ડીપ વી નેક બનાવવામાં આવેલું છે અને તેને પ્લીટ્સ લુક આપવામાં આવેલો છે. આ ડ્રેસમાં એક બાજુએ થાઈ હાઈ સ્લીટ પણ છે જે તેને વધારે આકર્ષક બનાવે છે.

 

View this post on Instagram

 

Entrepreneur of the year – Kay beauty 🌟 @mynykaa @feminaindia #nykaafeminabeautyawards

A post shared by Katrina Kaif (@katrinakaif) on

ગાઉનમાં સ્લીવ્સને બલૂન લુક આપવામાં આવેલો છે, જેમાં રીસ્ટના ભાગ(હાથના કાંડાના ભાગ) પર બટન કફ બનાવવામાં આવેલા છે જે સ્લીવ્સને યોગ્ય જગ્યાએ જ રાખવા માટે મદદ કરે છે. રિપોર્ટના આધારે આ ડ્રેસની સાઈઝ 4 થી લઈને 14 સુધી ઉપલબ્ધ છે.

એવોર્ડ મળ્યા પછી કૈટરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરીને ચાહકો સાથે ખુશી શેર કરી હતી. કૈટરીનાની તસ્વીર પર હજારો લાઇક્સ આવી ચુકી છે અને લોકો ખુબ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ શાનદાર ડ્રેસની કિંમત 1,93,464 રૂપિયા છે. આ એવોર્ડ શો માં કૈટરિનાને તેની કંપની ‘Kay-beauty’ નો પહેલો ઍવોર્ડ મળ્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો કૈટરીના કૈફ છેલ્લી વાર સલમાન ખાન સાથેની ફિલ્મ ‘ભારત’માં જોવા મળી હતી. હવે તે જલ્દી જ અક્ષય કુમારની સાથે ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થઇ શકે તેમ છે. આ ફિલ્મ દ્વારા કૈટરીના 10 વર્ષ પછી અક્ષય કુમારની સાથે ફિલ્મોમાં ફરીથી જોવા મળશે. કૈટરીના કૈફ અભિનીતા વિક્કી કૌશલ સાથેની મિત્રતાને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ