ભાડુ જાણી આંખો ફફડી ઉઠશે, વાહ ધોમ કરોડો રૂપિયા વપરાશે જુઓ PHOTOS
બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફના લગ્ન હાલ ઘણા જ ચર્ચામાં છે. ઇન્ટરનેટ પર લગ્નની રસ્મો, હોટલ, લગ્ઝરી વેડિંગની ઘણી ચર્ચા થઇ રહી છે. સેલ્બ્સ રાજસ્થાનના રણથંભોર પાસે એક નાના કસ્બામાં લગ્ન કરવા જઇ રહ્યા છે.
લગ્નની ચર્ચામાં આ હોટલની પણ ઘણી વાત થઇ રહી છે. જયાં બંને લગ્નના બંધનમાં બંધાવાના છે. સેલેબ્સે આ હોટલ પસંદ કરી છે તે રાજસ્થાનની રાજધાની જયપુરથી 110 કિલોમીટર દૂર એક કસ્બામાં બની છે. આ માટે લોકો તેની ચર્ચા કરી રહ્યા છે.
એવામાં લોકોનો સવાલ એ છે કે આખરે આ જગ્યા અને હોટલમાં શું ખાસ છે કે સેલેબ્સે આ હોટલને વેડિંગ માટે પરફેક્ટ પ્લેસ માની. તો આવો જાણીએ કે આખરે આ હોટલમાં એવું તો શું ખાસ છે અને આ હોટલના ઇતિહાસ સાથે જોડાયેલ કેટલીક વાતો પણ જાણીએ.
વિક્કી-કેટના લગ્ન રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લાની હોટલ સિક્સ સેંસ ફોર્ટ બરવાડામાં થઇ રહી છે. હેરિટેજ હોટલ હોવાને કારણે આ ઘણા અમીર લોકોની પસંદ છે. હોટલને સિક્સ સેંસ ગ્રુપને લીઝ પર આપવામાં આવી છે અને આ માટે તેને સિક્સ સેંસ બરવાડા ફોર્ટ કહેવામાં આવે છે. જો લોકેશનની વાત કરીએ તો હોટેલમાંથી ટેકરી પર ચોથ માતાનું મંદિર દેખાય છે, જેના માટે આ નગર ખૂબ પ્રખ્યાત છે. સાથે જ અહીંથી એક પૂલ પણ દેખાય છે અને શહેરનો નજારો પણ જોવા મળે છે.
પહેલા આ હોટેલ બરવાડા કિલ્લો હતો, જે 14મી સદીમાં ચૌહાણો દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ 1734માં આ હોટેલ રાજાવત વંશ દ્વારા જીતી લેવામાં આવી હતી. જ્યારે બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું ત્યારે બરવાડાના રાજપૂતો અને તેમના કુળે જયપુર રાજ્યના સશસ્ત્ર દળો સાથે યુદ્ધમાં ભાગ લીધો હતો. હવે રોયલ ફેમિલીના વંશજ પૃથ્વીરાજ સિંહે એસ્પાયર ગ્રુપ સાથે મળીને આ હોટેલ બનાવી છે.
હોટલમાં શું ખાસ છે તેની વાત કરીએ તો, 5.5 એકરમાં બનેલી આ હોટલની બહારની દિવાલ 5 ફૂટ લાંબી છે, જે ઘણી જગ્યાએ 20 ફૂટ સુધી લાંબી છે. હોટેલમાં બે રેસ્ટોરન્ટ, બાર અને લાઉન્જ, સ્પા, ફિટનેસ સેન્ટર, બે સ્વિમિંગ પૂલ, બેન્ક્વેટ હોલ, બયુટિક અને બાળકોની ક્લબ છે. હોટેલમાં શેખાવતી કલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો ભાડાની વાત કરીએ તો અહીં એક દિવસ રહેવાનો ખર્ચ 70 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનો છે.
કેટરિના અને વિક્કીના લગ્નનું ફંક્શન 7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી હોટલમાં યોજાશે. આવી સ્થિતિમાં હોટલના મુખ્ય ગેટ પર VIP મુવમેન્ટના કારણે બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વિક્કી કૌશલ સિક્સ સેન્સ હોટલના રાજા માનસિંહ સ્વીટમાં રહેશે જ્યારે કેટરીના પ્રિન્સેસ સ્વીટમાં રહેશે. આ લગ્ન સંપૂર્ણપણે રાજવી શૈલીમાં થઇ રહ્યા છે. હોટલની અંદર પ્રવેશવા માટે ત્રણ દરવાજા છે, પરંતુ હોટેલનો મુખ્ય ગેટ છે ત્યાંથી તમામ મહેમાનોને પ્રવેશ આપવામાં આવશે.